Honey Singh Controversy: હની સિંઘે સ્ટેજ પર ઠંડીને લઈને શું કહ્યું કે લોકોએ ક્લાસ લગાવી દીધો?
- દિલ્હીમાં આયોજિત લાઈવ શોમાં હની સિંઘે કરી વાંધાજનક ટિપ્પણી
- કડકડતી ઠંડીમાં કારની અંદર 'ખાસ મજા' હોવાનું કહી છેડ્યો વિવાદ
- સિંગરનો વિવાદિત નિવેદન આપતો વીડિયો ઇન્ટરનેટ પર થયો વાયરલ
- સોશિયલ મીડિયા પર ફેન્સે ગાયકને મર્યાદા જાળવવા અને સુધરવા આપી સલાહ
- અગાઉ ડ્રગ્સ મામલે ચર્ચામાં રહેલા સિંગરની છબી પર ફરી લાગ્યું પ્રશ્નાર્થ ચિન્હ
Honey Singh Controversy : રેપર અને સિંગર યો યો હની સિંઘ (Yo Yo Honey Singh) પોતાની ગાયકી કરતા વધુ વિવાદોને કારણે ચર્ચામાં રહેવા માટે જાણીતા છે. ફરી એકવાર તેમના બેજવાબદાર નિવેદને સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. 14 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં આયોજિત 'નાનકુ અને કરુણ' ના લાઈવ કન્સર્ટ દરમિયાન હની સિંઘે એક એવી ટિપ્પણી કરી, જેના કારણે તે હવે નેટીઝન્સના નિશાના પર છે.
Honey Singh Controversy : શું છે સમગ્ર વિવાદ?
દિલ્હીની કડકડતી ઠંડીનો ઉલ્લેખ કરતા હની સિંઘે સ્ટેજ પરથી માઇક પર જાહેર જનતાની હાજરીમાં કહ્યું કે, "આવી ઠંડીમાં કારની અંદર 'કંઈક ખાસ' કરવાની ખૂબ મજા આવે છે." આ નિવેદનનો ઓડિયો અને વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોએ તેને અશ્લીલ અને અભદ્ર ગણાવીને ગાયકની આકરી ટીકા શરૂ કરી દીધી છે.
those who consider Honey Singh as an ideal, take a look at his deeds.
A video from Honey Singh 's delhi show is going viral in which He is seen saying obscene things and hurling abuses.
This obscenity is so intense that i can't even write those words here.
I'm really shocked… pic.twitter.com/Cuj9yKd2RD
— social scientist (@socialscie50255) January 14, 2026
યુઝર્સે મર્યાદા જાળવવાની આપી સલાહ
હની સિંઘના આ નિવેદન પર સોશિયલ મીડિયા યુઝર્સ ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું કે, "એક દિગ્ગજ કલાકાર તરીકે હની સિંઘે શબ્દોની મર્યાદા સમજવી જોઈએ." લોકોનું કહેવું છે કે આવા કાર્યક્રમોમાં યુવા પેઢી મોટી સંખ્યામાં હાજર હોય છે અને તેમના પર આવી વાતોની નકારાત્મક અસર પડી શકે છે. કેટલાક લોકોએ તો તેમની વધતી ઉંમરનો ઉલ્લેખ કરીને તેમને મેચ્યોરિટી (પરિપક્વતા) લાવવાની પણ સલાહ આપી છે.
ડ્રગ્સના ભૂતકાળ અને ઈમેજ પર સવાલ
આ વિવાદ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે હની સિંઘે અગાઉ એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે ડ્રગ્સની લત તેમની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. 2014 માં નશો છોડ્યા બાદ તેમને રિકવર થતા 8 વર્ષ લાગ્યા હતા. એક તરફ તેઓ યુવાનોને નશાથી દૂર રહેવાની સલાહ આપે છે, તો બીજી તરફ જાહેરમાં આવી અશ્લીલ વાતો કરીને પોતાની છબી ખરાબ કરી રહ્યા હોય તેવું ફેન્સ માની રહ્યા છે. હાલમાં આ મામલે હની સિંઘ તરફથી કોઈ સ્પષ્ટતા કે માફીનામું આવ્યું નથી, પરંતુ ઇન્ટરનેટ પર તેમને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Disha Patani Dating : ટાઈગર બાદ હવે કોણ? દિશા પટણી મિસ્ટ્રી મેનનો હાથ પકડેલી જોવા મળી


