Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ajaz Khan માટે કમબેકને બદલે કમઠાણ સાબિત થયો House Arrest શો

House Arrest શો થી Ajaz Khan ના કમબેકની શક્યતાઓ ઊભી થઈ હતી. જો કે આ શો કમબેક બનવાને બદલે કમઠાણ સાબિત થયો છે. વાંચો વિગતવાર.
ajaz khan માટે કમબેકને બદલે કમઠાણ સાબિત થયો house arrest શો
Advertisement
  • House Arrest શો થી Ajaz Khan ના કમબેકની શક્યતાઓ ઊભી થઈ હતી
  • આ શો Ajaz Khan માટે કમબેક બનવાને બદલે કમઠાણ સાબિત થયો છે
  • પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 64, 64(2)(m), 69 અને 74 હેઠળ કેસ નોંધ્યો

Ajaz Khan : અવારનવાર વિવાદોમાં સપડાતા એકટર કમ અક્ટિવિસ્ટ Ajaz Khan માટે House Arrest શો કમબેકને બદલે કમઠાણ સાબિત થયો છે. મુંબઈની અંબોલી પોલીસે એક્ટરને સમન્સ પાઠવી દીધું છે. પોલીસે એક્ટર Ajaz Khan ઉપરાંત House Arrest શોના મેકર્સને પણ સમન્સ પાઠવ્યું છે. એક મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં યૌન શોષણ, ધર્મ પરિવર્તન જેવા આરોપો લગાડવામાં આવ્યા છે.

શોનું અશ્વલીલ કોન્ટેન્ટ

House Arrest શો ઉલ્લુ એપ પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. આ એપ તેના કોન્ટેન્ટ માટે કુખ્યાત છે. આ શોમાં 9 ફિમેલ અને 3 મેલ એમ કુલ 12 કન્ટેન્સ્ટન્ટ છે. જેમની વચ્ચે અશ્લીલ હરકતો કરાવવામાં આવે છે. આમ, House Arrest શોમાં પણ મેકર્સે ઉલ્લુ એપની જેમ જ અશ્લીલ કોન્ટેન્ટ જ પીરસ્યું છે. House Arrest શો ની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ શોનું ટ્રોલિંગ શરુ થઈ ગયું છે. મુંબઈની અંબોલી પોલીસે Ajaz Khan અને ઉલ્લુ એપના માલિકને અશ્લીલતા અંગે સમન્સ પાઠવ્યું છે. અગાઉ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકરની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે FIR નોંધી હતી. જેમાં પોલીસે ઉલ્લુ એપના મેનેજરનું નિવેદન પણ નોંધ્યું હતું.

Advertisement

આ પણ વાંચોઃ તારે જમીન પરમાં રડાવ્યા બાદ હવે આમિર ખાન લઇને આવી રહ્યા છે 'Sitaare Zameen Par'

Advertisement

Ajaz Khan પર કયા લાગ્યા આરોપ ?

House Arrest શોના હોસ્ટ એકટર Ajaz Khan વિરુદ્ધ ફરિયાદ કરનાર અનુસાર એક્ટરે વેબ શોમાં ભૂમિકા આપવાનું વચન આપીને તેનું યૌન શોષણ કર્યુ હતું. શૂટિંગ દરમિયાન Ajaz Khan એ ફરિયાદી મહિલાને પ્રપોઝ કર્યુ અને ધર્મ પરિવર્તન કર્યા પછી તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું. ફરિયાદમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે અભિનેતાએ તેણીને તેના ઘરે બોલાવી હતી, જ્યાં તેણીનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. મુંબઈના અંબોલી પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 64, 64(2)(m), 69 અને 74 હેઠળ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચોઃ MISS WORLD 2025 : મિસ કેનેડા, મિસ બ્રાઝિલ વગેરે જેવી સુંદરીઓનું હૈદરાબાદમાં આગમન

Tags :
Advertisement

.

×