ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Saif Ali Khan ના ઘરમાં કેવી રીતે ઘુસ્યો હુમલાખોર? સામે આવ્યા CCTV ફૂટેજ!

સૈફ અલી ખાનના ઘરમાં કેવી રીતે ઘુસ્યો હુમલાખોર હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે હુમલાખોરે આ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો Saif Ali Khan: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનના (Saif Ali Khan)ઘરે કડક સુરક્ષા વ્યવસ્થા છે, છતાં મોડી...
04:27 PM Jan 16, 2025 IST | Hiren Dave
સૈફ અલી ખાનના ઘરમાં કેવી રીતે ઘુસ્યો હુમલાખોર હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે હુમલાખોરે આ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો Saif Ali Khan: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનના (Saif Ali Khan)ઘરે કડક સુરક્ષા વ્યવસ્થા છે, છતાં મોડી...
saif ali khan

Saif Ali Khan: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનના (Saif Ali Khan)ઘરે કડક સુરક્ષા વ્યવસ્થા છે, છતાં મોડી રાત્રે અચાનક એક ચોર તેમના ઘરમાં ઘૂસી ગયો અને એક્ટર પર હુમલો કર્યો. આ સમાચાર સામે આવ્યા પછી ફેન્સના મનમાં વારંવાર સવાલ થઈ રહ્યો છે કે આ ઘટના કેવી રીતે બની.

મુંબઈ પોલીસે હાથ ધરી કાર્યવાહી

સૈફ અલી ખાનને ગંભીર ઈજા થયા બાદ મુંબઈ પોલીસ હવે આ મામલે કાર્યવાહી કરી રહી છે. ઘટના બાદ સીસીટીવી (CCTV)કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. પરંતુ હુમલાના બે કલાક પહેલા કોઈ વ્યક્તિ ઘરમાં પ્રવેશતો જોવા મળ્યો ન હતો. આનો અર્થ એ થયો કે હુમલાખોર ઘરમાં ઘૂસી ગયો હતો અને હુમલો કરવાની રાહ જોઈ રહ્યો હતો.

સીસીટીવી ફૂટેજની તપાસ

પોલીસ હવે હુમલાખોરની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે, પરંતુ તેમને હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસના નિવેદન મુજબ, હુમલો લગભગ 2:30 વાગ્યે થયો હતો અને સીસીટીવી ફૂટેજમાં મધ્યરાત્રિ પછી કોઈને ઘરમાં પ્રવેશતા જોવા મળ્યા નથી. પોલીસને શંકા છે કે હુમલાખોર પહેલાથી જ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્યાં છુપાયો હતો અને બાદમાં હુમલો કર્યો હતો. આનો અર્થ એ થયો કે આ એક સુનિયોજિત કાવતરું પણ હોઈ શકે છે.

જહાંગીરના રૂમમાં હતો હુમલાખોર

જે હુમલાખોરે સૈફ અલી ખાન પર ચાકુ મારીને તેને હોસ્પિટલમાં મોકલ્યો હતો તે તેના નાના દીકરા જહાંગીરના રૂમમાં છુપાયેલો હતો. સૂત્રો મુજબ હુમલાખોર આખી રાત ત્યાં છુપાયો હતો. જહાંગીરની સંભાળ રાખતી નોકરાણીએ હુમલાખોરને સૌથી પહેલા જોયો. જહાંગીરના રૂમમાં નોકરાણીએ હુમલાખોરને જોયો કે તરત જ તે ચીસો પાડવા લાગી. આ પછી ઘરના અન્ય સભ્યો જાગી ગયા. સૈફ અલી ખાન દોડતો આવ્યો અને હુમલાખોર સાથે લડવા લાગ્યો. આ ઝપાઝપી દરમિયાન, હુમલાખોરે તેના પર છ છરી વડે હુમલો કર્યો.

આ પણ  વાંચો-Saif Ali Khan: સૈફને ગળા અને કરોડરજ્જુ પાસે ગંભીર ઈજાઓ થઈ, ચોરે ઘરના હેલ્પરને પણ ચાકુ માર્યું

ગંભીર રીતે ઘાયલ થયો સૈફ અલી ખાન

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એક અજાણ્યો વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો અને પહેલા તેની નોકરાણી પર હુમલો કર્યો, જ્યારે એક્ટર તેને બચાવવા આવ્યો ત્યારે હુમલાખોરોએ તેના પર છરીથી હુમલો કર્યો, જેના કારણે તેને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી." એક્ટરને આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.

આ પણ  વાંચો-શરીર પર 6 ઘા, સ્પાઇનમાં 2.5 ઇંચનો ચાકુનો ટુકડો, ડોક્ટરે જણાવ્યું કેટલી ગંભીર છે સૈફની સ્થિતિ

સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ

સૈફ અલી ખાનને છ વાર ચાકુ મારવામાં આવ્યું હતું, જેમાંથી બે ઊંડા ઘા હતા અને એક તેની કરોડરજ્જુ પાસે હતો. સૈફને ઓપરેશન માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક્ટરની પીઆર ટીમે તેમના ફેન્સને ધીરજ રાખવા વિનંતી કરી. હાલમાં, સોશિયલ મીડિયા પર લોકો તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Tags :
CCTVkareenakapoorSaif Ali KhanSaif Ali Khan attackedsaif ali khan stabbedSaif Ali Khan stabbed at Bandrasaif ali khan updatesSaif Ali Khan's house thiefSuspect in Saif Ali Khan case
Next Article