ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિકંદર માટે સલમાન ખાનને મળ્યા કેટલા કરોડ ? બાકી સ્ટારકાસ્ટને મળી કેટલી ફીઝ ?

સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' આવતીકાલે 30 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા અમે આપને જણાવીએ છીએ કે સલમાન ખાન સહિત સ્ટારકાસ્ટને મેકર્સે કેટલી ફીઝ ચૂકવી છે. જાણો વિગતવાર
04:26 PM Mar 29, 2025 IST | Hardik Prajapati
સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર' આવતીકાલે 30 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા અમે આપને જણાવીએ છીએ કે સલમાન ખાન સહિત સ્ટારકાસ્ટને મેકર્સે કેટલી ફીઝ ચૂકવી છે. જાણો વિગતવાર
Sikander movie star cast fees Gujarat First

 

Mumbai: સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'સિકંદર' ના રિલીઝને આડે હવે ફક્ત એક દિવસ બાકી છે. જો ફીઝની વાત કરવામાં આવે તો આ ફિલ્મ માટે સલમાન ખાનને સિકંદર માટે કુલ બજેટના 60 ટકા જેટલી ફીઝ ચૂકવાઈ હોવાનું બીટાઉનમાં ચર્ચાઈ રહ્યું છે.

સલમાન ખાનને મળ્યા અધધધ 120 કરોડ રુપિયા

સિકંદર ફિલ્મ 200 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે, જ્યારે સલમાન ખાને ફિલ્મના બજેટના 60 ટકા એટલે કે 120 કરોડ રૂપિયા ફી લીધી છે. ફિલ્મની મુખ્ય અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તેના રોલ માટે 5 કરોડ રૂપિયા લીધા છે. સિકંદર રશ્મિકાની 5મી બોલિવૂડ ફિલ્મ છે. રશ્મિકાએ બોલિવૂડમાં બે હિટ ફિલ્મો (એનિમલ અને છવા) આપી છે અને હવે સિકંદરથી તેની હિટની હેટ્રિક પૂરી થઈ શકે તેવી સંભાવના છે.

આ પણ વાંચોઃ  સલમાન ખાનની ઘડિયાળમાં રામમંદિર! ખાસ Watch ની કિંમત જાણી ચોંકી જશો

બાકી સ્ટારકાસ્ટને મળી કેટલી ફીઝ ?

સિકંદર ફિલ્મમાં સલમાન અને રશ્મિકા જેવા મુખ્ય કલાકારો ઉપરાંત કાજલ અગ્રવાલ, શરમન જોશી, પ્રતીક બબ્બર અને સત્યરાજ જેવા કલાકારોનો કાફલો છે. આપણે વારાફરતી દરેક કલાકારને મળેલ ફીઝ વીશે જાણીએ. સિકંદર ફિલ્મ માટે કાજલ અગ્રવાલને 3 કરોડ રૂપિયા, શરમન જોશીને 75 લાખ રૂપિયા, પ્રતીક બબ્બરને 60 લાખ રૂપિયા અને ફિલ્મના મુખ્ય ખલનાયક સત્યરાજને 50 લાખ રૂપિયા ફી તરીકે મળ્યા.

માસ એકશનની સાથે ફેમિલી ડ્રામા

એઆર મુરુગાદોસે ફિલ્મ સિકંદરની વાર્તા લખી છે અને તેનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મ સિકંદરને માસ એક્શનની સાથે પારિવારિક શૈલી બનાવવામાં આવી છે. આ પહેલા તેમણે આમિર ખાન સાથે ફિલ્મ ગજની અને અક્ષય કુમાર સાથે ફિલ્મ હોલિડે બનાવી છે. ટાઈગર 3 પછી, સલમાન ખાન હવે સિકંદર સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે.

આ પણ વાંચોઃ  ટ્રોલર્સ પર ગુસ્સે થઇ Neha Kakkar! મેલબોર્ન કોન્સર્ટમાં બનેલી ઘટના પર જાણો શું કહ્યું

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSKajal Aggarwal Sikander feePrateik Babbar Sikander feerashmika mandannaRashmika Mandanna Sikander hitsalman khanSathyaraj Sikander feeSharman Joshi Sikander feeSikander film AR MurugadossSikander movie budgetSikander movie release March 30Sikander movie star cast feesSikander Salman Khan remuneration
Next Article