Hrithik Birthday: બોલિવૂડના ‘ક્રિશ’નો આજે બર્થડે, જાણો ઋત્વિક વિશે રસપ્રદ વાતો
- Hrithik Birthday: અભિનેતા ઋત્વિક રોશનનો આજે જન્મદિવસ
- ‘કહોના પ્યાર હૈ’ ફિલ્મથી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યું
- ઋત્વિકની ફિલ્મી કરિયર વિશે જાણો રસપ્રદ માહિતી
Hrithik Birthday: બોલિવૂડમાં ક્રિશ તરીકે જાણીતા એક્ટર (Actor) ઋત્વિક રોશનનો આજે 10 જાન્યુઆરીએ જન્મદિવસ છે. વર્ષ 1974માં મુંબઈમાં તેનો રોશન પરિવારમાં જન્મ થયો હતો. તેના પિતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક રાકેશ રોશન (Rakesh Roshan) છે. તેની માતા પિંકી રોશન (Pinky Roshan) ગૃહિણી છે. તેના દાદા રોશનલાલ નાગરથ (Roshanlal Nagarath) પણ સંગીતકાર હતા. તેના કાકા, રાજેશ રોશન પણ એક પ્રખ્યાત સંગીતકાર છે. ઋતિકને તેના પિતા રાકેશ રોશને વર્ષ 2000 માં આવેલી ફિલ્મ "કહો ના પ્યાર હૈ" માં લોન્ચ કર્યો હતો. ઋતિક તેની પહેલી ફિલ્મથી જ સેન્સેશન બન્યો હતો. અને આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. તેના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી વાર્તાઓ વિશે જાણો.
ફિલ્મી પરિવારમાં જન્મેલા હોવા છતાં ઋતિકનો ફિલ્મી દુનિયામાં પ્રવાસ સરળ નહોતો. તેનું બાળપણ સંઘર્ષોથી ભરેલું રહ્યું. બાળઅવસ્થામાં ઋત્વિકને તોતડાપણાની સમસ્યા હતી. જેના કારણે તે જાહેરમાં બોલવામાં ખચકાટ અનુભવતો હતો. તેના એક હાથમાં પણ વધારાના અંગૂઠાને લઈને કપરી સ્થિતિનો સામનો કર્યો હતો. જેના કારણે શાળામાં તેમની મજાક ઉડાવવામાં આવતી હતી. 21 વર્ષની ઉંમરે તેને સ્કોલિયોસિસ (Scoliosis) હોવાનું સામે આવ્યું હતું. જે કરોડરજ્જુને નુકસાન પહોંચાડે છે. અને શારીરિક ગતિવિધિઓને અસર કરે છે. ડૉક્ટરોએ તો એવું પણ જાહેર કર્યું કે તેઓ ક્યારેય ડાન્સ કરી શકશે નહીં. જો કે, સખત મહેનત દ્વારા ઋતિક આ સ્થિતિ પર કાબુ મેળવ્યો અને બોલિવુડના શ્રેષ્ઠ ડાન્સર્સમાંથી એક બન્યો.
Hrithik Birthday: 'કહો ના પ્યાર હૈ' ફિલ્મની રિલીઝ સમયે તે પોતાના ઘરમાં કેદ
કોઈ અભિનેતા પોતાના ડેબ્યૂ (Debut) થી સુપરસ્ટાર બને છે, તો તે મીડિયા અને ચાહકો સામે ગર્વથી દેખાય છે. પરંતુ આ બાબતમાં ઋતિક તેનાથી વિપરીત હતો. અને તેનું કારણ તેનો શરમાળ સ્વભાવ હતો. તેની ડેબ્યૂ ફિલ્મના સમયે તે પોતાના ઘરમાં કેદ થઈ ગયો હતો. ગયા વર્ષે, ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'ની રિ-રિલીઝ દરમિયાન તેણે મીડિયા સાથે વાત કરતી વખતે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે હંમેશા ખૂબ જ શરમાળ રહ્યો છે. તેથી જ્યારે તેની ડેબ્યૂ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' રિલીઝ થઈ, ત્યારે તે શરમ અને ચિંતાને કારણે ઘરની બહાર નીકળ્યો નહોતો. તે સમયે તેણે એક પણ ઇન્ટરવ્યુ આપ્યો ન હતો. તેણે સમગ્ર પ્રમોશનલ ઇવેન્ટ પણ છોડી દીધી હતી.
Hrithik Birthday: ઋતિક રોશનના કેટલાક કિસ્સા
ઋતિક રોશનને બેટમેન અને આયર્ન મેન ખૂબ ગમે છે. જોકે, તેનો પ્રિય હીરો સુપરમેન છે.
"જોધા અકબર" ફિલ્મના એક મહત્વપૂર્ણ દ્રશ્ય માટે ઋતિક રોશનને હાથી સાથે પરફોર્મ કરવાનું હતું. આ માટે, તેણે લગભગ બે મહિના સુધી દરરોજ હાથીને કેળા ખવડાવીને તેની સાથે મિત્રતા કેળવી હતી.
ઋતિક આંખોનું દાન કરશે
ઋતિક જેટલો તેજસ્વી અભિનેતા છે તેટલો જ અદ્ભુત માણસ પણ છે. તે ઘણીવાર સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લે છે. તેણે પોતાની આંખોનું દાન કરવાનો પણ સંકલ્પ લીધો છે. ઋતિક એક નોંધાયેલ આંખ દાતા છે.
ઋતિક રોશન રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો
ખૂબ જ શોખીન છે. તે ફક્ત રૂબિક્સ ક્યુબ્સ જ ઉકેલતો નથી, પરંતુ તે ખૂબ જ ઓછા સમયમાં તેને ઉકેલવા માટે પણ જાણીતો છે. તેનો આઠ મિનિટનો વ્યક્તિગત રેકોર્ડ છે.
કવિતા લખવાનો પણ શોખ
અભિનય અને નૃત્ય ઉપરાંત, ઋત્વિકને કવિતાનો પણ શોખ છે. તે બાળપણથી જ કવિતા લખે છે. ઋત્વિકે તેની પ્રથમ કવિતા 11 વર્ષની ઉંમરે લખી હતી.
આ પણ વાંચો------- Entertainment: તારા સુતરિયા અને વીરનું થઈ ગયું બ્રેકઅપ? એપી ધિલ્લોનનો કોન્સર્ટ બન્યું કારણ?
ઇન્ડસ્ટ્રીમાં એક એક્શન સ્ટાર તરીકે જાણીતો
એક એક્શન સીન ફિલ્માવતી વખતે મૃત્યુથી માંડ માંડ બચી ગયો. પિતા રાકેશ રોશને એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. રાકેશ રોશનના મતે, આ તેમના જીવનનો સૌથી ભયાનક અનુભવ હતો. તેમણે કહ્યું, "ઋતિક ખૂબ જ ઉંચાઈ પર ચઢી રહ્યો હતો. અને રસ્તાની બીજી બાજુ, જ્યાં હું બેઠો હતો, ત્યાં કેમેરા લગાવેલો હતો. મને લાગ્યું કે તેને તકલીફ થઈ રહી છે. હું એક્શન ડિરેક્ટરને જાણ કરવા ઊભો થયો કે તરત જ તે પડી ગયો હતો. કેબલ તૂટી ગયો, અને તે પડી ગયો. શું થયું તે હું જોઈ શક્યો નહીં. તે જ ક્ષણે હું બેભાન થઈ ગયો. ત્યારબાદ તેમણે જોયું કે અભિનેતા છત્રી પર પડી ગયો હતો. થોડી વાર પહેલા વરસાદ પડ્યો હતો, અને દુકાનોની બહાર બધાએ પોતાની છત્રીઓ ખોલી હતી. જેના લીધે ઋત્વિકને કોઈ જાનહાનિ નહોતી થઈ.
ઋતિકના લીધે ન્યુઝીલેન્ડમાં પ્રવાસનને વેગ મળ્યો
ઋતિક રોશન તેની ફિલ્મ "કહો ના પ્યાર હૈ" રિલીઝ થયા પછી રાતોરાત સુપરસ્ટાર બની ગયો. ફિલ્મના બીજા ભાગમાં ન્યુઝીલેન્ડના સુંદર સ્થળો દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મનો પ્રભાવ એટલો હતો કે ન્યુઝીલેન્ડ એક મુખ્ય પર્યટન સ્થળ બન્યું. અહેવાલો અનુસાર, ન્યુઝીલેન્ડ સરકારે દેશમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા બદલ ઋતિકને સન્માનિત કર્યો હતો.
આ પણ વાંચો------- Kantara Chapter - 1 સહિત ત્રણ ફિલ્મોની Oscar માં એન્ટ્રી
આ પણ વાંચો-------Sharmila Tagore Supreme Court : રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટની શર્મિલા ટાગોરને લગાવી ફટકાર, અરજી ફગાવી


