Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

If Wishes Could Kill: નેટફ્લિક્સ પર આવી નવી કોરિયન સીરીઝ, જે તમારી ઊંઘ ઉડાવી દેશે!

If Wishes Could Kill નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી એક રોમાંચક કોરિયન ટેક-હોરર સીરીઝ છે. તે 'જિરિગો' નામની એપની આસપાસ ફરે છે જે વપરાશકર્તાની ઈચ્છાઓ પૂરી કરે છે પરંતુ ૨૪ કલાકમાં તેમનું મૃત્યુ નિશ્ચિત કરે છે. શમનવાદ અને આધુનિક જીવનશૈલીના સંમિશ્રણ સાથેનો આ શો ડ્રામા અને હોરર પ્રેમીઓ માટે ઉત્તમ વીકેન્ડ વોચ છે.
if wishes could kill  નેટફ્લિક્સ પર આવી નવી કોરિયન સીરીઝ  જે તમારી ઊંઘ ઉડાવી દેશે
Advertisement
  • If Wishes Could Kill ઈફ વિશેષ કુડ કિલ'
  • 'જિરિગો' એપ ડાઉનલોડ કરતા જ શરૂ થાય છે મોતનું કાઉન્ટડાઉન
  • ઈચ્છા પૂરી થવાની કિંમત છે તમારો જીવ!
  • 8 એપિસોડમાં રહસ્ય, હોરર અને રોમાંચનો ભરપૂર ડોઝ
  • કોરિયન શમનવાદ અને મોર્ડન એપ વચ્ચેની અદભૂત લડાઈ

If Wishes Could Kill : કોરિયન સર્જકો હંમેશા તેમની વાર્તાઓમાં કંઈક નવું અને અનોખું લાવવા માટે જાણીતા છે. નવી સીરીઝ 'ઈફ વિશેષ કુડ કિલ' (If Wishes Could Kill) તેનું ઉત્તમ ઉદાહરણ છે. 8 એપિસોડમાં ફેલાયેલી આ સીરીઝમાં ટીન ડ્રામા (Teen Drama), મોર્ડન ટેકનોલોજી અને પ્રાચીન રહસ્યોનો એવો તડકો લગાવવામાં આવ્યો છે કે તમે એક પણ સેકન્ડ માટે નજર હટાવી નહીં શકો.

If Wishes Could Kill : શું છે આ જીવલેણ એપની વાર્તા?

વાર્તાની શરૂઆત હાઈસ્કૂલના મિત્રોના એક ગ્રુપથી થાય છે, જેઓ મજાક-મજાકમાં 'જિરિગો' (Jirigo) નામની એક રહસ્યમય એપ ડાઉનલોડ કરે છે. આ એપની ખાસિયત એ છે કે તે તમારી કોઈપણ ઈચ્છા પૂરી કરી શકે છે. ઈચ્છા માંગવા માટે તમારે પોતાનો એક વિડિયો બનાવવો પડે છે. પરંતુ આ સુવિધા મફત નથી. જેવી તમારી ઈચ્છા પૂરી થાય, કે તરત જ તમારા ફોન પર ૨૪ કલાકનું કાઉન્ટડાઉન (Countdown) શરૂ થઈ જાય છે. આ ૨૪ કલાક પૂરા થતા જ ઈચ્છા માંગનાર વ્યક્તિનું અત્યંત રહસ્યમય અને ભયાનક રીતે મોત થાય છે.

Advertisement

ટેકનોલોજી અને શમનવાદનો સંગમ

આ સીરીઝ માત્ર ટેકનોલોજી પર આધારિત નથી. જેમ જેમ વાર્તા આગળ વધે છે, તેમ તેમાં કોરિયન શમનવાદ (Korean Shamanism) નો પ્રવેશ થાય છે. વાર્તામાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આધુનિક એપ પાછળ કોઈ જૂનો શ્રાપ અથવા આત્મા છુપાયેલો છે. આધ્યાત્મિક શક્તિઓ અને ટેકનોલોજી વચ્ચેની આ લડાઈ સીરીઝને અન્ય હોરર શો કરતા અલગ પાડે છે. જોકે શરૂઆતમાં ગતિ થોડી ધીમી લાગે છે, પરંતુ મધ્ય ભાગથી આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સ પ્રેક્ષકોને અંત સુધી જકડી રાખે છે.

Advertisement

સીઝન ૨ ની તૈયારી?

સીરીઝના અંતમાં આ ખૂની એપના ખેલને રોકવાના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ ક્લાઈમેક્સમાં એવી કેટલીક કડીઓ છોડવામાં આવી છે જે સ્પષ્ટપણે બીજી સીઝન (Season 2) તરફ ઈશારો કરે છે. જો તમે રહસ્યમય વાર્તાઓ અને હોરરના શોખીન હોવ, તો આ વીકેન્ડમાં 'If Wishes Could Kill' ચોક્કસપણે તમારી વોચ-લિસ્ટમાં હોવી જોઈએ.

આ પણ વાંચો : Ameesha Patel vs Zakir Khan : ઝાકિર ખાન પર કેમ ગિન્નાઈ અમીષા પટેલ? કહી દીધી આ મોટી વાત!

Tags :
Advertisement

.

×