સમય રૈનાના 'India's Got Lalent' ના વિવાદની અસર! હવે આ સ્ટેન્ડ-અપ કોમેડિયનનો શો રદ
- સ્ટેન્ડ-અપ કોમેડી વિવાદમાં, હવે અનુભવ બસ્સીનો શો રદ
- સમય રૈનાના વિવાદ બાદ હવે બસ્સી વિરુદ્ધ કાર્યવાહી
- અશ્લીલતા અને અપશબ્દોના આરોપો બાદ લખનૌમાં બસ્સીનો શો કેન્સલ
- સ્ટેન્ડ-અપ કોમેડી પર વધતા દબાણ વચ્ચે કોમેડિયન્સની મુશ્કેલીઓ વધી
- 'India's Got Lalent' ના વિવાદની અસર, હવે બસ્સીનો શો રદ
Anubhav Singh Bassi Show Cancelled : તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડી પર વિવાદો વધી રહ્યા છે, અને કોમેડિયન માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. થોડા દિવસો પહેલા 'India's Got Lalent' ના સ્ટેજ પર જે બન્યું તે પછી, કોમેડિયન સમય રૈના (Samay Raina) અને શોના મહેમાન રણવીર અલ્લાહબાદિયા (Ranveer Allahbadia) અને અપૂર્વ માખીજા (Apoorva Mukhija) ના સંબંધોમાં તિરાડ પડી છે. ચર્ચાઓ થઇ રહી છે તે મુજબ તેમના વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો છે. આ વિવાદ માત્ર આટલાથી જ ખતમ થયા નથી, પરંતુ આ કોમેડિયન્સ વિરુદ્ધ કેસ પણ નોંધાયા છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે. આ મામલો હજી ઠંડો પડ્યો ન હતો ત્યાં વધુ એક પ્રખ્યાત કોમેડિયન પર ચોંકાવનારા આરોપો સામે આવ્યા છે, જે સ્ટેન્ડ-અપ કોમેડીની આઝાદી અને તેના કન્ટેન્ટને લઈને દબાણ વધી રહ્યું હોવાનો સંકેત આપે છે.
સમય રૈનાના વિવાદ બાદ હવે અનુભવ સિંહ બસ્સીનો શો રદ
સમય રૈનાના શોનો વિવાદ હજી શમ્યો નથી ત્યારે હવે સ્ટેન્ડ-અપ કોમેડિયન અનુભવ સિંહ બસ્સીના શો ને લઈને પણ ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લખનૌમાં 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારા તેમના શોના બંને સત્રો - બપોરે 3 અને સાંજે 7 વાગ્યાના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ અપર્ણા યાદવે ડીજીપી પ્રશાંત કુમારને પત્ર લખ્યા બાદ શો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શો રદ કરવાનું મુખ્ય કારણ તેમનો કન્ટેન્ટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેનાથી સ્ટેન્ડ-અપ કોમેડી પર સતત વધતા નિયંત્રણો પર નવી ચર્ચાઓ શરુ થઈ છે. આ શો રદ થવા પાઠળનું કારણ તેનો કન્ટેન્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અનુભવ સિંહ બસ્સીના શોમાં અશ્લીલતા અને અપશબ્દોના ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠતા, લખનૌમાં તેમનો શો રદ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
ભવિષ્યમાં આવા શોને મંજૂરી ન મળે તેવી ઉઠી માગ
રણવીર અલ્લાહબાદિયાના તાજેતરના વિવાદાસ્પદ નિવેદન બાદ તણાવ વધતા આ પગલું ભરાયું હોવાનું સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ અપર્ણા યાદવે ડીજીપી પ્રશાંત કુમારને પત્ર લખીને જણાવ્યું કે, બસ્સીના પાછલા શોમાં અપશબ્દોનો ઉપયોગ થતો જોવા મળ્યો છે, તો આવી સ્થિતિમાં, ડીજીપીને ખાતરી કરવા કહેવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમમાં મહિલાઓ વિરુદ્ધ કોઈ ખોટા શબ્દો ન બોલાય કે કોઈ ખોટી ટિપ્પણી ન થાય ઉપરાંત તે સુનિશ્ચિત કરવા અને શક્ય હોય તો શો રદ કરવા વિનંતી કરવામાં આવી. સાથે જ ભવિષ્યમાં આવા શોને મંજૂરી ન મળે તેવી પણ માગ ઉઠાવવામાં આવી છે.
મુનાવર ફારૂકી પણ મજાક કરવા બદલ જેલમાં ગયો
હવે જે રીતે હાસ્ય કલાકારોના શો રદ થઈ રહ્યા છે તે જોઈને લાગે છે કે તેમની કારકિર્દી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઘણીવાર કોમેડી પર વિવાદ ઉભો થઇ જતો હોય છે. આ પહેલા મુનાવર ફારુકી પણ પોતાના શોને કારણે જેલમાં સમય વિતાવી ચૂક્યા છે. ઘણી વખત કોમેડી કરતી વખતે, કલાકારો મર્યાદા ઓળંગી જાય છે અને પછી વિવાદ ઉભો થઇ જાય છે. 'India's Got Lalent'માં પણ કંઈક આવું જ બન્યું છે અને તેની અસર અનુભવ સિંહ બસ્સીના શો પર પણ જોવા મળી હતી.
આ પણ વાંચો : એડિન રોઝનો ચોંકાવનારો ખુલાસો, કોન્ટ્રાક્ટ સાઇન કરાવાના બહાને એક શખ્સે કરી ગંદી હરકત