ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-Pakistan War : આમિર ખાન બાદ કમલ હસને પણ કર્યો એવો નિર્ણય કે ફેન્સ થયા ફિદા

અત્યારે India-Pakistan War ચરમસીમા પર છે. આ સ્થિતિને જોતા કમલ હસન (Kamal Haasan) એ પોતાની મચ અવેટેડ ફિલ્મ ઠગ લાઈફ (Thug Life) નું ઓડિયો લોન્ચિંગ પોસ્ટપોન કરી દીધું છે. કમલ હસનના આ નિર્ણયથી ફેન્સ તેના પર ફિદા થઈ ગયા છે. વાંચો વિગતવાર.
06:40 PM May 09, 2025 IST | Hardik Prajapati
અત્યારે India-Pakistan War ચરમસીમા પર છે. આ સ્થિતિને જોતા કમલ હસન (Kamal Haasan) એ પોતાની મચ અવેટેડ ફિલ્મ ઠગ લાઈફ (Thug Life) નું ઓડિયો લોન્ચિંગ પોસ્ટપોન કરી દીધું છે. કમલ હસનના આ નિર્ણયથી ફેન્સ તેના પર ફિદા થઈ ગયા છે. વાંચો વિગતવાર.
Kamal Haasan Gujarat First

India-Pakistan War : કમલ હસન (Kamal Haasan) એ પોતાની મચ અવેટેડ ફિલ્મ ઠગ લાઈફ (Thug Life) નું ઓડિયો લોન્ચિંગ પોસ્ટપોન કરી દીધું છે. અત્યારે India-Pakistan War ચરમસીમા પર છે. Kamal Haasan નું કહેવું છે કે, દેશ પહેલા આવે...બાકી બધું પછી. Kamal Haasan એ કરેલા આ નિર્ણય પર ફેન્સ ફિદા થઈ ગયા છે. અગાઉ આમિર ખાને પણ Pahalgam Terror Attack સંદર્ભે સંવેદના દાખવીને પોતાની મચ અવેટેડ ફિલ્મ સિતારે જમીન પર (Sitare Zameen Par) નું ટ્રેલર લોન્ચિંગ પોસ્ટપોન કર્યુ હતું.

ઠગ લાઈફનું ઓડિયો લોન્ચિંગ પોસ્ટપોન

India-Pakistan War ને કારણે કમલ હસને દેશભક્તિ દર્શાવતા તેની ફિલ્મ 'ઠગ લાઈફ' ના ઓડિયો લોન્ચ ઈવેન્ટને પોસ્ટપોન કરી દીધી છે. કમલ હસને કહ્યું કે, તેમના માટે દેશ પહેલા આવે છે અને બાકીનું બધું પછી આવે છે. Kamal Haasan ના પ્રોડક્શન હાઉસે આ અપડેટ શેર કર્યું અને એમ પણ કહ્યું કે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

મણિરત્નમે કરી છે ડાયરેક્ટ

ઠગ લાઈફ એક એક્શન-ડ્રામા ફિલ્મ છે જેનું દિગ્દર્શન મણિરત્નમ (Mani Ratnam) દ્વારા કરવામાં આવ્યું છે. કમલ હાસને Mani Ratnam સાથે મળીને આ ફિલ્મની પટકથા લખી છે અને તેમાં અભિનય પણ કર્યો છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અગાઉ ટીમે ઠગ લાઈફનો ઓડિયો 16 મેના રોજ લોન્ચ કરવાની યોજના બનાવી હતી, પરંતુ હવે India-Pakistan War ને કારણે પોસ્ટપોન કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ  Operation Sindoor : કાશ્મીરની સ્થિતિ પર ફિલ્મો બનાવવા બોલિવૂડમાં હરિફાઈ, થોકબંધ ટાઈટલ્સ રજિસ્ટર્ડ થયા

શું કહ્યું કમલ હસને ?

Mani Ratnam દ્વારા દિગ્દર્શીત ફિલ્મ ઠગ લાઈફનું ઓડિયો લોન્ચિંગ પોસ્ટપોન કરવામાં આવ્યું છે. જેના પર Kamal Haasan એ કહ્યું કે, દેશ પહેલા આવે છે...બાકી બધું પછી આવે છે. કમલ હસનના પ્રોડક્શન હાઉસ રાજ કમલ ફિલ્મ્સ ઈન્ટરનેશનલ (Raj Kamal Films International) એ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં લખ્યું છે કે, કલા રાહ જોઈ શકે છે. દેશ પહેલા આવે છે. આપણા દેશની સરહદ પરની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે Thug Life ના ઓડિયો લોન્ચને ફરીથી શેડ્યૂલ કરવાનો નિર્ણય લીધો છે. નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે, આ સમયે અમારી સંવેદના સૈનિકો સાથે છે.

આ ઉજવણીનો યોગ્ય સમય નથી- Kamal Haasan

કમલ હસન વતી બહાર પડાયેલા નિવેદનમાં આગળ લખ્યું છે કે, આપણા સૈનિકો આપણી માતૃભૂમિની રક્ષા માટે અતૂટ હિંમત સાથે ફ્રન્ટલાઈન પર ઊભા છે. તો આ ઉજવણી કરવાનો યોગ્ય સમય નથી, પરંતુ શાંતિપૂર્ણ રીતે એકતા દર્શાવવાનો છે. અત્યારે અમારી સંવેદનાઓ આપણા સશસ્ત્ર દળોના બહાદુર પુરુષો અને સ્ત્રીઓ સાથે છે જેઓ આપણા રાષ્ટ્રનું રક્ષણ કરવા માટે સતર્ક છે. દેશના નાગરિકો તરીકે સંયમ અને એકતા સાથે પ્રતિક્રિયા આપવી આપણી ફરજ છે.

આ પણ વાંચોઃ  Operation Sindoor : પેન ઈન્ડિયા સેલેબ્સે આપી પ્રતિક્રિયા, ભારતીય સેનાની કરી પ્રશંસા

 

Tags :
aamir khanaudio launch postponedBollywood reactionsGujarat FirstGUJARAT FIRST NEWSIndia-Pakistan War 2025Kamal HaasanMani Ratnampahalgam terror attackpatriotic decisionRaj Kamal Films InternationalSitare Zameen ParThug life
Next Article