Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India-Pakistan War : શું IPL બાદ Miss World 2025 પણ થઈ શકે છે પોસ્ટપોન ?

India-Pakistan War ને કારણે ભારતમાં અનેક મોટી ઈવેન્ટ્સ પોસ્ટપોન કે કેન્સલ થઈ રહી છે. આ શ્રેણીમાં મિસ વર્લ્ડ કોમ્પિટિશન (Miss World 2025) નો પણ સમાવેશ થઈ શકે છે. વાંચો વિગતવાર.
india pakistan war   શું ipl બાદ miss world 2025 પણ થઈ શકે છે પોસ્ટપોન
Advertisement
  • સતત બીજી વખત યોજાઈ રહેલી Miss World 2025 પર સંકટના વાદળો
  • India-Pakistan War ને કારણે IPL મુલતવી કરવામાં આવી છે
  • મિસ વર્લ્ડ સ્પર્ધાનું શેડ્યૂલ 31 મે સુધી નક્કી કરવામાં આવ્યું છે

India-Pakistan War : એક તરફ યુદ્ધના પડઘમ વાગતા હોય ત્યારે ઉજવણીની શરણાઈઓ ન વગાડવી જોઈએ આ ન્યાયે ભારતમાં અનેક મોટી ઈવેન્ટ્સ અને કોમ્પિટિશન લોન્ચ થઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જે પરિસ્થિતિ છે તેને કારણે તાજેતરમાં જ IPL ને અધવચ્ચે જ મુલતવી કરી દેવાનો નિર્ણય કરાયો છે. IPL ની જેમ જ ભારતમાં અન્ય એક મોટી ઈવેન્ટ યોજાઈ રહી છે જેના પર પણ વિલંબનું ગ્રહણ લાગી શકે છે. આ ઈવેન્ટ છે હૈદરાબાદમાં યોજાનાર મિસ વર્લ્ડ કોમ્પિટિશન (Miss World 2025). આ કોમ્પિટિશનની ઉજવણી માટે આ સમય યોગ્ય ન હોવાનું નિવેદન આવ્યું છે.

Miss World 2025 પર સંકટના વાદળો

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દેશમાં ઘણી મોટી ઈવેન્ટ્સ રદ કરવામાં આવી છે. જેમકે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ને અધવચ્ચે જ મુલતવી રાખવામાં આવી છે. IPL ની જેમ જ ભારતમાં સતત બીજી વખત યોજાઈ રહેલી મિસ વર્લ્ડ સ્પર્ધા (Miss World 2025) પર પણ સંકટના વાદળો છવાઈ રહ્યા છે. આ સ્પર્ધા મે મહિનામાં યોજાવાની હતી. મિસ વર્લ્ડ સ્પર્ધાનું શેડ્યૂલ 31 મે સુધી નક્કી કરવામાં આવ્યું છે. જો કે હવે ભારત રાષ્ટ્ર સમિતિ (Bharat Rashtra Samithi) ના નેતા અને તેલંગાણા જાગૃતિ (Telangana Jagriti) ના પ્રમુખ અને એમએલસી કાલવકુંતલા કવિતા (Kalvakuntala Kavitha) એ રાજ્ય સરકારને હૈદરાબાદમાં યોજાનારી 72મી Miss World 2025 મુલતવી રાખવા વિનંતી કરી છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Miss World (@missworld)

Advertisement

ભવ્ય ઉજવણી માટે યોગ્ય સમય નથી

Kalvakuntala Kavitha એ કહ્યું કે, બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને સંવેદનશીલ વાતાવરણને ધ્યાનમાં રાખીને દેશમાં આટલી મોટી સ્પર્ધાનું આયોજન કરવું યોગ્ય રહેશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, જો આ સ્પર્ધા આ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં થશે તો દેશમાં તેના પ્રત્યે નકારાત્મકતા પેદા થઈ શકે છે. તેણીએ કહ્યું કે, મને લાગે છે કે આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવાનો આ યોગ્ય સમય નથી જ્યારે આપણા સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વિના સરહદ પર આપણી રક્ષા કરવા ઉભા છે.

આ પણ વાંચોઃ  India Pakistan War Situation : બ્રહ્મોસ ફેસેલિટી પર હુમલાનો પાકિસ્તાનનો દાવો ખોટો, S400 ડિફેન્સ સિસ્ટમ સલામત : કર્નલ સોફિયા

તેલંગાણા જાગૃતિના વિવિધ કાર્યક્રમો

ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાના મનોબળને વધારવા અને તેમની કુરબાનીઓના સન્માનમાં તેલંગાણા જાગૃતિ સમૂહ દ્વારા ઈન્દિરા પાર્કથી આરટીસી ક્રોસ રોડ સુધી રેલી પણ યોજવામાં આવી હતી. આ રેલી દ્વારા ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ને વધાવવામાં આવ્યું હતું. આ રેલીમાં તેમણે શહીદ યુવાન ભારતીય સૈનિક મુરલી નાયક (Murali Nayak) ને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચોઃ India Pakistan War Situation : 'ઓપરેશન સિંદૂર'ના જવાબમાં પાકિસ્તાનનું ઓપરેશન 'બુન્યાન ઉલ મારસૂસ', જાણો તેનો અર્થ

Tags :
Advertisement

.

×