ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

INDIAN 2 અને SARFIRA ની ટક્કરમાં પહેલા દિવસે કોણે મારી બાજી, વાંચો અહેવાલ

ગઇકાલે ભારતીય સિનેમા જગતના બે મોટા કલાકાર કમલ હસન અને અક્ષય કુમારની ફિલ્મ RELEASE થઈ હતી. અક્ષય કુમારની SARFIRA અને કમલ હસનની INDIAN 2 સિનેમાઘરોમાં આવી હતી. બંને ફિલ્મો વચ્ચે BOX OFFICE ઉપર ખૂબ જ જોરદાર ટક્કર જોવા મળી રહી...
05:12 PM Jul 13, 2024 IST | Harsh Bhatt
ગઇકાલે ભારતીય સિનેમા જગતના બે મોટા કલાકાર કમલ હસન અને અક્ષય કુમારની ફિલ્મ RELEASE થઈ હતી. અક્ષય કુમારની SARFIRA અને કમલ હસનની INDIAN 2 સિનેમાઘરોમાં આવી હતી. બંને ફિલ્મો વચ્ચે BOX OFFICE ઉપર ખૂબ જ જોરદાર ટક્કર જોવા મળી રહી...

ગઇકાલે ભારતીય સિનેમા જગતના બે મોટા કલાકાર કમલ હસન અને અક્ષય કુમારની ફિલ્મ RELEASE થઈ હતી. અક્ષય કુમારની SARFIRA અને કમલ હસનની INDIAN 2 સિનેમાઘરોમાં આવી હતી. બંને ફિલ્મો વચ્ચે BOX OFFICE ઉપર ખૂબ જ જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અક્ષય કુમારની ફિલ્મ સરફિરાનું ADVANCE BOOKING માં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું ત્યારે બીજી તરફ કમલ હસન અને ડાઇરેક્ટર શંકરની ફિલ્મની કમાણી RELEASE થયા પહેલા જ ખૂબ સારી રહી હતી. હવે આ બંને ફિલ્મોની પહેલા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે. આ ક્લેશમાં કોણ કેટલું આગળ છે, ચાલો જાણીએ આ અહેવાલમાં

કમાણીમાં નબળી રહી SARFIRA

અક્ષય કુમારની ફિલ્મ SARFIRA એક REMAKE ફિલ્મ છે. તે સૂર્યાની ફિલ્મ soorarai pottru થી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે. જ્યારે બીજી તરફ કમલ હસનની ફિલ્મ INDIAN 2 એ INDIAN ફિલ્મની સીકવલ છે. SARFIRA ફિલ્મને લોકો તરફથી ખૂબ જ સારો રિવ્યુ મળી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન સુધા કોંગારાએ કર્યું છે. સરફિરામાં અક્ષય ઉપરાંત રાધિકા મદન અને પરેશ રાવલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મળતી માહિતી અનુસાર ફિલ્મે પહેલા દિવસે માત્ર 2.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

INDIAN 2 ની પહેલા જ દિવસે ધૂમ કમાણી

 

 

 

 

 

 

 

 

 

 

બીજી તરફ આપણે કમલ હસનની ફિલ્મ INDIAN 2 ની વાત કરીએ તો આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના મુદ્દા પર આધારિત છે. 'હિન્દુસ્તાની 2' એ પહેલા દિવસે 25.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દક્ષિણના પ્રખ્યાત નિર્દેશક એસ શંકરે તેનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મમાં કમલ, સિદ્ધાર્થ અને અભિનેત્રી રકુલ પ્રીત ઉપરાંત ઘણા કલાકારો મહત્વના રોલમાં જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, INDIAN 2 ને લોકો તરફથી ખૂબ જ નકારાત્મક REVIEW મળી રહ્યા છે.

આ પણ વાંચો : M M Kreem : પ્રભાસના પિતાએ મને પ્રથમ ફિલ્મ ‘કલ્કિ’માં તક આપી

Tags :
akshay kumarbox officeINDIAN 2Kamal HaasanReviewSarfiraSoorarai Pottru
Next Article