Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Kantara Chapter - 1 સહિત ત્રણ ફિલ્મોની Oscar માં એન્ટ્રી

Oscar માં સામેલ કરાયેલી પ્રોડક્શન હાઉસ હોમ્બલે ફિલ્મ્સની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર મોટી હિટ રહી હતી, અને તેમની પાવરફૂલ સ્ટોરી ટેલીંલ, સાંસ્કૃતિક ઝીણવટ, લેટેસ્ટ ટેકનોલોજી અને ઉત્કૃષ્ટ દ્રષ્ટિકોણ માટે વ્યાપક પ્રશંસા પ્રાપ્ત કરી હતી. ઓસ્કારની જનરલ એન્ટ્રી યાદીમાં તેમનો સમાવેશ થતાં, બંને ફિલ્મો હવે ઘણી મોટી એવોર્ડ કેટેગરીઓમાં તેમના સમાવેશ માટે ચર્ચામાં રહેશે.
kantara chapter   1 સહિત ત્રણ ફિલ્મોની oscar માં એન્ટ્રી
Advertisement
  • ભારતીય ફિલ્મોના વૈશ્વિક દબદબો કાયમ રહ્યો હોવાનું સામે આવ્યું
  • ઓસ્કારની જનરલ એન્ટ્રીમાં હોબલે ફિલ્મ્સને મોટી સફળતા મળી
  • કાંતારા ચેપ્ટર - 1 અને મહાવતાર નરસિમ્હા સહિત એક ફિલ્મની એન્ટ્રી

Indian Films General Entry Into Oscar Award 2026 : ભારતના પ્રખ્યાત અને દૂરંદેશી પ્રોડક્શન હાઉસ હોમ્બલે ફિલ્મ્સે ફરી એકવાર વૈશ્વિક મંચ પર મોટી સફળતા મેળવી છે. હકીકતમાં, તેની 2025 ની બે લોકપ્રિય બનેલી ફિલ્મો, મહાવતાર નરસિંહા અને કાંતારા: પ્રકરણ 1 સહિત પાંચ ફિલ્મોને ઓસ્કારની જનરલ એન્ટ્રીની યાદીમાં સ્થાન મળ્યું છે. આ ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ છે. કાંતારા: પ્રકરણ 1 નું દિગ્દર્શન ઋષભ શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું છે, અને તેનું નિર્માણ વિજય કિરાગંડુર દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે મહાવતાર નરસિંહાનું દિગ્દર્શન અશ્વિન કુમાર દ્વારા કરવામાં આવ્યું છે, અને તેનું પ્રસ્તુતિકરણ હોમ્બલે ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે.

Advertisement

ફિલ્મોને વધુ શોર્ટલિસ્ટ કરવામાં આવશે

પ્રોડક્શન હાઉસ હોમ્બલે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર મોટી હિટ રહી હતી, અને તેમની પાવરફૂલ સ્ટોરી ટેલીંલ, સાંસ્કૃતિક ઝીણવટ, લેટેસ્ટ ટેકનોલોજી અને ઉત્કૃષ્ટ દ્રષ્ટિકોણ માટે વ્યાપક પ્રશંસા પ્રાપ્ત કરી હતી. ઓસ્કારની જનરલ એન્ટ્રી યાદીમાં તેમનો સમાવેશ થતાં, બંને ફિલ્મો હવે ઘણી મોટી એવોર્ડ કેટેગરીઓમાં તેમના સમાવેશ માટે ચર્ચામાં રહેશે. આ કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ વાર્તા/લેખન, શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન અને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી જેવી શ્રેણીઓ શામેલ છે. આ ફિલ્મોને વધુ શોર્ટલિસ્ટ કરવામાં આવશે કે, કેમ તે ઓસ્કાર એકેડેમી દ્વારા નક્કી કરવામાં આવશે.

Advertisement

સતત યોગદાન દર્શાવે છે

અત્રે નોંધનીય છે કે, આ વર્ષની ઓસ્કાર જનરલ એન્ટ્રી લિસ્ટમાં સમાવિષ્ટ પાંચ ભારતીય ફિલ્મોમાંથી બે હોમ્બેલે ફિલ્મ્સની છે. આ હોમ્બેલે ફિલ્મ્સના સતત પ્રભાવ અને ભારતીય સિનેમાની વૈશ્વિક માન્યતામાં તેના સતત યોગદાનને દર્શાવે છે. આ માન્યતા હોમ્બેલે ફિલ્મ્સના સટ્રોંગ સ્ટોરી ટેલીંગને સતત સમર્થન, તેની સર્જનાત્મક સીમાઓને આગળ ધપાવવા, અને ભારતીય સિનેમાને તેની સાચી ઓળખ અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભવ્ય રીતે રજૂ કરવાનું દર્શાવે છે.

આ ફિલ્મોનો જનરલ એન્ટ્રીમાં સમાવેશ કરવામાં આવ્યો

  • Mahavatar Narsimha
  • Kantara Chapter 1
  • Tanvi The Great

આ પણ વાંચો ---------  'પુરુષોને સ્ટ્રૉંગ વુમન પસંદ હોતી નથી', નીના ગુપ્તાએ મર્દોની માનસિકતા પર ઉઠાવ્યો સવાલ

Tags :
Advertisement

.

×