Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India’s Got Latent: NCW સામે રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વ માખીજાએ માંગી માફી

યુટ્યુબર્સ રણવીર અલ્હાબાદિયા ફરી વિવાદમાં રણવીર અલ્હાબાદિયા-અપૂર્વ માખીજાએ માંગી માફી રાષ્ટ્રીય મહિલા આયોગે બંને યુટ્યુબર્સને બોલાવ્યા   India’s Got Latent: યુટ્યુબર્સ રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahbadia)અને અપૂર્વ માખીજાની ( Apoorva Mukhija)મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સમય રૈનાના...
india’s got latent  ncw સામે રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વ માખીજાએ માંગી માફી
Advertisement
  • યુટ્યુબર્સ રણવીર અલ્હાબાદિયા ફરી વિવાદમાં
  • રણવીર અલ્હાબાદિયા-અપૂર્વ માખીજાએ માંગી માફી
  • રાષ્ટ્રીય મહિલા આયોગે બંને યુટ્યુબર્સને બોલાવ્યા

Advertisement

India’s Got Latent: યુટ્યુબર્સ રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahbadia)અને અપૂર્વ માખીજાની ( Apoorva Mukhija)મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સમય રૈનાના શો 'India’s Got Latent' પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ રાષ્ટ્રીય મહિલા આયોગે બંને યુટ્યુબર્સને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે બંનેએ પોતાની ટિપ્પણીઓ બદલ લેખિતમાં માફી માંગી છે. કમિશનના અધ્યક્ષ વિજયા રહાતકરે શુક્રવારે આ માહિતી આપી.

Advertisement

Advertisement

અધ્યક્ષ વિજયા રહાતકરે કહ્યું કે આવી ટિપ્પણીઓને કોઈપણ રીતે સહન કરવામાં આવશે નહીં. ગુરુવારે રણવીર અલ્હાબાદિયા, અપૂર્વ માખીજા, શો મેકર્સ સૌરભ બોથરા અને તુષાર પૂજારી રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) સમક્ષ હાજર થયા. બંને યુટ્યુબર્સની ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી.

આ પણ  વાંચો -'હું થાકી ગઈ છું, પૂરતો આરામ નથી મળ્યો...', પોલીસ પૂછપરછ દરમિયાન રાન્યા રાવે કર્યા આ ખુલાસા

'આવી ટિપ્પણીઓ બિલકુલ અસ્વીકાર્ય છે

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, તુષાર પૂજારી, સૌરભ બોથરા, અપૂર્વ માખીજા અને રણવીર અલ્હાબાદિયા - ચાર લોકો કમિશન સમક્ષ હાજર થયા. કમિશન કોઈપણ પ્રકારની અપમાનજનક ભાષાના ઉપયોગને સહન કરશે નહીં. આવી ટિપ્પણીઓ બિલકુલ અસ્વીકાર્ય છે.' રાહટકરે વધુમાં કહ્યું કે આ લોકોએ તેમની ટિપ્પણીઓ બદલ માફી માંગી છે. સામાજિક અસરને ધ્યાનમાં રાખીને, તેમને નોટિસ જારી કરવામાં આવી હતી.

આ પણ  વાંચો -કંગના શર્મા બની Oops Moment નો શિકાર! હાઈ હીલ્સે આપ્યો દગો, જુઓ Video

લેખિતમાં માફી માંગી

રહાતકરે કહ્યું કે આ લોકોએ આવા નિવેદનો આપવાનું ટાળવું જોઈતું હતું. તે બધાએ પોતાના નિવેદનો બદલ લેખિતમાં માફી માંગી છે. અહેવાલ મુજબ, અલ્હાબાદિયાએ ખાસ કરીને NCW ને ખાતરી આપી હતી કે તેઓ ભવિષ્યમાં વધુ સાવચેત રહેશે. હકીકતમાં, સમય રૈનાના શોમાં માતા-પિતા પર ટિપ્પણી કરવા બદલ રણવીર વિરુદ્ધ ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદિયાને ધરપકડથી વચગાળાનું રક્ષણ પૂરું પાડ્યું છે.

Tags :
Advertisement

.

×