Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એકવાર ફરી સિનેમાઘરોમાં રિલીઝ થશે રૂંવાટા ઉભા કરી દે તેવી Horror Film

ડરનો અનુભવ કરવાની તૈયારીઓ કરો! એકવાર ફરી તુમ્બાડ ફિલ્મ સિનેમાઘરોમાં થશે રિલીઝ ડર અને સસ્પેન્સથી ભરેલી છે તુમ્બાડ ફિલ્મ Tumbbad Re-Release : તાજેતરના સમયમાં, બોલિવૂડ અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જૂની ક્લાસિક ફિલ્મોને ફરીથી રિલીઝ (Re-Release) કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધતો...
એકવાર ફરી સિનેમાઘરોમાં રિલીઝ થશે રૂંવાટા ઉભા કરી દે તેવી horror film
Advertisement
  • ડરનો અનુભવ કરવાની તૈયારીઓ કરો!
  • એકવાર ફરી તુમ્બાડ ફિલ્મ સિનેમાઘરોમાં થશે રિલીઝ
  • ડર અને સસ્પેન્સથી ભરેલી છે તુમ્બાડ ફિલ્મ

Tumbbad Re-Release : તાજેતરના સમયમાં, બોલિવૂડ અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં જૂની ક્લાસિક ફિલ્મોને ફરીથી રિલીઝ (Re-Release) કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે. 2018ની "લૈલા મજનુ," 2004ની તમિલ ફિલ્મ "ઘિલ્લી"નું 4K રીમાસ્ટર્ડ વર્ઝન, અને 2000ની મલયાલમ ફિલ્મ "દેવાદુથન" જેવી કેટલીક ફિલ્મો પુનઃપ્રદર્શન માટે ફરીથી રિલીઝ કરવામાં આવી છે અને આ ફિલ્મોને દર્શકોનો પ્રેમ અને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી છે. હવે આ કડીમાં વધુ એક ફિલ્મનું નામ જોડાવા જઇ રહ્યું છે. આ ફિલ્મ કઇ છે જે ફરી રિલીઝ માટે તૈયાર છે આવો જાણીએ આ આર્ટિકલમાં...

તુમ્બાડ એકવાર ફરી થશે રિલીઝ

તલવાર અને સિમરન જેવી ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકાઓમાં જોવા મળેલા સોહમ શાહે જ્યારે 'તુમ્બાડ' (Tumbbad) દર્શકો સુધી પહોંચાડી, ત્યારે થિયેટરમાં લોકોને ડરના કારણે પરસેવો આવી ગયો હતો. આ ફિલ્મને IMDb પર 8.2 ની ઊંચી રેટિંગ મળી છે. હાલમાં આ ફિલ્મ ફરીથી ચર્ચામાં છે, કારણ કે 'તુમ્બાડ' 30 ઓગસ્ટે ફરી એકવાર સિનેમાઘરોમાં રજૂ થવાની છે. 2018માં જ જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી, ત્યારે પ્રેક્ષકોને એક અનોખો અનુભવ થયો હતો. આ ફિલ્મને વિવેચકો તરફથી બેહદ સારા પ્રતિસાદ મળ્યા હતા અને તેણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીતી લીધા હતા. જણાવી દઇએ કે, હોરર ફિલ્મો ભારતીય દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. આ વર્ષે રિલીઝ થયેલી બે હોરર ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત 'સ્ત્રી 2' હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને રૂ. 500 કરોડના આંકડા તરફ વધી રહી છે. આ પહેલા હોરર-કોમેડી 'મુંજ્યા'એ પણ દર્શકોને ડરાવ્યું હતું અને બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. આ હોરર ફિલ્મોના ટ્રેન્ડ વચ્ચે, સોહમ શાહે તેની ફિલ્મ 'તુમ્બાડ'ને ફરીથી થિયેટરોમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. જે દર્શકો માટે એકવાર ફરી મોટા પડદે હોરર ફિલ્મની મજાને વધારે તો નવાઈ નથી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Sohum Shah (@shah_sohum)

Advertisement

ફિલ્મને બનાવવામાં 7 વર્ષનો સમય લાગ્યો

તમે જાણો છો કે 'તુમ્બાડ' (Tumbbad) ને પૂરી કરવા માટે 7 વર્ષનો સમય લાગ્યો હતો? ફિલ્મના નિર્માણમાં અનેક અડચણો આવી, જેના કારણે સોહમ શાહને પોતાની માલિકીની કાર, ફ્લેટ અને પ્રોપર્ટી વેચવી પડી હતી. ફિલ્મ બનાવવાની પ્રક્રિયા લાંબી ચાલતી રહેતાં, ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો, નિર્માતાઓ અને નિર્દેશકોએ અન્ય પ્રોજેક્ટ્સ છોડી દીધા. સોહમ શાહે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે માની લીધું હતું કે આ ફિલ્મ ક્યારેય પૂર્ણ થશે નહીં, પરંતુ ફિલ્મને દર્શકો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદે તેમને અચંબામાં મૂકી દીધા હતા.

તુમ્બાડની અનોખી વાર્તા

'તુમ્બાડ'ની વાર્તા 1918ના મહારાષ્ટ્રના એક નાના ગામ તુમ્બાડમાં શરૂ થાય છે. અહીં, વિનાયક (સોહમ શાહ) તેની માતા અને ભાઈ સાથે રહે છે. ગામમાં એક પ્રાચીન ખજાનાની વાર્તા ચાલી આવે છે, જે વિનાયક અને તેની માતા શોધવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન એવી ઘટનાઓ બને છે કે વિનાયકની માતા તેને પુણે લઈ જવા મજબૂર થાય છે. 15 વર્ષ પછી, વિનાયક ગામ પરત આવે છે અને ખજાનાની શોધ ચાલુ રાખે છે, જ્યાં તેનો સામનો હસ્તર નામના પ્રાચીન પ્રાણીથી થાય છે. હસ્તરને તેના લોભ અને ભૂખને કારણે શ્રાપ મળ્યો છે કે તેની ક્યારેય પૂજા કરવામાં આવશે નહીં. વિનાયક આ ખજાનો મેળવવા માટે કઈ રીતે પોતાના લોભને કાબૂમાં રાખે છે અને શું ખજાનો મેળવી શકશે? આ બધું જાણવા માટે તમે આ ફિલ્મને 30 ઓગસ્ટે થિયેટરોમાં અથવા પ્રાઈમ વીડિયો પર જોઈ શકો છો.

આ પણ વાંચો:  શાનદાર STREE ની બોક્સ ઓફિસ ઉપર આંધળી કમાણી, 11 દિવસમાં આંકડો 500 કરોડને પાર!

Tags :
Advertisement

.

×