Tanya Mittal Controversy : લાગણી દુભાય તેવી સાડી પહેરતા રોષ વ્યાપ્યો !
- Tanya Mittal Controversy ફરી વિવાદમાં આવી છે
- તાન્યાની સાડીના પાલવમાં ભગવાનો ફોટો જણાયો
- આ પાલવથી તેણીએ પરસેવો લુંછ્યો હોવાનું સામે આવ્યું
- ચંદ્રિકા દીક્ષિતે આ મામલે અવાજ બુલંદ કરતા વિરોધ કર્યો
Tanya Mittal Controversy : વડા પાવ ગર્લ ચંદ્રિકા દીક્ષિત (Vada Pav Girl - Chandrika Dixit) હંમેશા કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ આઉટલેટ્સ સુધી, ચંદ્રિકા વિશે ઘણી ચર્ચા થાય છે. આ દરમિયાન, ચંદ્રિકાએ હવે લાગણી દુભાય તેવી વિવાદીત સાડી પહેરવા બદલ તાન્યા મિત્તલને યોગ્ય જવાબ આપ્યો છે. જેને લઇને હવે આ વિરોધમાં અન્ય લોકો પણ ઇન્ટરનેટમાં જોડાયા છે.
આ પણ વાંચો --------- Yo Yo Honey Singh ના દિલ્હી કોન્સર્ટમાં બબાલ, સિંગરની સામે જ એક બીજાને મારી લાતો, વીડિયો થયો વાયરલ
Tanya Mittal Controversy, કોઇ વ્યક્તિગત દુશ્મનાવટ નથી
વાસ્તવમાં, વડા પાવ ગર્લએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ શેર કર્યો છે, જેમાં તાન્યા મિત્તલ અને એકતા કપૂર છે. વિડિઓ શેર કરતા, ચંદ્રિકાએ તેને કેપ્શન આપ્યું છે, "વાહ, તાન્યા જી." વિડિઓ વિશે બોલતા, વડા પાવ ગર્લ જાહેર કરે છે કે, તેણીને તાન્યા મિત્તલ પ્રત્યે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી.
View this post on Instagram
Tanya Mittal Controversy, સાડીના પાલવ પર ભગવાન જણાયા
ચંદ્રિકાએ આગળ કહ્યું કે, તાન્યાના એક વિડિઓમાં કંઈક એવું છે, જે તાજેતરમાં તેની નજરમાં આવ્યું છે, "તમે પણ તે જોયું હશે. આ વિડિઓમાં, તાન્યા મિત્તલ તેની સાડીના પાલવથી કોઈનો ચહેરો લૂછતી જોવા મળે છે." તે એક સારી વાત છે કે, તે કોઈને મદદ કરી રહી છે, પરંતુ તેમાં ભગવાનનો ફોટો જોવા મળી રહ્યો છે, જે તેના સાડીના પાલવ પર જોવા મળી રહ્યો છે.
તો મને દફનાવી દેત...!
વડાપાંવ ગર્લએ આગળ કહ્યું, "કાં તો તાન્યાજી, તમે ભાનમાં નહોતા, અથવા તે એકતા કપૂર છે, તેથી બધું વાજબી છે. તેણે ખરેખર ભગવાનના ફોટા વાળા પાલવથી પરસેવો લુછ્યો હતો. અને અત્યાર સુધી કોઈએ કંઈ કહ્યું નથી, ફક્ત પ્રશંસા કરી છે. પણ હું તમને સત્ય કહું છું, તાન્યાજી, જો મેં પણ એવું જ કર્યું હોત, અથવા મારો પોતાનો પરસેવો લૂછ્યો હોત, તો આ મીડિયાવાળા મને દફનાવી દેત, મને જીવતી ન છોડત, તેઓ મને મારી નાખત."
વિવાદ વકરવાની શક્યતા
ચંદ્રિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તાન્યાની વાત કરીએ તો, લોકોએ તેના વખાણ કર્યા છે. હવે ચંદ્રિકાનો આ વીડિયો સામે આવ્યા પછી આ વિવાદ વધે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તાન્યા કોઇને કોઇ કારણોસર પોતાની જાતને સતત ચર્ચામાં રાખે છે, તાન્યા અને વિવાદનો જૂનો નાતો રહ્યો છે, જે ઇન્ટરનેટ યુઝર્સ જાણે જ છે.
આ પણ વાંચો --------- Vada Pav Girl Chandrika Dixit ટ્રોલર્સથી ખફા, કહ્યું, 'તમે વ્યુઝ માટે...!'


