Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL 2026 : મેચ બાદ કરીના કપૂરનો પિત્તો છટક્યો, લિફ્ટ બહાર જ તડાફડી

IPL 2026, મેચ જોયા બાદ અભિનેત્રી અને તેના પરિવારને કડવો અનુભવ થયો હોવાનો વીડિયો સામે આવ્યો છે, કરીના મેચમાંથી સારા મૂડમાં બહાર આવી હતી. તે સ્ટેડિયમની અંદર લિફ્ટની રાહ જોઈ રહી હતી, ત્યારે અચાનક ચાહકોની ભીડ તેને ઘેરી લીધી અને ફોટા પડાવવા લાગ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, ચાહકો કરીના અને પરિવાર સાથે શિષ્ટાચાર વિના ફોટા પડાવતા હતા
ipl 2026   મેચ બાદ કરીના કપૂરનો પિત્તો છટક્યો  લિફ્ટ બહાર જ તડાફડી
Advertisement
  • IPL 2026, મેચ જોયા બાદ અભિનેત્રી અને તેના પરિવારને કડવો અનુભવ
  • સ્ટાર કપલને જોતા ચાહકો બેકાદુ બન્યા, કરીનાનો ગુસ્સો સાતમાં આસમાને
  • કરીના અને તેના સ્ટાફે સ્થળ પર જ વિરોધ શરૂ કરી દીધો હતો

IPL 2026 : કરીના કપૂરને બોલીવુડની સૌથી સ્ટાઇલિશ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની (Bollywood Actress - Kareena Kapoor) એક માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વાસ્તવિક જીવનમાં અભિનેત્રીનો ગુસ્સો ચહેરો જોયો છે ? તાજેતરમાં, કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), તેના પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan), પુત્રો તૈમૂર અને જેહ અને સાવકા પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે, મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (MI Vs RCB Match - Wankhede Stadium, Mumbai) મેચમાં હાજરી આપી હતી. ચાહકોએ તેના આખા પરિવારને લિફ્ટ પાસે ઘેરી લીધો હતો, જેના કારણે કરીના ચિડાઈ ગઈ હતી, અને સ્થળ પર જ તડાફડી બોલાવી દીધી હતી.

IPL 2026, કરીના અને સ્ટાફ ગુસ્સે થયા

હકીકતમાં, કરીના મેચમાંથી સારા મૂડમાં બહાર આવી હતી. તે સ્ટેડિયમની અંદર લિફ્ટની રાહ જોઈ રહી હતી, ત્યારે અચાનક ચાહકોની ભીડ તેને ઘેરી લીધી અને ફોટા પડાવવા લાગ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, ચાહકો કરીના અને તેના આખા પરિવાર સાથે કોઈપણ પ્રકારની શિષ્ટાચાર વિના ફોટા પડાવતા હતા, જેના કારણે હાજર દરેક વ્યક્તિ અસ્વસ્થતા અનુભવે છે. આનાથી કરીના અને તેના સ્ટાફ ગુસ્સે થયા, અને વીડિયોમાં, તે ગુસ્સાથી તેમને પ્રશ્ન કરતા જોઈ શકાય છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો ------------- Samay Raina ના શો ને લઇને Mukesh Khanna ના તીખા પ્રહાર, કહ્યું 'આખો દેશ....!'

IPL 2026, વીડિયો વાયરલ થયો

ભીડે કરીના અને તેના આખા પરિવારને ઘેરી લીધો હતો, જે કરીનાને બિલકુલ ગમ્યું નહીં. તેણે સ્ટાફ અથવા ટીમના સભ્યોને પ્રશ્ન કર્યો હતો. આ જોઈને, સૈફે પણ પૂછ્યું, "શું ચાલી રહ્યું છે?" ત્યારબાદ, આખો પરિવાર ઝડપથી લિફ્ટમાં જતો રહ્યો હતો. આ દરમિયાન, કરીનાનો ગુસ્સો ખૂબ જ વધી ગયો હતો, કારણ કે, વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે ચાહકો તેને ખૂબ જ અસ્વસ્થતાનો અહેસાસ કરાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મેચમાં ખુબ ખુશ નજરે પડી હતી કરીના

હાલમાં IPL 2026 ચાલી રહી છે, અને આખો પટૌડી પરિવાર - કરીના કપૂર, તેના બે પુત્રો તૈમૂર અને જેહ, સૈફ અલી ખાન અને સાવકા પુત્ર ઇબ્રાહિમ અલી ખાન - બધા મેચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. મેચ દરમિયાન કરીના મેચનો આનંદ માણતી હોય તેવા ઘણા ફોટા સામે આવ્યા હતા, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી.

આ પણ વાંચો ------------- IPL 2026 : ચાલુ સિઝનમાં CSK અને GT ની મેચનું સ્થળ બદલાયું, જાણો કારણ

Tags :
Advertisement

.

×