ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

MARVEL ની ફિલ્મોમાં નવા અવતારમાં પાછો ફરી રહ્યો છે 'IRON MAN'

MARVEL અને તેની AVENGERS ની ફિલ્મો વિશ્વભરમાં પ્રચલિત છે.  AVENGERS ના દરેક સુપરહીરોને દુનિયાના ખૂણે ખૂણે રહેલા લોકો જાણે છે. પરંતુ તેમાં પણ કોઈ સૌથી લોકપ્રિય હોય તો તે IRON MAN છે. ફિલ્મોમાં IRON MAN ની ભૂમિકા રોબર્ટ ડાઉની જુનિયર...
01:56 PM Jul 28, 2024 IST | Harsh Bhatt
MARVEL અને તેની AVENGERS ની ફિલ્મો વિશ્વભરમાં પ્રચલિત છે.  AVENGERS ના દરેક સુપરહીરોને દુનિયાના ખૂણે ખૂણે રહેલા લોકો જાણે છે. પરંતુ તેમાં પણ કોઈ સૌથી લોકપ્રિય હોય તો તે IRON MAN છે. ફિલ્મોમાં IRON MAN ની ભૂમિકા રોબર્ટ ડાઉની જુનિયર...

MARVEL અને તેની AVENGERS ની ફિલ્મો વિશ્વભરમાં પ્રચલિત છે.  AVENGERS ના દરેક સુપરહીરોને દુનિયાના ખૂણે ખૂણે રહેલા લોકો જાણે છે. પરંતુ તેમાં પણ કોઈ સૌથી લોકપ્રિય હોય તો તે IRON MAN છે. ફિલ્મોમાં IRON MAN ની ભૂમિકા રોબર્ટ ડાઉની જુનિયર ભજવે છે. રોબર્ટ ડાઉની જુનિયરની માત્ર વિદેશમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ભારે ફેન ફોલોઈંગ છે. હવે MARVEL અને ROBERT DOWNEY JUNIOR ને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ વિશ્વભરના MARVEL FANS ખુશીથી ઝૂમી ઉઠયા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

AVENGERS DOOMSDAY માં દેખાશે ROBERT DOWNEY JUNIOR

જી હા ROBERT DOWNEY JUNIOR એટલે કે RDJ હવે AVENGERS ની ફિલ્મો તરફ પાછા ફરી રહ્યા છે. RDJ ટૂંક સમયમાં AVENGERS DOOMSDAY માંથી વિક્ટર વોન ડૂમ તરીકે માર્વેલ યુનિવર્સ પર પાછા ફરશે. એવેન્જર્સે થોડા સમય પહેલા પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો ક્લિપ શેર કરીને આ જાણકારી આપી હતી.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોબર્ટ ડાઉની માસ્ક પહેરેલો જોવા મળી રહ્યો છે અને તેણે પોતાના ચહેરા પરથી માસ્ક હટાવતા જ હંગામો મચી ગયો છે. ત્યાં હાજર દરેક વ્યક્તિ જોરથી બૂમો પાડવા લાગે છે.

વિશ્વભરના MARVEL ના FANS RDJ ની વાપસી બાદ ખૂબ જ ખુશ છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ વર્ષ 2026 માં RELEASE થવા માટે તૈયાર છે.

AVENGERS DOOMSDAY અને AVENGERS SECRET WARS ની જાહેરાત

આ ઈવેન્ટમાં એક નહીં પરંતુ 2-2 ખુશખબરી MARVEL ના ફેન્સને મળી છે. આ ઈવેન્ટમાં AVENGERS DOOMSDAY ની RELEASE DATE વર્ષ 2026 માં નક્કી કરી છે. તે ઉપરાંત તેના જ એક જ વર્ષ બાદ AVENGERS SECRET WARS ફિલ્મ RELEASE થશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રોબર્ટ ડાઉની જુનિયર હોલીવુડનું એક મોટું નામ છે, જેની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. તમને જણાવી દઈએ કે રોબર્ટ ડાઉની જુનિયરે વર્ષ 1992માં ચેપ્લિન જેવી ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, તેણે માર્વેલ ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાં સુપરહીરો આયર્ન મૅનની ભૂમિકા ભજવી, જેણે તેને વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી.

આ પણ વાંચો : Firoz Khan-એક અનોખો ફિલ્મ મેકર

Tags :
AVENGERSAVENGERS DOOMSDAYAVENGERS SECRET WARSCOMICShollywoodIron ManMARVELRDJROBERT DOWNEY JUNIORRUSSOW BROTHERSSUPER HEROES
Next Article