Salman Khan : શું રાજનીતિમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે 59 વર્ષીય સલમાન ખાન? રહસ્યમયી તસ્વીરે જગાવી ચર્ચા
- બોલિવૂડનો સુલતાન રાજનીતિમાં કરશે એન્ટ્રી?
- સલમાનની ઈન્સ્ટાગ્રામની સ્ટોરીને લઈને જાગી ચર્ચા
- સ્ટોરીમાં ફોટો મુકીને સલમાને લખ્યું, નવા ક્ષેત્રમાં એન્ટ્રી
- આગામી ફિલ્મમાં રાજકારણીનો રોલ નિભાવે તેવી પણ શક્યતા
Salman Khan in Politics : બોલિવૂડનો સુલતાન એટલે કે, સલમાન ખાન હાલ ચર્ચામાં આવ્યો છે.અભિનેતા સલમાન ખાન તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માટે સમાચારમાં છે. તેણે એક રહસ્યમય તસવીર શેર કરી છે, જેમાં તે ભીડ સામે હાથ જોડીને ઉભો છે. આ તસવીરમાં તેનો ચહેરો દેખાતો નથી. તેણે કેપ્શનમાં લખ્યું છે, "એક નવા ક્ષેત્રમાં મળીશું."
તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ
આ તસવીર સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે અને ચાહકોમાં ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. ઘણા લોકો માને છે કે આ તેમની આગામી ફિલ્મ 'દબંગ 4' નો ભાગ હોઈ શકે છે. 'દબંગ 3' પછી, એવા અહેવાલો આવ્યા હતા કે 'ચુલબુલ પાંડે'નું પાત્ર રાજકારણમાં પ્રવેશ કરી શકે છે, અને આ નવી તસવીર જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન આગામી ફિલ્મમાં રાજકારણીની ભૂમિકા ભજવી શકે છે.
સલમાન ખાન રાજકારણમાં એન્ટ્રી કરશે?
જ્યારે ઘણા ફેંસ એવી વાત પણ કરી રહ્યા છે કે, સલમાન ખાન રાજકારણમાં એન્ટ્રી કરશે. જો કે, આવનારો સમય જ જણાવશે કે, સલમાન ખાન ફિલ્મમાં નેતા બનશે કે અસલી પણ રાજકારણમાં ઝંપલાવશે? આ તસવીર વાયરલ થયા પછી, સોશિયલ મીડિયા પર 'દબંગ 4' વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. સલમાનના ચાહકો આ પોસ્ટ પર સતત ટિપ્પણીઓ કરી રહ્યા છે અને તેમને શુભકામનાઓ આપી રહ્યા છે.
એક નવા અવતારમાં મળશે જોવા!
સલમાન ખાન ટૂંક સમયમાં ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'માં એક નવા અવતારમાં જોવા મળશે, જેમાં તેની સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પણ હશે. આ ઉપરાંત, તે ઓગસ્ટ 2025માં ટીવીના લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 19'નું પણ હોસ્ટ કરશે, જેનો પ્રોમો પહેલાથી જ રિલીઝ થઈ ગયો છે.
આ પણ વાંચો : 'મને આત્મહત્યા કરવાનો વિચાર આવતો હતો', ધનશ્રીથી છૂટાછેડા પર ચહલે તોડી ચુપ્પી