Shubman Gill આ બોલીવુડ એક્ટ્રેસને કરે છે ડેટ? ચિયરઅપ કરતી જોવા મળી આ અભિનેત્રી
- શુભમનનું નામ હવે કોની સાથે જોડાયું છે?
- સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર
- અવનીત કૌરના કરી રહી છે ગિલ ડેટ
Shubman Gill : ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી શુભમન ગિલ(Shubman Gill) ઘણીવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.હવે જ્યારે શુભમનનું નામ મનોરંજન ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ સાથે જોડાશે,ત્યારે સ્વાભાવિક છે કે તેના વિશે ચર્ચા થશે. જાણો તાજેતરમાં શુભમનનું નામ હવે કોની સાથે જોડાયું છે?
શુભમન ગિલ અને અવનીત કૌર
સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં શુભમન ગિલ અને અવનીત કૌરના ડેટિંગનો( Avneet Kaur Dating Shubman Gill) ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ શેર કરતી વખતે લખવામાં આવ્યું હતું કે અવનીત કૌરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમના ફોટા શેર કર્યા છે અને તે પછી તેના અને શુભમન ગિલ વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
View this post on Instagram
ફેન્સે લગાવ્યું અનુમાન
પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું હતું કે ફેન્સે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની અટકળો લગાવી છે. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ અવનીત નિર્માતા રાઘવ શર્માને ડેટ કરી રહી છે. તમને જણાવી દઈએ કે શુભમન કે અવનીતે હજુ સુધી આ ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ફક્ત અવનીત કૌર જ નહીં, આ પહેલા પણ શુભમનનું નામ બે એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે.
View this post on Instagram
આ પણ વાંચો -Ravindra Jadeja એ નિવૃત્તિ પર તોડ્યું મૌન! ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
સારા તેંડુલકર અને સારા અલી ખાન સાથે જોડાયું શુભમનનું નામ
અવનીત પહેલા શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંનેને ઘણી વાર સાથે જોવામાં આવ્યા છે, પરંતુ શુભમન કોઈની સાથે રિલેશનશિપમાં છે કે નહીં તેની ક્યારેય પુષ્ટિ થઈ નથી. જો આપણે શુભમન ગિલ વિશે વાત કરીએ, તો આ સમયે શુભમન દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચનો ભાગ છે.
આ પણ વાંચો -IPL માં તમાકુ-દારૂની જાહેરાતો પર પ્રતિબંધની ઉઠી માગ
અવનીત કૌરની જોરદાર ફેન ફોલોઈંગ
આ સાથે, જો આપણે અવનીત વિશે વાત કરીએ, તો અવનીત કૌર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ સાથે પોતાના વિશે અપડેટ્સ શેર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ પર અવનીતને લગભગ 31 મિલિયન લોકો ફોલો કરે છે. ફેન્સ પણ તેમના સંબંધિત અપડેટ્સની આતુરતાથી રાહ જુએ છે