ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રણબીર કપૂરના કરીઅરની સૌથી સફળ ફિલ્મ બની ANIMAL, DANGAL અને GADAR 2 ને પણ છોડી પાછળ

રણબીર કપૂર અને બોબી દેઓલની 'ANIMAL' એ સિનેમાઘરોમાં 10 દિવસ પૂરા કર્યા છે અને ફિલ્મ હજુ પણ દર્શકોને પ્રભાવિત કરી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. 63 કરોડની કમાણી સાથે બોક્સ ઓફિસ પર બમ્પર...
10:06 AM Dec 11, 2023 IST | Harsh Bhatt
રણબીર કપૂર અને બોબી દેઓલની 'ANIMAL' એ સિનેમાઘરોમાં 10 દિવસ પૂરા કર્યા છે અને ફિલ્મ હજુ પણ દર્શકોને પ્રભાવિત કરી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. 63 કરોડની કમાણી સાથે બોક્સ ઓફિસ પર બમ્પર...

રણબીર કપૂર અને બોબી દેઓલની 'ANIMAL' એ સિનેમાઘરોમાં 10 દિવસ પૂરા કર્યા છે અને ફિલ્મ હજુ પણ દર્શકોને પ્રભાવિત કરી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. 63 કરોડની કમાણી સાથે બોક્સ ઓફિસ પર બમ્પર શુરૂઆત કરનાર  'ANIMAL' સતત રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ 1 ડિસેમ્બર, શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારબાદ ફિલ્મે બે દિવસમાં રૂ. 100 કરોડ, ચાર દિવસમાં રૂ. 200 કરોડ અને એક સપ્તાહની અંદર રૂ. 300 કરોડનો આકર્ષક આંકડો પાર કર્યો હતો.

આજે દસમા દિવસે ફિલ્મે 400 કરોડ રૂપિયાનો જબરદસ્ત આંકડો પાર કરી લીધો છે અને સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આટલું જ નહીં, આ ફિલ્મે 400 કરોડનો આંકડો પાર કર્યો છે અને બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરનાર ઘણી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.

બોલીવૂડની સફળ ફિલ્મોને છોડી પાછળ 

 

પ્રાપ્ત થતી માહિતી મુજબ, રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની 'ANIMAL' એ તેની રિલીઝના 10 મા દિવસે ભારતમાં 37 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે શાહરૂખ ખાનની બીજા રવિવારની કમાણી કરતાં વધુ છે. ઉપરાંત, આ ફિલ્મે કમાણીના મામલામાં આમિર ખાનની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ DANGAL જેને ભારતમાં 387.38 કરોડની કમાણી કરી હતી તેને પાછળ છોડી દીધી છે. સાથે સાથે ફિલ્મે સની દેઓલની 'GADAR 2' ના વર્લ્ડવાઈડ કલેક્શન 686 કરોડને પછાડીને કુલ 697 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર રણબીર કપૂરની પહેલી ફિલ્મ બની ANIMAL

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ANIMAL એ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મ 2023ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે, જે હજુ સુધી શાહરૂખ ખાન (SRK)ની 'જવાન'ના કલેક્શનને વટાવી શકી નથી. જો કે, ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે અને ફિલ્મના ગીતો પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

 ખાસ વાત એ છે કે આ ફિલ્મ દેશમાં 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર રણબીર કપૂરની પહેલી ફિલ્મ બની છે અને તે તેની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ છે.

આ પણ વાંચો -- હિના ખાનની ફિલ્મ THE COUNTRY OF BLIND ઓસ્કર માટે થઈ નોમિનેટ

Tags :
anil kapoorAnimalBOBBY DEOLDANGAL 2GadarRanbir KapoorRashmika MandanaSANDEEP REDDY WANGA
Next Article