Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jailer 2 Announcement : રજનીકાંતની આ ધમાકેદાર એક્શન જોઈ ભૂલી જશો પુષ્પા 2 અને KGF

રજનીકાંતની ફિલ્મોની તેમના ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. હવે તેમને આગામી ફિલ્મ 'જેલર 2'નું અનાઉંસમેન્ટ ટીઝર મંગળવારે મકરસંક્રાંતિના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું હતું. 4 મિનિટના આ પ્રોમોમાં રજનીકાંતના જબરદસ્ત એક્શન દ્રશ્યો જોવા મળે છે.
jailer 2 announcement   રજનીકાંતની આ ધમાકેદાર એક્શન જોઈ ભૂલી જશો પુષ્પા 2 અને kgf
Advertisement
  • રજનીકાંતની 'Jailer 2'નું અનાઉંસમેન્ટ ટીઝર રિલીઝ
  • મકરસંક્રાંતિ પર 'Jailer 2'નો ધમાકેદાર પ્રોમો
  • રજનીકાંતના શાનદાર એક્શન સાથે 'Jailer 2' ટીઝર
  • 4 મિનિટના પ્રોમોથી ચાહકોમાં જાગ્યો ઉત્સાહ
  • 'Jailer'ની સફળતા પછી હવે 'Jailer 2' માટે જોવા રહી છે રાહ
  • નેલ્સન દિલીપકુમારના દિગ્દર્શનમાં 'Jailer 2'

Jailer 2 Announcement : રજનીકાંતની ફિલ્મોની તેમના ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. હવે તેમને આગામી ફિલ્મ 'જેલર 2'નું અનાઉંસમેન્ટ ટીઝર મંગળવારે મકરસંક્રાંતિના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું હતું. 4 મિનિટના આ પ્રોમોમાં રજનીકાંતના જબરદસ્ત એક્શન દ્રશ્યો જોવા મળે છે. ફિલ્મના નિર્માણ સન પિક્ચર્સે કર્યું છે, જેના દિગ્દર્શક નેલ્સન દિલીપકુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટીઝર શેર કર્યું છે. નેલ્સને તેમના કેપ્શનમાં રજનીકાંતના યોગદાન માટે તેમનો આભાર માન્યો છે.

'જેલર 2'નું અનાઉંસમેન્ટ ટીઝર રિલીઝ

નેલ્સન દિલીપકુમારે તેમની પોસ્ટમાં અનાઉંસમેન્ટ ટીઝર રિલીઝ કરી, લખ્યું કે, "એકમાત્ર સુપરસ્ટાર થલાઇવર રજનીકાંત સર, સન પિક્ચર્સના કલાનિથિમરન સર અને સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર સાથે 'જેલર 2' પર કામ કરવાની ખુશી છે." દિગ્દર્શકે તેમની ટીમના સભ્યો વિજય કાર્તિક કન્નન, નિર્મલ, કિરણડીઆરકે, પલ્લવી સિંહ, ચેતન, શિવમ સી. કાબિલન અને સુરેનનો પણ આભાર માન્યો હતો. આ પોસ્ટે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે.

Advertisement

Advertisement

પ્રોમોમાં રજનીકાંતનો શાનદાર પ્રવેશ

પ્રોમો નેલ્સન અને અનિરુદ્ધની સ્ક્રિપ્ટ પરની ચર્ચાથી શરૂ થાય છે. આ દરમિયાન પ્રેક્ષકોને કેટલાક લોકોને કુહાડી અને બંદૂકથી હત્યા કરવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળે છે. પછી રજનીકાંત હાથમાં બંદૂક લઈને ફ્રેમમાં પ્રવેશ કરે છે અને તેઓ તમામ રક્તપાત પાછળ પોતાનું જ નામ ઉમેરે છે. ટીઝરનો અંત ત્યારે થાય છે જ્યારે રજનીકાંત દુશ્મનો પર બોમ્બ ફેંકીને પોતાને 'ટાઇગર મુથુવેલ પાંડિયન' તરીકે રજૂ કરે છે અને તેમના ડાયલોગ "રુકો ટાઇગર કા હુકુમ" સાથે પ્રોમો પૂરો થાય છે.

'જેલર'ની સફળતા બાદ જેલર 2 માટે ચાહકો ઉત્સુક

ઉલ્લેખનીય છે કે, 2023માં રિલીઝ થયેલી 'જેલર'ના પહેલા ભાગે ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ધૂમ મચાવી હતી. આ ફિલ્મે ભારતમાં 348.55 કરોડ અને વિશ્વભરમાં 604.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'જેલર 2'ના અનાઉંસમેન્ટ ટીઝરે ચાહકોની અપેક્ષાઓમાં વધારો કર્યો છે. જોકે, ફિલ્મની રિલીઝ તારીખ ટીઝરમાં જાહેર કરવામાં આવી નથી, જેના માટે ચાહકો ઉત્સુક છે.

આ પણ વાંચો :  યુવરાજ સિંહના પિતાએ આમિર ખાનની 'તારે જમીન પર' ફિલ્મને ગણાવી 'બકવાસ'

Tags :
Advertisement

.

×