Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Jan Nayakan Film Controversy : સુપરસ્ટાર વિજયની છેલ્લી ફિલ્મ 'જન નાયકન' કેમ વિવાદમાં ફસાઈ?જાણો સમગ્ર મામલો

દક્ષિણના સુપરસ્ટાર થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ 'જન નાયકન' હાલ કાયદાકીય વિવાદોમાં ઘેરાઈ છે. સેન્સર બોર્ડે ફિલ્મમાં રહેલી રાજકીય ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવતા સર્ટિફિકેટ રોકી રાખ્યું છે. વધુમાં, ધાર્મિક લાગણી દુભાવવાના આક્ષેપો સાથે આ મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે, જ્યાં 21 જાન્યુઆરીએ સુનાવણી થશે. ફિલ્મના નિર્માતાઓએ સ્પષ્ટતા કરી છે કે વારંવારના વિલંબથી રિલીઝ અટકી છે, જેના કારણે કેરળ અને તમિલનાડુમાં ચાહકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
jan nayakan film controversy   સુપરસ્ટાર વિજયની છેલ્લી ફિલ્મ  જન નાયકન  કેમ વિવાદમાં ફસાઈ જાણો સમગ્ર મામલો
Advertisement
  • થલાપતિ વિજયની ફિલ્મ 'જન નાયકન' હાલ વિવાદમાં (Jan Nayakan Film Controversy ) 
  • આ 'જન નાયકન' ફિલ્મ પર સેન્સર બોર્ડને છે આપત્તિ
  • આ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ઇશ્યું કરાયું નથી

દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયની બહુ પ્રતિક્ષિત ફિલ્મ 'જન નાયકન' હાલમાં કાયદાકીય મુશ્કેલીઓ અને સેન્સર બોર્ડના વિવાદોને કારણે સમાચારમાં છે. 9 જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મ સેન્સર સર્ટિફિકેટમાં વિલંબ અને રાજકીય ટિપ્પણીઓના કારણે હવે અનિશ્ચિત કાળ માટે પાછી ઠેલાઈ છે.

Jan Nayakan Film Controversy :  સેન્સર બોર્ડનો વાંધો અને વિલંબનું કારણ

આ ફિલ્મ 18 ડિસેમ્બર, 2025ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને સોંપવામાં આવી હતી. જોકે, સેન્સર બોર્ડે ફિલ્મના કેટલાક દ્રશ્યો અને સંવાદો સામે વાંધો ઉઠાવ્યો છે. બોર્ડનું માનવું છે કે ફિલ્મમાં એવી રાજકીય ટિપ્પણીઓ છે જે વિવાદ પેદા કરી શકે છે. વિજયે તાજેતરમાં જ પોતાનો રાજકીય પક્ષ 'તમિલગા વેત્રી કઝગમ' શરૂ કર્યો હોવાથી, રાજકારણમાં પ્રવેશતા પહેલા 'જન નાયકન' તેમની છેલ્લી ફિલ્મ છે, જેના કારણે આ વિવાદ વધુ ઘેરો બન્યો છે.

Advertisement

Advertisement

Jan Nayakan Film Controversy :  ધાર્મિક લાગણી અને સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ

મામલો માત્ર રાજકારણ પૂરતો સીમિત નથી; એક ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે. આ વિવાદને કારણે મદ્રાસ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ફિલ્મની રિલીઝ પ્રક્રિયા પર સ્ટે મૂક્યો હતો. હવે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. નિર્માતા વેંકટ કે. નારાયણે જણાવ્યું કે તેમણે સેન્સર બોર્ડના સૂચન મુજબ ફેરફારો કર્યા હોવા છતાં હજુ સુધી સર્ટિફિકેટ મળ્યું નથી.

Jan Nayakan Film Controversy :  આ તારીખે થશે આગામી સુનાવણી

KVN પ્રોડક્શન્સે હાઈકોર્ટના સ્ટે ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે હવે આ મામલે 21 જાન્યુઆરીના રોજ આગામી સુનાવણી નક્કી કરી છે. નિર્માતાએ ચાહકોની માફી માંગતો એક વીડિયો પણ જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે મામલો ન્યાયાધીન હોવાથી તેઓ અત્યારે વધુ વિગતો જાહેર કરી શકતા નથી.

ચાહકોમાં ભારે આક્રોશ

પોતાના મનપસંદ અભિનેતાની છેલ્લી ફિલ્મની રિલીઝ તારીખ વારંવાર મુલતવી રાખવાથી વિજયના ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કેરળ અને તમિલનાડુમાં અનેક સ્થળોએ ચાહકોએ વિરોધ પ્રદર્શનો કર્યા છે, જેના કારણે બાઇક રેલી અને ડીજે ઇવેન્ટ્સ જેવા પૂર્વ-આયોજિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. એચ. વિનોથ દ્વારા દિગ્દર્શિત 'જન નાયકન' એક રાજકીય એક્શન થ્રિલર છે, જે સમાજ અને રાજકારણમાં પરિવર્તન લાવવા મથતા એક સામાન્ય માણસની વાર્તા છે. આ ફિલ્મમાં વિજય સાથે પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો: Actor Vijay CBI Inquiry : સુપરસ્ટાર વિજય મુશ્કેલીમાં? CBI એ દિલ્હી બોલાવીને કરી કલાકો સુધી પૂછપરછ

Tags :
Advertisement

.

×