Javed Akhtar : હું ભારતીય છું, હું ચૂપ રહીશ નહીં...બુશરા અંસારીને આપ્યો જડબાતોડ જવાબ
- Pahalgam Terrorist Attack પર જાવેદ અખ્તરે તીખી પ્રતિક્રિયા આપી હતી
- જાવેદની પ્રતિક્રિયા પર પાકિસ્તાની અભિનેત્રી Bushra Ansari એ કટાક્ષ કર્યા હતા
- હવે Javed Akhtar એ બુશરાને કડક શબ્દોમાં સણસણતા સવાલો કર્યા છે
Javed Akhtar : 22 મી એપ્રિલે થયેલા અમાનવીય અને હીચકારી એવા પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) પર જાવેદ અખ્તર (Javed Akhtar) એ પાકિસ્તાન પર આકરી ટીપ્પણી કરી હતી. જાવેદ અખ્તરની ટીપ્પણી સામે પાકિસ્તાનની અભિનેત્રી બુશરા અંસારી (Bushra Ansari) એ ખરી ખોટી સંભળાવી હતી. આ ઘટનાના લાંબા સમય બાદ હવે જાવેદ અખ્તરે બુશરા અંસારીને જડબાતોડ જવાબ આપ્યો છે. Javed Akhtar એ જે જવાબ આપ્યો છે તે બુશરાને હૃદય સોંસરવો ઉતરી જાય તેવો છે.
પહેલા જાણી લો બુશરાની ટીપ્પણી
Pahalgam Terrorist Attack બાદ જે બોલિવૂડ સેલેબ્સે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી તે પૈકી એક જાવેદ અખ્તર હતા. જાવેદ અખ્તરે કડક શબ્દોમાં આ હુમલાને વખોડી કાઢ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાની અભિનેત્રી બુશરા અંસારીએ જાવેદ અખ્તરને ખરી ખોટી સંભળાવી હતી. બુશરાએ જાવેદ અખ્તરને Naseeruddin Shah નો હવાલો આપતા જણાવ્યું કે, Naseeruddin Shah આ મુદ્દે ચૂપ છે. તેઓ શાંતિથી બેઠા છે, અને બીજા લોકો પણ શાંતિથી બેઠા છે. કોઈના હૃદયમાં કંઈ પણ હોય તે હૃદયમાં જ રાખવું જોઈએ. બુશરાએ જાવેદ અખ્તરને મૂંબઈમાં મકાન આપતું નથી તેવો પણ ટોણો માર્યો હતો.
હવે જાવેદ અખ્તરે આપ્યો જડબાતોડ જવાબ
તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં Bushra Ansari ની તીખી પ્રતિક્રિયા વિશે સવાલ કરવામાં આવ્યો. આ સવાલના જવાબમાં તેમણે આકરો સવાલ કર્યો હતો. જાવેદ અખ્તરે પુછ્યું કે, તમે કોણ છો મને કહેવાવાળા કે મારે ક્યારે વાત ક્યારે કરવી જોઈએ અને ક્યારે નહીં? જાવેદ અખ્તરે આગળ કહ્યું, બુશરા અંસારી (Bushra Ansari) એક પાકિસ્તાની અભિનેત્રી છે. તે ઘણીવાર મારા વિશે વાત કરે છે. તેણીએ એક વખત મને ચૂપ રહેવાની સલાહ આપી હતી. તેણીએ એવું કહ્યું હતું કે નસીરુદ્દીન શાહ ચૂપ રહે છે, તમારે પણ ચૂપ રહેવું જોઈએ. જાવેદ અખ્તરે આગળ કહ્યું કે, ભારતની અંદર ઘણી સમસ્યાઓ હોઈ શકે છે, પરંતુ જો કોઈ બહારનો વ્યક્તિ ટીપ્પણી કરવા આવે છે, તો હું ભારતીય છું. હું ચૂપ રહીશ નહીં. તે આ કેમ ભૂલી જાય છે?
આ પણ વાંચોઃ Drishyam-3 : ઓરિજિનલ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થશે તો રીમેક કોણ જોશે ? અજયને સતાવતો સવાલ
મુંબઈમાં મકાન પર જાવેદ અખ્તરે ટોણો માર્યો
Bushra Ansari એ ગુસ્સામાં જાવેદ અખ્તરને ન કહેવાનું કહ્યું હતું. તેણીએ કહ્યું હતું કે, જાવેદ અખ્તરની ઉંમર 2 કલાક પણ બાકી નથી. તેમ છતાં તેઓ ઉશ્કેરણીજનક નિવેદનો કરે છે. બુશરાએ Javed Akhtar ના મુંબઈમાં મકાન પર પણ કટાક્ષ કર્યો હતો. બુશરાએ કહ્યું હતું કે, જાવેદ અખ્તરને કોઈ મુંબઈમાં મકાન ભાડે આપતું નથી. બુશરાના આ નિવેદનને જાવેદ અખ્તરે રદીયો આપ્યો છે. જાવેદ અખ્તરે કહ્યું કે, શું હું અને મારી પત્ની શબાના મુંબઈમાં રોડ પર ઊંઘીએ છીએ ? જાવેદ અખ્તરના બુશરાને આપેલા જવાબથી ભારતીય દર્શકો ખુશ થઈ ગયા છે. Javed Akhtar ના ફેન્સ ઘણા લાંબા સમયથી બુશરાના કટાક્ષ પર જાવેદ અખ્તરની પ્રતિક્રિયાની પ્રતિક્ષા કરી રહ્યા હતા.
આ પણ વાંચોઃ Hera Pheri-3 : વિવાદમાં કુદી પડ્યા જોની લીવર, પરેશ રાવલને આપી દીધી 'આ' સલાહ