Jaya Bachchan : હજારો લોકો વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચન માટે કહી એવી વાત કે આંખોમાં આવી ગયા આંસુ…
Jaya Bachchan : બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ અને વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ સાસુ વહુના અણબનાવના કારણે વધારે ચર્ચામાં રહે છે. છેલ્લાં કેટલાક સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને તેઓ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે.
બંને વચ્ચે પડેલાં ભંગાણ માટે લોકો સાસુ જયા બચ્ચન (Jaya Bachchan)ને જવાબદાર ઠેરવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં હજારો લોકો વચ્ચે સાસુ જયા બચ્ચન (Jaya Bachchan)એ ઐશ્વર્યાને એવું કંઈક કહ્યું હતું કે તેની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં.
ઐશ્વર્યાની આંખોમાં આંસુ આવી ગયાં
ઐશ્વર્યા રાય-બચ્ચન અને જયા બચ્ચન આમેય પબ્લિકમાં ખૂબ જ ઓછું સાથે દેખાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જયા બચ્ચને હજારો લોકોની હાજરીમાં જ કંઈક એવું કર્યું હતું કે ઐશ્વર્યાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. આજે ભલે સાસુ-વહુના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી હોય પણ એક સમય એવો હતો કે જ્યારે બંનેના સંબંધો ખૂબ જ મીઠા હતા.
આ બનાવ ફિલ્મફેયર એવોર્ડ ફંક્શનનો છે . જ્યારે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન થયાં હતાં ત્યારે ફંક્શનમાં આખો બચ્ચન પરિવાર હાજર રહ્યો હતો. આ જ સમયે જયાજીએ વહુ ઐશ્વર્યા માટે એકદમ હાર્ટ ટચિંગ વાત કહી હતી.
અહેવાલ- કનુ જાની