Jaya Bachchan Anger: જયા બચ્ચનનો ગુસ્સો કેમ હંમેશા ચર્ચામાં રહે છે? જાણો સેલ્ફી વિવાદની આખી વાત
Jaya Bachchan Anger: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan) ફરી એકવાર પોતાના ગુસ્સાને કારણે ચર્ચામાં આવ્યા છે. આ ઘટના દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં બની હતી, જ્યાં તેઓ એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
સેલ્ફી લેવા જતા ફેનને ધક્કો માર્યો (Jaya Bachchan Anger)
કાર્યક્રમ દરમિયાન, એક યુવક જયા બચ્ચન (Jaya Bachchan) સાથે સેલ્ફી લેવા માટે તેમની નજીક ગયો. આ વાતથી જયા બચ્ચન ગુસ્સે ભરાયા અને તેમણે યુવકને જોરથી ધક્કો માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો યુવક કેમેરા કાઢીને તેમની નજીક આવે છે, જયા બચ્ચન તરત જ તેને ધક્કો મારીને પૂછે છે, "શું કરી રહ્યા છો તમે? આ શું છે?"
Jaya Bachchan Anger: અવારનવાર ગુસ્સે થાય છે જયા બચ્ચન
આ વીડિયોને કારણે જયા બચ્ચન(Jaya Bachchan)ને ફરી એકવાર લોકોની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલીવાર નથી કે તેમણે આ રીતે ગુસ્સો વ્યક્ત કર્યો હોય. ભૂતકાળમાં પણ તેઓ આવા અનેક કિસ્સાઓમાં વિવાદમાં રહ્યા છે, જેમ કે દિવંગત અભિનેતા મનોજ કુમારની પ્રાર્થના સભામાં એક ચાહકને ફોટો લેવા બદલ ખખડાવ્યો હતો અને રેસ્ટોરાં બહાર પણ ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થયા હતા.
કંગના રનૌતની આકરી પ્રતિક્રિયા
જયા બચ્ચનના આ વાયરલ વીડિયો પર અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે. કંગનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર આ વીડિયો શેર કરતા લખ્યું છે, "સૌથી બગડેલી અને વિશેષાધિકારવાળી સ્ત્રી. લોકો માત્ર એટલા માટે જ તેમની આ બધી વાતો સહન કરે છે, કારણ કે તેઓ અમિતાભ બચ્ચનજીના પત્ની છે." કંગનાએ વધુમાં કહ્યું કે, "તેમની સમાજવાદી ટોપી મરઘીની કલગી જેવી લાગે છે અને તેઓ ગુસ્સામાં લડતા મરઘા જેવા દેખાય છે. આવું અપમાન... શરમ કરો."
ખાનગી જીવનમાં દખલગીરીનો વિરોધ
જયા બચ્ચને પોતે પોતાની પૌત્રી નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ 'વોટ ધ હેલ નવ્યા'માં જણાવ્યું હતું કે તેમને પોતાની ખાનગી જિંદગીમાં દખલગીરી પસંદ નથી. તેમણે કહ્યું હતું કે, "મને એવા લોકોથી નફરત છે જે તમારી ખાનગી જિંદગીમાં દખલ કરે છે અને પછી તેને વેચીને પોતાનું પેટ ભરે છે. મને આનાથી ખૂબ ચીડ છે અને હું તેમને ઘણીવાર કહી દઉં છું - તમને શરમ નથી આવતી?"
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે EVM જ કોર્ટમાં મંગાવીને કરી મતોની ગણતરી, જીતેલો હાર્યો અને હારેલો જીતી ગયો