Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુંજી શરણાઈઓ: મખમલી અવાજના જાદુગર Jubin Nautiyal એ કર્યા સિક્રેટ મેરેજ? જાણો કોણ છે તે 'મિસ્ટ્રી ગર્લ'!

મખમલી અવાજના ગાયક જુબિન નૌટિયાલે (Jubin Nautiyal) પોતાના વતન ઉત્તરાખંડમાં અત્યંત સાદગીથી લગ્ન (Marriage) કર્યા હોવાના અહેવાલ છે. તેમણે આ પ્રસંગને ખાનગી રાખ્યો હતો, જેમાં માત્ર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. સૂત્રો મુજબ તેમની પત્ની (Jubin Nautiyal Wife) તેમની બાળપણની મિત્ર છે. ફેન્સ હવે સિંગર તરફથી લગ્નની સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ગુંજી શરણાઈઓ  મખમલી અવાજના જાદુગર jubin nautiyal એ કર્યા સિક્રેટ મેરેજ  જાણો કોણ છે તે  મિસ્ટ્રી ગર્લ
Advertisement
  • શું જુબિન નૌટિયાલે છૂપી રીતે લગ્ન કરી લીધા? (Jubin Nautiyal Wedding)
  • સંગીત જગતના ફેમસ સિંગરના લગ્નની જોરદાર ચર્ચા
  • ઉત્તરાખંડની વાદીઓમાં યોજાયો સાદગીભર્યો સમારોહ
  • વેલેન્ટાઈન ડે પર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપ્યો હતો સંકેત
  • બચપનની મિત્ર સાથે સાત ફેરે લીધા હોવાની અટકળો
  • પરિવાર કે સિંગર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી

જુબિન નૌટિયાલના લગ્ન (Jubin Nautiyal Wedding) હાલમાં ઈન્ટરનેટ પર ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. 'રાતા લાંબિયા' અને 'લુટ ગયે' જેવા સુપરહિટ ગીતોથી કરોડોના દિલ જીતનાર સિંગર જુબિન નૌટિયાલે હવે પોતાની જિંદગીની નવી સફર શરૂ કરી દીધી હોય તેમ લાગે છે. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલો મુજબ, આ લોકપ્રિય ગાયકે અત્યંત ખાનગી રીતે લગ્નગ્રંથિથી જોડાઈને ફેન્સને ચોંકાવી દીધા છે.

Jubin Nautiyal Wedding : એક નજરે સમાચાર

  • સિક્રેટ વેડિંગ: બોલિવૂડની ઝાકઝમાળથી દૂર વતન ઉત્તરાખંડમાં પતાવ્યા લગ્ન.

    Advertisement

  • મિસ્ટ્રી વાઈફ: કોણ છે જુબિન નૌટિયાલની પત્ની? (Jubin Nautiyal Wife) નામ રાખ્યું ગુપ્ત.

    Advertisement

  • વેલેન્ટાઈન હિન્ટ: ફેબ્રુઆરીમાં જ ઈન્સ્ટાગ્રામ પર આપ્યો હતો પ્રેમનો સંકેત.

  • સાદગીનો મલાજો: ભવ્ય આયોજનને બદલે માત્ર પરિવારની હાજરીમાં લીધા સાત ફેરે.

પહાડોની વાદીઓમાં સાદગીભર્યા લગ્ન 

સૂત્રોના જણાવ્યા અનુસાર, જુબિન નૌટિયાલે (Jubin Nautiyal) ઉત્તરાખંડના પોતાના હોમટાઉનમાં ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા છે. જ્યાં આજના સમયમાં સેલેબ્રિટીઓ ડેસ્ટિનેશન વેડિંગ પાછળ કરોડોનો ધુમાડો કરે છે, ત્યાં જુબિને પહાડોની શાંતિ વચ્ચે માત્ર ખાસ સંબંધીઓની હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડ્યા છે. જોકે, હજુ સુધી સિંગર કે તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર ફોટો કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

કોણ છે તે નસીબદાર યુવતી?

જુબિનના લગ્નના સમાચાર આવતા જ તેની પત્ની વિશે અટકળો તેજ થઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો જુબિને તેની બાળપણની મિત્ર સાથે લગ્ન કર્યા છે, જે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. લાંબા સમયથી તેનું નામ અભિનેત્રી નિકીતા દત્તા (Nikita Dutta) સાથે પણ જોડવામાં આવતું હતું, પરંતુ લગ્નની આ ખાનગી વિધિમાં દુલ્હન કોણ છે તે રહસ્ય હજુ અકબંધ છે.

ફેન્સ હવે આતુરતાથી જુબિન નૌટિયાલ વેડિંગ ફોટોઝ (Jubin Nautiyal Wedding Photos) ની રાહ જોઈ રહ્યા છે જેથી આ મિસ્ટ્રી પરથી પડદો ઊંચકાય!

આ પણ વાંચો :  Sonal Chauhan એ ઉજ્જૈનથી Women's Reservation Bill ને વધાવ્યું, સંસદના ઘમાસાણ વચ્ચે મોટું નિવેદન

Tags :
Advertisement

.

×