ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

JUNAID KHAN: લવયાપા ફ્લોપ થયા બાદ જુનૈદ ખાન કરશે રનઅવે બ્રાઈડ્સ પ્લે

Aamir Khanનો દીકરો જુનૈદ ખાન પોતાની બોલીવૂડ ડેબ્યુ ફિલ્મ Loveyapaથી સફળતાનો સ્વાદ ચાખી શક્યો નથી. જો કે નિરાશ થયા વિના જુનૈદે થીયેટરનો છેડો પકડવાનું પસંદ કર્યુ છે. લવયાપા બાદ જુનૈદ ખાન રનઅવે બ્રાઈડ્સ નામક પ્લે દ્વારા થીયેટર કરશે.
07:23 PM Mar 23, 2025 IST | Hardik Prajapati
Aamir Khanનો દીકરો જુનૈદ ખાન પોતાની બોલીવૂડ ડેબ્યુ ફિલ્મ Loveyapaથી સફળતાનો સ્વાદ ચાખી શક્યો નથી. જો કે નિરાશ થયા વિના જુનૈદે થીયેટરનો છેડો પકડવાનું પસંદ કર્યુ છે. લવયાપા બાદ જુનૈદ ખાન રનઅવે બ્રાઈડ્સ નામક પ્લે દ્વારા થીયેટર કરશે.
Junaid Khan Gujarat first

 

Mumbai: રોમેન્ટિક કોમેડી લવયાપા થી બોલીવૂડમાં ડેબ્યૂ કરનાર જુનૈદ ખાન રનઅવે બ્રાઈડ્સ નાટક સાથે થિયેટરમાં પાછો ફરશે. લવયાપાના બોક્સ ઓફિસ પર ધબો નમાયઃ થયા પછી પણ જુનૈદનો અભિનય પ્રત્યેનો પ્રેમ અને જુસ્સો સહેજ પણ ઓછો થયો નથી. જુનૈદ ફૈઝેહ જલાલીના નાટક રનઅવે બ્રાઇડ્સમાં ઘણા પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરી રહ્યો છે. આ નાટક રવિવારે મુંબઈના NCPA ના પ્રાયોગિક થિયેટરમાં ભજવાશે.

80 મિનિટનું નાટક છે મલ્ટિ લેન્ગવેજીસમાં

ફૈઝેહ જલાલી દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રનઅવે બ્રાઈડ્સ નાટક અંગ્રેજી, હિન્દી, મરાઠી અને તુલુ ભાષામાં ભજવાશે. આ નાટકની લેન્થ 80 મિનિટ છે. જે અમીના અમીન અને રાહુલ શેટ્ટીના લગ્ન દિવસની ઘટનાઓ પર આધારિત છે. કન્યા અને વરરાજાની માતાઓ, રઝિયા અને અંજુ લગ્નના દિવસે જ મંડપમાંથી ગુમ થઈ જાય છે. જેના પછી તેમની શોધમાં ઘણા ચોંકાવનારા રહસ્યો ખુલે છે. જો કે આ રહસ્ય ખુલે ત્યારે હાસ્યની છોળો પણ ઉડે છે.

આ પણ વાંચોઃ  સલમાન ખાનનો મહારાષ્ટ્રના Dy.CM. એકનાથ શિંદે સાથેનો વીડિયો થયો વાયરલ, ફેન્સે ભાઈજાનને ગણાવ્યા ફ્રેશ એન્ડ ફિટ

પ્રતિભાશાળી કલાકારો છે નાટકમાં

જુનૈદ ખાન, રેશ્મા શેટ્ટી, નિમિષા સિરોહી, અનુષ્કા ઝવેરી, પ્રિન્સ કંવલ, પ્રિયશા ભારદ્વાજ અને અન્ય ઘણા પ્રતિભાશાળી કલાકારો છે આ નાટકનો ભાગ. રનઅવે બ્રાઈડ્સ નાટકમાં મજબૂત કલાકારો અને શાનદાર વાર્તા છે. તેમાં હાસ્ય, ડ્રામા અને લાગણીઓની ભરતી-ઓટ છે. આ નાટકમાં પાત્ર ભજવવાથી જુનૈદની અભિનેતા તરીકેની ક્ષમતા વધુ ધારદાર બનશે તેમાં કોઈ બેમત નથી.

પિતા આમિરે પુત્ર જુનૈદને કર્યો સપોર્ટ

જુનૈદની પહેલી ફિલ્મ લવયાપા સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ ત્યારે જુનૈદને તેના પિતા આમિરનો સાથ મળ્યો હતો. તેના પિતા અને ફિલ્મ ઉદ્યોગના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને તાજેતરમાં જ પોતાના પુત્રની ફિલ્મ વિશે વાત કરી અને કહ્યું કે, એકંદરે જુનૈદ માટે આ એક સારો અનુભવ હતો કારણ કે તે લવયાપામાંથી ઘણું શીખ્યો છે. આમિરને તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તે જાણે છે કે એક અભિનેતા તરીકે વિકાસ કરવા માટે આ અવરોધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જુનૈદ દરેક ફિલ્મ અને પ્રોજેક્ટ સાથે કંઈક નવું શીખશે અને પોતાની પ્રતિભામાં સુધારો કરશે. તેમણે જુનૈદની પણ પ્રશંસા કરી કારણ કે તે સ્ટેજ પર હોય કે સ્ક્રીન પર, દરેક ભૂમિકામાં પોતાનું સર્વસ્વ આપે છે.

આ પણ વાંચોઃ  Sushant Singh Case : હજુ ક્લીનચીટ નથી મળી,સુશાંત સિંહ કેસના ક્લોઝર રિપોર્ટ પર શું બોલ્યા વકીલ

Tags :
aamir khanBollywood debutFaizeh JalaliGujarat FirstGUJARAT FIRST NEWSJunaid khanJunaid's careerloveyapaMulti-lingual playNCPA Experimental TheatreRunaway BridesTheater
Next Article