Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kangana Ranaut અને Chirag Paswan વચ્ચે શું ચાલી રહ્યું છે? અભિનેત્રીએ પહેલીવાર ખોલ્યા દિલના રાઝ!

અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે (Kangana Ranaut) કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સાથેના અફેરની અફવાઓ પર મૌન તોડ્યું છે. કંગનાએ સ્પષ્ટ કર્યું કે ચિરાગ માત્ર તેનો જૂનો અને સારો મિત્ર છે. તેણે મજાકમાં કહ્યું કે જો તેમની વચ્ચે રોમાન્સ હોત, તો અત્યાર સુધી તો તેમને સંતાનો હોત. વર્ષ 2011ની ફિલ્મથી બંને વચ્ચે મિત્રતાનો સંબંધ છે.
kangana ranaut અને chirag paswan વચ્ચે શું ચાલી રહ્યું છે  અભિનેત્રીએ પહેલીવાર ખોલ્યા દિલના રાઝ
Advertisement
  • સંસદમાં વાયરલ થયેલી તસવીરો બાદ Kangana Ranaut તે મૌન તોડ્યું
  • "જો રોમાન્સ હોત તો અત્યારે અમારે બાળકો હોત" - કંગનાની રમુજી સ્પષ્ટતા
  • વર્ષ 2011માં ફિલ્મ 'મિલે ના મિલે હમ' થી બંનેની દોસ્તીની થઈ હતી શરૂઆત
  • કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને માત્ર સારા મિત્ર ગણાવ્યા
  • રોમેન્ટિક એંગલની અટકળો પર કંગનાએ હસતા હસતા પૂર્ણવિરામ મૂક્યું

બોલિવૂડની 'ક્વીન' અને હવે રાજકારણી બનેલી કંગના રનૌત (Kangana Ranaut) ફરી એકવાર તેના નિવેદનને લઈને ચર્ચામાં છે. આ વખતે ચર્ચા કોઈ વિવાદની નહીં, પરંતુ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન (Chirag Paswan) સાથેના તેના અંગત સંબંધોની છે. સંસદના પરિસરમાં જ્યારે પણ આ બંને મળે છે, ત્યારે તેમની કેમિસ્ટ્રી અને હસતા ચહેરાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ જાય છે. લોકો ઘણા સમયથી અટકળો લગાવી રહ્યા હતા કે શું તેમની વચ્ચે માત્ર મિત્રતા છે કે કંઈક વધુ?

Advertisement

 "કોઈ રોમાન્સ નથી, અમે ફક્ત મિત્રો છીએ" : Kangana Ranaut

તાજેતરમાં એક ઇન્ટરવ્યુ (Interview) દરમિયાન જ્યારે કંગનાને ચિરાગ પાસવાન સાથેના રોમેન્ટિક એંગલ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે હસતા હસતા તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું. કંગનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "ના, ચિરાગ માત્ર મારો મિત્ર (Friend) છે. હું જ્યારે પણ તેના વિશે વિચારું છું, મને માત્ર એક સારો મિત્ર જ દેખાય છે."

Advertisement

તેણે વધુમાં મજાકિયા અંદાજમાં ઉમેર્યું કે, "અમે ૧૦ વર્ષ પહેલા સાથે ફિલ્મ કરી હતી. જો અમારા વચ્ચે રોમાન્સ (Romance) હોત, તો અત્યાર સુધી તો અમારે બાળકો હોત! જો કંઈ થવાનું હોત તો ક્યારનું થઈ ગયું હોત."

Kangana Ranaut : બોલિવૂડ ડેબ્યૂ અને જૂની દોસ્તી

બહુ ઓછા લોકો જાણે છે કે ચિરાગ પાસવાને વર્ષ ૨૦૧૧માં ફિલ્મ 'મિલે ના મિલે હમ' (Mile Na Mile Hum) દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, જેમાં કંગના તેની હિરોઈન હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ (Box Office) પર ફ્લોપ રહી હતી, પરંતુ ત્યાંથી શરૂ થયેલી તેમની દોસ્તી આજે સંસદ સુધી અકબંધ છે.

કંગનાનો આગામી વર્કફ્રન્ટ

રાજનીતિની સાથે કંગના સિનેમામાં પણ સક્રિય છે. તેની છેલ્લી રિલીઝ ફિલ્મ 'ઇમરજન્સી' (Emergency) હતી. હવે તે ટૂંક સમયમાં 'ક્વીન ૨' અને 'તનુ વેડ્સ મનુ ૩' જેવી સિક્વલ ફિલ્મોમાં જોવા મળશે.

આ પણ વાંચો : Saiyaara થી હટકે લવ સ્ટોરી ફિલ્મ બનાવવાનો સળવળાટ, જાણો વાત ક્યાં પહોંચી !

Tags :
Advertisement

.

×