Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કંગના રનૌતની થઇ શકે છે ધરપકડ, કોર્ટ દ્વારા આપવામાં આવી અંતિમ તક

Javed Akhtar Defamation Case: કોર્ટ કંગના રનૌત સામે કડક કાર્યવાહી કરી શકે છે. કોર્ટે કહ્યું છે કે, જો તે જાવેદ અખ્તર માનહાનિ કેસની સુનાવણીમાં હવે હાજર નહીં થાય
કંગના રનૌતની થઇ શકે છે ધરપકડ  કોર્ટ દ્વારા આપવામાં આવી અંતિમ તક
Advertisement
  • કોર્ટની 40 મુદ્દત છતા પણ કંગના હાજર નહોતી રહી
  • કંગના રનૌતને કોર્ટ દ્વારા હાજર થવા માટે અંતિમ તક અપાઇ
  • જો હાજર નહી થાય તો બિનજામીન પાત્ર વોરંટ કાઢશે કોર્ટ

Javed Akhtar Defamation Case: કોર્ટ કંગના રનૌત સામે કડક કાર્યવાહી કરી શકે છે. કોર્ટે કહ્યું છે કે, જો તે જાવેદ અખ્તર માનહાનિ કેસની સુનાવણીમાં હવે હાજર નહીં થાય તો તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવશે.

Advertisement

જાવેદ અખ્તર માનહાનિ કેસમાં કંગના રનૌતની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ કોર્ટ દ્વારા અભિનેત્રીને બિન-જામીનપાત્ર વોરંટ મોકલાય તેવી શક્યતા છે. આ અગાઉ કોર્ટે કંગનાને કેસની સુનાવણીમાં ભાગ લેવાની છેલ્લી તક આપી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, જો કંગના રનૌત હજુ પણ કોર્ટમાં નહીં આવે તો તેના પર બિનજામીનપાત્ર વોરંટ મોકલવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : Ahmedabad: શહેરના બાપુનગર વિસ્તારમાં પિતાએ ઝેર પીવડાવી દીકરાની હત્યા કરી

Advertisement

જાવેદ અખ્તર સાથે લાંબા સમયથી ચાલી રહ્યો છે કેસ

જાવેદ અખ્તર સાથે લાંબા સમયથી ચાલી રહેલા માનહાનિના કેસના સમાધાન માટે યોજાયેલી મધ્યસ્થી બેઠકમાં કંગના રનૌત હાજર રહી ન હતી. આવી સ્થિતિમાં, મુંબઈની એક કોર્ટે મંગળવારે અભિનેત્રી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરતા પહેલા તેને છેલ્લી તક આપી. કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ બાંદ્રા કોર્ટને જણાવ્યું હતું કે તે સંસદના કામમાં વ્યસ્ત છે અને તેથી તે સુનાવણીમાં હાજર રહી શકે તેમ નથી.

કંગના રનૌત 40 ડેટ્સમાં હાજરી આપી ન હતી

કંગના રનૌત સુનાવણીમાં હાજર ન રહેવાને કારણે જાવેદ અખ્તરના વકીલ જય કે ભારદ્વાજે અરજી દાખલ કરી હતી. આમાં, કંગના રનૌત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની માંગ કરવામાં આવી હતી. ભારદ્વાજે જણાવ્યું કે અભિનેત્રી લગભગ 40 તારીખે કોર્ટની સુનાવણીમાં હાજર રહી ન હતી. કોર્ટે કંગના રનૌતના વકીલને અરજી પર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. વકીલે બિન-જામીનપાત્ર વોરંટનો વિરોધ કર્યો છે. આવી સ્થિતિમાં, મેજિસ્ટ્રેટે અભિનેત્રીને એક છેલ્લી તક આપવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : Surat : રાજ્યની વધુ એક કોલેજમાં ધુણ્યું રેગિંગનું ભૂત!

શું છે આખો મામલો?

માર્ચ 2016 માં જાવેદ અખ્તરના ઘરે એક બેઠક યોજાઈ હતી. આ સમય દરમિયાન, કંગના રનૌત અને ઋતિક રોશન ઇમેઇલને લઈને સમાચારમાં હતા. રોશન પરિવારના નજીકના ગણાતા જાવેદ અખ્તરે કંગનાને મળવાની જવાબદારી લીધી અને અભિનેત્રીને રોશનની માફી માંગવા કહ્યું. ત્યારે કંગનાએ કોઈ જવાબ આપ્યો ન હતો, પરંતુ 2020 માં સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા પછી, અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં 2016 માં જાવેદ અખ્તર સાથેની તેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો. આ સમય દરમિયાન, જાવેદ અખ્તરને કંગનાના શબ્દો અપમાનજનક લાગ્યા અને તેમણે અભિનેત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો.

આ પણ વાંચો : Gold Price All time High : સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, ભાવ જાણીને ચોંકી ઉઠશો

Tags :
Advertisement

.

×