ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભયાનક ઘટના! કપિલ શર્માના કેનેડિયન કેફે પર ત્રીજી વાર ગોળીબાર, આ ગેંગે લીધી જવાબદારી

કેનેડાના સરેમાં સ્થિત કપિલ શર્માના 'કૅપ્સ કૅફે' પર આ ત્રીજી વાર ગોળીબાર થયો છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગોલ્ડી ઢિલ્લોંએ લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર ધમકી આપીને કહ્યું કે બોલિવૂડમાં ધર્મ વિરુદ્ધ બોલનારાઓ સાવધાન રહે. ગોળીબારમાં કોઈ ઘાયલ થયું નથી, પણ કેફે બંધ કરવું પડ્યું છે.
07:32 PM Oct 16, 2025 IST | Mihir Solanki
કેનેડાના સરેમાં સ્થિત કપિલ શર્માના 'કૅપ્સ કૅફે' પર આ ત્રીજી વાર ગોળીબાર થયો છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગોલ્ડી ઢિલ્લોંએ લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર ધમકી આપીને કહ્યું કે બોલિવૂડમાં ધર્મ વિરુદ્ધ બોલનારાઓ સાવધાન રહે. ગોળીબારમાં કોઈ ઘાયલ થયું નથી, પણ કેફે બંધ કરવું પડ્યું છે.
Kapil Sharma cafe firing

Kapil Sharma cafe firing : કેનેડાના સરે શહેરમાં સ્થિત કોમેડિયન કપિલ શર્માના 'કૅપ્સ કૅફે' (Kapil's Kaps Cafe) પર ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. આ ત્રીજી વખત છે જ્યારે તેમની રેસ્ટોરન્ટને નિશાન બનાવવામાં આવ્યું છે. ઘટનાનો એક વીડિયો (Video) પણ સામે આવ્યો છે, જેમાં હુમલાખોરો સતત ગોળીઓ ચલાવતા જોવા મળે છે.

આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang) સાથે સંકળાયેલા ગોલ્ડી ઢિલ્લોં (Goldy Dhillon) અને કુલદીપ સિદ્ધુ નેપાલી (Kuldeep Sidhu Nepali) એ લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ હુમલો તેમણે કરાવ્યો છે.

ગેંગએ વધુમાં આપી ચેતવણી (Kapil Sharma cafe firing)

પોસ્ટમાં ધમકી આપતા લખવામાં આવ્યું: "આજે જે (કૅપ્સ કૅફે, સરે) માં ત્રણ વાર ફાયરિંગ (Firing) થયું છે, તેની જવાબદારી હું, કુલવીર સિદ્ધુ અને ગોલ્ડી ઢિલ્લોં લઈએ છીએ. અમારે આમ જનતા સાથે કોઈ દુશ્મની નથી. જેમની સાથે અમારો ઝઘડો છે, તેઓ અમારાથી દૂર રહે." ગૅંગે વધુમાં ચેતવણી આપી કે, "જે લોકો ગેરકાયદેસર કામ કરે છે, લોકો પાસે કામ કરાવીને પૈસા આપતા નથી, તેઓ પણ તૈયાર રહે. જે કોઈ પણ બોલિવૂડ (Bollywood) માં ધર્મની વિરુદ્ધ બોલે છે, તેઓ પણ સાવધાન રહે - ગોળી ક્યાંયથી પણ આવી શકે છે."

કેફેની બારીઓના કાચ તૂટી ગયા (Kapil Sharma cafe firing)

ગોળીબારમાં કેફેની બારીઓના કાચ તૂટી ગયા (Shattered Windows) હતા, જોકે કોઈને ઈજા થઈ ન હતી. આ ઘટના બાદ કેફેને ઘણા દિવસો માટે બંધ કરવાની ફરજ પડી હતી. અગાઉ થયેલા બે હુમલા બાદ કપિલ શર્માની મુંબઈ સ્થિત સુરક્ષા (Security) ની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

અગાઉના હુમલાઓ

સતત થઈ રહેલી ઘટનાઓને પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ (Security Agencies) સતર્ક બની છે. જોકે ત્રીજા હુમલા બાદ કપિલ શર્મા તરફથી કોઈ સત્તાવાર નિવેદન (Official Statement) સામે આવ્યું નથી.

આ પણ વાંચો : શિલ્પા અને રાજ કુંન્દ્રાની મુશ્કેલીમાં વધારો, દિવાળી પહેલા જ હાઈકોર્ટે આપ્યો ઝટકો

Tags :
Bollywood Gang AttackGoldy Dhillon Threatkapil sharma cafe firingLawrence Bishnoi gangSurrey Canada Incident
Next Article