Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કેનેડામાં કપિલ શર્માના 'Kaps Cafe' પર ફરી ફાયરિંગ

વિદેશી ધરતી પર કોમેડી કિંગ કપિલ શર્માની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કેનેડામાં તેમના સપનાના પ્રોજેક્ટ 'કેપ્સ કાફે' પર ફરી એકવાર ગોળીઓ ગુંજી ઉઠી છે. ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા મળી રહેલી સતત ધમકીઓ અને વારંવાર થતા આ જીવલેણ હુમલાઓ પાછળનું અસલી કારણ શું છે? શું કપિલ શર્મા આ ધમકીઓ સામે ઝૂકશે કે પછી કાફે કાયમ માટે બંધ થઈ જશે?
કેનેડામાં કપિલ શર્માના  kaps cafe  પર ફરી ફાયરિંગ
Advertisement
  • કોમેડિયન કપિલ શર્માના રેસ્ટોરન્ટ પાસે ચોથી વખત થયું ગોળીબાર (Kaps Cafe Shooting Canada)
  • કાફે બંધ કરવા માટે સોશિયલ મીડિયા પર મળી રહી છે ધમકીભરી પોસ્ટ
  • ખાલિસ્તાની આતંકી હરજીત સિંહ લાદ્દીએ અગાઉ હુમલાની સ્વીકારી હતી જવાબદારી
  • વારંવાર થતા ફાયરિંગથી કેનેડામાં કપિલની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલો

ઓટ્ટાવા (Canada News): બોલિવૂડના ફેમસ કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. કેનેડામાં (Canada) આવેલા તેમના રેસ્ટોરન્ટ 'કેપ્સ કાફે' (Kaps Cafe) નજીક ફરી એકવાર ગોળીબારની (Firing) ઘટના બની છે. આટલું જ નહીં, કપિલ શર્માને સોશિયલ મીડિયા પર ધમકીભરી પોસ્ટ પણ મળી રહી છે, જેમાં કાફે તાત્કાલિક બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે. જો માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Kaps Cafe Shooting Canada : અગાઉ ત્રણ વાર થઈ ચૂક્યું છે ફાયરિંગ

નોંધનીય છે કે કપિલ શર્માના આ કાફે પર આ ચોથી વખત હુમલો થયો છે.10 જુલાઈ, 2025: પહેલીવાર 9 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કાફેની બારીઓના કાચ તૂટી ગયા હતા. આ હુમલાની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી [Khalistani Terrorist] હરજીત સિંહ લાદ્દીએ (Harjit Singh Laddi) સ્વીકારી હતી.7 ઓગસ્ટ અને ઓક્ટોબર 2025: ત્યારબાદ ઓગસ્ટ અને ઓક્ટોબરમાં પણ ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી.

Advertisement

નેટફ્લિક્સ શો વચ્ચે વિવાદ

કપિલ શર્મા હાલમાં જ પોતાના નેટફ્લિક્સ (Netflix) શો 'ધ ગ્રેડ ઈન્ડિયન કપિલ શો' ના (The Great Indian Kapil Show) નવા એપિસોડને કારણે ચર્ચામાં છે, જેમાં સમય રૈના (Samay Raina) અને રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahbadia) મહેમાન તરીકે જોવા મળ્યા છે. જોકે, કેનેડામાં વારંવાર થતા આ હુમલાઓએ તેમની સુરક્ષાને લઈને ચિંતા વધારી દીધી છે. અગાઉ કપિલે મજાકમાં કહ્યું હતું કે ત્યાંની પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ હવે સ્થિતિ ગંભીર બનતી જણાય છે.

Advertisement

 આ પણ વાંચો: Munawar Faruqui ના ઘરે ગુંજી કિલકારી! મહેઝબીએ આપ્યો દીકરીને જન્મ, જૂઓ ફોટા

Tags :
Advertisement

.

×