ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કરણ અર્જુન કે પુષ્પા! કોણ રહ્યું આગળ? જાણો બોક્સ ઓફિસ કલેક્શનનો અહેવાલ

તાજેતરમાં જૂની ફિલ્મોને થિયેટરોમાં ફરીથી રીલીઝ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. 'કરણ અર્જુન' અને 'પુષ્પા - ધ રાઇઝ' જેવી ફિલ્મો ફરીથી રીલીઝ થઈ છે. 'કરણ અર્જુન' એ 2000 સ્ક્રીન પર રીલીઝ થવા છતાં ઉત્તમ બિઝનેસ કરવામાં નિષ્ફળ રહી છે. 'પુષ્પા - ધ રાઇઝ' ના રિલીઝ માટે મેકર્સનું ધ્યાન 'પુષ્પા - ધ રૂલ' પર વધુ કેન્દ્રિત છે. 'પુષ્પા - ધ રાઇઝ' કરતાં 'કરણ અર્જુન' ના કલેક્શન વધુ છે. ફિલ્મ નિષ્ણાતોનું માનવું છે કે 'પુષ્પા - ધ રાઇઝ' ના ઓછા કલેક્શનનું મુખ્ય કારણ એ છે કે આ ફિલ્મ વિશે ફેન્સને ખાસ કોઇ જાણ કરવામાં આવી નથી.
11:07 AM Nov 25, 2024 IST | Hardik Shah
તાજેતરમાં જૂની ફિલ્મોને થિયેટરોમાં ફરીથી રીલીઝ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. 'કરણ અર્જુન' અને 'પુષ્પા - ધ રાઇઝ' જેવી ફિલ્મો ફરીથી રીલીઝ થઈ છે. 'કરણ અર્જુન' એ 2000 સ્ક્રીન પર રીલીઝ થવા છતાં ઉત્તમ બિઝનેસ કરવામાં નિષ્ફળ રહી છે. 'પુષ્પા - ધ રાઇઝ' ના રિલીઝ માટે મેકર્સનું ધ્યાન 'પુષ્પા - ધ રૂલ' પર વધુ કેન્દ્રિત છે. 'પુષ્પા - ધ રાઇઝ' કરતાં 'કરણ અર્જુન' ના કલેક્શન વધુ છે. ફિલ્મ નિષ્ણાતોનું માનવું છે કે 'પુષ્પા - ધ રાઇઝ' ના ઓછા કલેક્શનનું મુખ્ય કારણ એ છે કે આ ફિલ્મ વિશે ફેન્સને ખાસ કોઇ જાણ કરવામાં આવી નથી.
Box Office Collection pushpa the rise vs Karan Arjun

Box Office Collection : તાજેતરના સમયમાં જૂની ફિલ્મોને થિયેટરોમાં ફરીથી રીલીઝ કરવાનો ટ્રેન્ડ ઝડપથી વધતો જોવા મળ્યો રહ્યો છે. ગદર, લૈલા મજનુ અને તુમ્બાડ જેવી ફિલ્મોના રીલીઝ બાદ દર્શકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. હવે વધુને વધુ નિર્માતાઓ તેમની જૂની હિટ ફિલ્મોના બીજા ભાગો રીલીઝ કરતા પહેલા પહેલો ભાગ થિયેટરોમાં રીલીઝ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ અંતર્ગત શાહરૂખ ખાન અને સલમાન ખાનની ક્લાસિક ફિલ્મ 'કરણ અર્જુન' અને અલ્લુ અર્જુનની 'પુષ્પા - ધ રાઇઝ' તાજેતરમાં ફરીથી રીલીઝ થઈ છે.

બોક્સ ઓફિસ પર મિશ્ર પરિણામ

ફિલ્મોની કમાણી અને તેના પ્રભાવને લગતા ડેટા જાહેર કરનારા પ્લેટફોર્મ Sacknilkના અહેવાલ અનુસાર, 24 નવેમ્બરે રિલીઝ થયેલી કરણ અર્જુન અને પુષ્પા - ધ રાઇઝ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. જોકે આ બંને ફિલ્મોને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કરણ અર્જુન 2000 સ્ક્રીન પર રિલીઝ થઈ હોવા છતાં, તે ઉત્તમ બિઝનેસ કરવામાં નિષ્ફળ રહી છે. બીજી બાજુ, પુષ્પા - ધ રાઇઝના રિલીઝ માટે મેકર્સનું વધુ ધ્યાન તેમની આગામી સિક્વલ 'પુષ્પા - ધ રૂલ' પર કેન્દ્રીત છે, જે 5મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

કરણ અર્જુનના કલેક્શનના આંકડા

કરણ અર્જુનની ફરી રીલીઝના પ્રથમ દિવસના ગ્રોસ કલેક્શનનો આંકડો 30 લાખ રૂપિયા રહ્યો હતો, જ્યારે બીજા દિવસે પણ આ આંકડો યથાવત રહ્યો હતો. રવિવારના દિવસે તેની કમાણી 40 લાખ રૂપિયા હતી. કુલ મળીને, કરણ અર્જુને પ્રથમ સપ્તાહમાં માત્ર 1.60 કરોડ રૂપિયા કમાયા. આ આંકડા દર્શાવે છે કે જે રીતે 2000 સ્ક્રીન બુક કરવામાં આવી હતી તે મુજબ બિઝનેસમાં મોટો વધારો થયો નથી.

પુષ્પા - ધ રાઇઝના કલેક્શનની તુલના

અલ્લુ અર્જુનની પુષ્પા - ધ રાઇઝનું રિલીઝ વીકેન્ડ કલેક્શન 70 લાખ રૂપિયા હતું. પ્રથમ દિવસે ફિલ્મે 20 લાખ રૂપિયા કમાયા, જ્યારે બીજા દિવસે આ આંકડો 25 લાખ થયો. ત્રીજા દિવસે કમાણી લગભગ સમાન રહી. આ પરિણામે સ્પષ્ટ થાય છે કે કરણ અર્જુન પુષ્પા - ધ રાઇઝ કરતાં આગળ રહી છે.

નિર્માતાઓના ધ્યાનનું કેન્દ્રબિંદુ

ફિલ્મ નિષ્ણાતોનો મત છે કે પુષ્પા - ધ રાઇઝના ઓછા કલેક્શનનું મુખ્ય કારણ એ છે કે આ ફિલ્મ વિશે ફેન્સને ખાસ કોઇ જાણ કરવામાં આવી નથી, કારણ કે મેકર્સનું ધ્યાન 'પુષ્પા - ધ રૂલ' પર વધુ કેન્દ્રિત છે. નવો ભાગ લોકોમાં ભારે ઉત્સુકતા પેદા કરી રહ્યો છે, જે તેનું કલેક્શન વધુ ઉંચે લઈ જવાની સંભાવના છે.

આ પણ વાંચો:  Virat Kohli ની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી હડકંપ

Tags :
Allu ArjunAudience Responsebox office collectionBox office performanceCinema re-release strategyFan excitement for sequelsFilm business performanceFilm collection statisticsFilm re-release resultsGujarat FirstHardik ShahKarann Arjun re-releaseMixed responseMovie collection comparisonOld blockbuster filmsOld films re-releasePushpa - The RisePushpa movie successPUSHPA THE RULERe-release trendShah Rukh Khan and Salman KhanUpcoming film sequel
Next Article