Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Karanvir Bohra Father Death: હોળીના પર્વે કરણવીર બોહરા પર તૂટ્યો દુખનો પહાડ, પિતા મહેન્દ્ર બોહરાએ દુનિયાને કહ્યું અલવિદા

જ્યારે આખો દેશ હોળીના રંગોમાં ડૂબેલો હતો, ત્યારે ટેલિવિઝન જગતના એક લોકપ્રિય કલાકારના ઘરે માતમ છવાઈ ગયો હતો. જિંદગી જીવવાનો સાચો રસ્તો બતાવનાર અને પડછાયાની જેમ સાથે રહેનાર અંગત વ્યક્તિની વિદાયથી એક્ટર ભાંગી પડ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરો અને પત્રોમાં છુપાયેલું દર્દ કોઈ પણ વ્યક્તિની આંખમાં આંસુ લાવી દે તેવું છે. આ વિદાય પાછળની કરુણતા અને એક્ટરના સંઘર્ષની કહાની હૃદયસ્પર્શી છે.
karanvir bohra father death  હોળીના પર્વે કરણવીર બોહરા પર તૂટ્યો દુખનો પહાડ  પિતા મહેન્દ્ર બોહરાએ દુનિયાને કહ્યું અલવિદા
Advertisement
  • Karanvir Bohra Father Death :  પ્રોડ્યુસર મહેન્દ્ર બોહરાનું નિધન!
  • ટીવી એક્ટર કરણવીર બોહરાના પિતા મહેન્દ્ર બોહરાએ દુનિયાને કહ્યું અલવિદા
  • હોળીના તહેવાર વચ્ચે બોહરા પરિવારમાં છવાયો શોકનો માહોલ
  • એક્ટર કરણવીરે સોશિયલ મીડિયા પર પિતા માટે લખી અત્યંત ભાવુક પોસ્ટ
  • "તમે મને હિંમતથી જીવતા શીખવ્યું", પિતાને યાદ કરી ભાવુક થયો એક્ટર

Karanvir Bohra Father Death : સમગ્ર દેશ જ્યારે હોળી અને ધૂળેટીના ઉત્સાહમાં મગ્ન છે, ત્યારે ટેલિવિઝન અને ફિલ્મ જગતના જાણીતા અભિનેતા કરણવીર બોહરા (Karanvir Bohra) પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. કરણવીરના પિતા અને બોલિવૂડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર મહેન્દ્ર બોહરા (Mahendra Bohra) નું નિધન થયું છે. આ સમાચાર મળતા જ મનોરંજન જગતમાં શોકની લહેર દોડી ગઈ છે.

પિતા સાથેનો અતૂટ સંબંધ

કરણવીર બોહરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરીને પિતાના નિધનની જાણકારી આપી છે. પિતા સાથેની જૂની યાદો અને તસવીરો શેર કરતા કરણવીરે લખ્યું કે, "પાપા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. તમારી ખોટ મને કેટલી સાલશે તે હું શબ્દોમાં વર્ણવી શકતો નથી." કરણવીરે જણાવ્યું કે જે લોકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે, તેઓ જ આ અસહ્ય દર્દને સમજી શકે છે.

Advertisement

Advertisement

જીવનના આદર્શો અને શીખ

પોતાની પોસ્ટમાં કરણવીરે પિતા મહેન્દ્ર બોહરા પાસેથી મળેલી જીવનની કિંમતી શીખનો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું કે, "તમે મને અને દીદીને એ બધું શીખવ્યું જે ખરેખર મહત્વનું છે. જિંદગી ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, ક્યારેય આશા છોડવી નહીં. પડ્યા પછી ફરી બેઠા થવું, એનર્જી, પેશન અને પોઝિટિવિટી સાથે જીવવું. ક્યારેય હાર ન માનવી." કરણવીરે વધુમાં ઉમેર્યું કે તેના પિતાએ હંમેશા તેને હિંમત આપી છે અને તે હિંમત તેનામાં કાયમ જીવંત રહેશે.

શાંતિપૂર્ણ વિદાય

પિતાના અંતિમ સમય વિશે વાત કરતા કરણવીર બોહરાએ જણાવ્યું કે તેને એ વાતનો સંતોષ છે કે તેના પિતાએ એક ખૂબ જ સુંદર જીવન જીવ્યું. તેમણે જે રીતે દુનિયાને અલવિદા કહ્યું તે પણ પ્રેરણાદાયી હતું. કોઈને પણ હેરાન કર્યા વિના અત્યંત શાંતિથી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કરણવીરે પોતાને નસીબદાર ગણાવ્યા કે તેણે મહેન્દ્ર બોહરાના સંતાન તરીકે જન્મ લીધો.

હાલમાં સોશિયલ મીડિયા પર ચાહકો અને ટેલિવિઝન ક્ષેત્રના કલાકારો કરણવીર અને તેના પરિવારને આ મુશ્કેલ સમયમાં શક્તિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો : Box Office : Dhurandhar 2 સામે Toxic ની પીછેહઠ, રિલીઝ પાછળ ઠેલાઇ

Tags :
Advertisement

.

×