Kareena Kapoor એ લાઈન તોડી? એરપોર્ટ પર VIP કલ્ચર મુદ્દે સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયું
- મુંબઈ એરપોર્ટ પર Kareena Kapoor એ લાઈન તોડી!
- સોશિયલ મીડિયા પર બેબોનો વીડિયો જોરદાર વાયરલ
- VIP કલ્ચર કે પેઈડ સર્વિસ? યુઝર્સમાં જામી ચર્ચા
- સેલિબ્રિટી પ્રિવિલેજ સામે સામાન્ય લોકોમાં ભારે રોષ
- શું એરપોર્ટ પર પૈસા આપીને જલ્દી એન્ટ્રી મેળવી શકાય?
- જાણો એરપોર્ટની પ્રીમિયમ અને VIP સુવિધાઓના નિયમો
એરપોર્ટ (Airport) હોય કે મોલ, જ્યારે પણ કોઈ બોલિવૂડ સેલિબ્રિટીની એન્ટ્રી થાય છે ત્યારે વાતાવરણ બદલાઈ જાય છે. તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનનો (Kareena Kapoor Khan) એક વીડિયો મુંબઈ એરપોર્ટ પરથી વાયરલ થયો છે, જેમાં તે લાંબી લાઈનને અવગણીને સીધી એન્ટ્રી ગેટ તરફ જતી જોવા મળે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર વીઆઈપી કલ્ચર (VIP Culture) અને સામાન્ય નાગરિકોના અધિકારો વચ્ચે નવી ચર્ચા જગાવી છે.
Kareena Kapoor નો વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાં બોલિવૂડની બેબો એટલે કે કરીનાને મુંબઈ એરપોર્ટના એન્ટ્રી ગેટ પર લાગેલી લાંબી લાઈન છોડીને સીધા સિક્યુરિટી ચેક (Security Check) તરફ જતી જોઈ શકાય છે. એક્સ (X) પર શેર કરાયેલા આ વીડિયો બાદ લોકોએ કરીના પર ગુસ્સો ઠાલવ્યો છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે નિયમો દરેક માટે સરખા હોવા જોઈએ અને કોઈ વ્યક્તિ અન્યોથી ઉપર નથી. જો આ કામ કોઈ સામાન્ય માણસે (Common Man) કર્યું હોત, તો તેને તરત જ રોકી દેવામાં આવ્યો હોત.
Kareena Kapoor broke the line at the airport and straight away moved to the gate.
Why do celebrities get to do that? Who gave them this entitlement?
Other people who are waiting at the airport also have urgent flights to catch, It's not fair to everyone. pic.twitter.com/IQ6sm1jXZp
— Sachya (@sachya2002) April 12, 2026
શું આ પેઈડ સર્વિસ છે?
એક તરફ જ્યારે લોકોમાં રોષ છે, ત્યારે બીજી તરફ કેટલાક યુઝર્સ કરીનાના બચાવમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે એરપોર્ટ પર પેઈડ વીઆઈપી (Paid VIP) અથવા એક્સપ્રેસ એન્ટ્રી (Express Entry) જેવી સેવાઓ ઉપલબ્ધ હોય છે. જેમાં નિશ્ચિત ચાર્જ ચૂકવીને તમે લાઈનમાં ઉભા રહ્યા વગર જલ્દી એન્ટ્રી મેળવી શકો છો.
There is a paid service where you too can pay 6000 rupees to do what Kareena did. And probably she too paid for this express service.https://t.co/IUzIvgkMeM https://t.co/zqF9EyBe4G pic.twitter.com/D8Ka98o9Bc
— peeleraja (@peeleraja) April 13, 2026
એરપોર્ટની પ્રીમિયમ સુવિધાઓ
એરપોર્ટ પર સમય બચાવવા માટે કેટલીક ખાસ સેવાઓ આપવામાં આવે છે જેનો લાભ સામાન્ય લોકો પણ લઈ શકે છે:
મીટ એન્ડ ગ્રીટ સર્વિસ (Meet and Greet Service): જેમાં સ્ટાફ તમને એન્ટ્રીથી બોર્ડિંગ સુધી ગાઈડ કરે છે.
ફાસ્ટ ટ્રેક સિક્યુરિટી (Fast Track Security): સિક્યુરિટી ચેક માટે અલગ લાઈનની સુવિધા.
એરપોર્ટ લાઉન્જ એક્સેસ (Airport Lounge Access): આરામ કરવા અને ખાવા-પીવાની પ્રીમિયમ વ્યવસ્થા.
વીઆઈપી એન્ટ્રી (VIP Entry): અંદાજે 3,000 થી 6,000 રૂપિયા ખર્ચીને કોઈ પણ પેઈડ સર્વિસ (Paid Service) દ્વારા ઝડપી એન્ટ્રી મેળવી શકે છે.
આ પણ વાંચો : Monalisa Bhosle ભાગી ગઇ હોવાનો દાવો, હત્યાની દહેશત વ્યક્ત કરાઇ !


