Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kareena Kapoor Khan : પાકિસ્તાની ડિઝાઈનર ફરાઝ મનાન સાથેના પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા

Kareena Kapoor Khan : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલાં આંતકવાદી હુમલાને કારણે આખો દેશ ગુસ્સામાં છે. આ સાથે સાથે જ પાકિસ્તાની કલાકારને ભારતીય ફિલ્મોમાં કામ કરવા અંગે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
kareena kapoor khan   પાકિસ્તાની ડિઝાઈનર ફરાઝ મનાન સાથેના પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા
Advertisement

Kareena Kapoor Khan : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલાં આંતકવાદી હુમલાને કારણે આખો દેશ ગુસ્સામાં છે. આ સાથે સાથે જ પાકિસ્તાની કલાકારને ભારતીય ફિલ્મોમાં કામ કરવા અંગે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બધા બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર-ખાને (Kareena Kapoor Khan) કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તે ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ છે. ફેન્સ કરિનાની આ હરકતથી ભડકી ઉઠ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. આવો જોઈએ આખરે કરિનાએ એવું તે શું કર્યું એ..

વાત જાણે એમ છે કે કરિના કપૂર ખાને(Kareena Kapoor Khan) હાલમાં જ પાકિસ્તાની ડિઝાઈનર ફરાઝ મનાન સાથેના પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કરિનાની આ હરકત ફેન્સને ખાસ કંઈ પસંદ નથી આવી રહી અને તેમણે આ ફોટો જોતા જ સોશિયલ મીડિયા પર ફેન્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

Advertisement

પાકિસ્તાની ડિઝાઈનર સાથે કરિનાના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ

Advertisement

કરિના કપૂર-ખાનને સોશિયલ મીડિયા પર યુઝર્સ જોઈને ખૂબ જ ભડકી ઉઠ્યા હતા અને તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. પાકિસ્તાન અને ભારતના સંબંધોમાં પહલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલા બાદથી જ તણાવ જોવા મળી રહ્યો છે. આવા સમયે પાકિસ્તાની ડિઝાઈનર સાથે કરિનાના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ફેન્સ પોતાની લાગણી પર કાબૂ રાખી શક્યા નહોતા.

કરિના હાલમાં એક ઈવેન્ટ માટે દુબઈ ગઈ હતી, જ્યાં તેની મુલાકાત પાકિસ્તાની ડિઝાઈનર ફરાઝ મન્ના સાથે થઈ. બંનેએ સાથે પોઝ આપ્યા. ફરિઝા કરિના સાથેના પોતાના ફોટો સ્ટોરી પર શેર કરતાં લખ્યું હતું કે ઓજી કરિના સાથે. કરીનાએ એ આ સમયે વ્હાઈટ કોર્સેટ પહેર્યો હતો જ્યારે ફરાઝ બ્લેક ટી-શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો.

આને પાકિસ્તાન મોકલાવી દો

કરિના કપૂર-ખાનને ફેન્સે ખરી ખોટી સંભળાવી રહ્યા છે. એક ફેને તો ત્યાં સુધી કહી દીધું કે અરે આ બોલીવૂડવાળા લોકો તો હોય જ છે દેશદ્રોહી. બીજા એક યુઝરે લખ્યું હતું કે આને પણ પાકિસ્તાન મોકલાવી દો. કેટલાક યુઝર્સ તો બોલીવૂડનો બોયકોટ કરવાની વાત પણ કહી હતી. કરિનાની આ પોસ્ટ પર હેટર્સ કમેન્ટ કરીને એવી એવી વાતો સંભળાવી રહ્યા છે કે ના પૂછો વાત.

જોકે, આ પહેલી વખત નથી કે કે કરિના કપૂર આ રીતે ટ્રોલ્સના નિશાના પર આવી હોય. આ પહેલાં સીતામાતાના રોલ માટે મોટી ફી વસૂલવાની માગણીને કારણે તો ક્યારેક દીકરાઓના નામ રાખવા પરથી કરિના ટ્રોલ્સના નિશાના પર આવી ચૂકી છે. જોવાની વાત તો છે કે કરિના(Kareena Kapoor Khan) ને જાણે ક્યારેય આ વાતથી કોઈ ફરક જ ના પડતો હોય એમ તેના પર તેનું કોઈ રિએક્શન સામે આવ્યું નથી.

અહેવાલ - કનુ જાની

Tags :
Advertisement

.

×