ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kartik Aaryan ને રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો,બહેનના ચરણ સ્પર્શ કરીને લીધા આશીર્વાદ

રક્ષાબંધન પર અભિનેતા Kartik Aaryan ને તેની બહેન સાથે ખૂબ જ ભાવનાત્મક અને સુંદર રીતે આ તહેવાર ઉજવ્યો,ફોટા સોશિયલ મીડિયા પર થયા વાયરલ
05:31 PM Aug 10, 2025 IST | Mustak Malek
રક્ષાબંધન પર અભિનેતા Kartik Aaryan ને તેની બહેન સાથે ખૂબ જ ભાવનાત્મક અને સુંદર રીતે આ તહેવાર ઉજવ્યો,ફોટા સોશિયલ મીડિયા પર થયા વાયરલ
Kartik Aaryan

Kartik Aaryan ને રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવ્યો,   રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ અતૂટ વિશ્વાસ અને પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને ખુશીની કામના કરે છે, જ્યારે ભાઈ પણ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર બોલીવુડમાં પણ એ જ ભાવનાઓ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.આ વખતે રક્ષાબંધન પર, અભિનેતા કાર્તિક આર્યને તેની બહેન સાથે ખૂબ જ ભાવનાત્મક અને સુંદર રીતે આ તહેવાર ઉજવ્યો, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. કાર્તિકે તેની બહેનના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા, જેને જોઈને તેના ચાહકોના હૃદય પીગળી ગયા.

Kartik Aaryan ની પરંપરાગત શૈલી

કાર્તિક આર્યન હંમેશા તેના પરિવાર પ્રત્યે પ્રેમ અને આદર દર્શાવવા માટે જાણીતા છે. રક્ષાબંધન પ્રસંગે, તે પરંપરાગત કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. તેણે આ તહેવાર તેની બહેન કૃતિકા તિવારી સાથે ઘરે ઉજવ્યો. શણગારમાં ફૂલો અને રંગોળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી આખા ઘરમાં ઉત્સવની ભાવના આવી ગઈ.

  Kartik Aaryan ને બહેનના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા

રાખી બાંધ્યા પછી, કાર્તિક આર્યનએ તેની બહેનના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. આ પગલાથી કાર્તિકે સાબિત કર્યું કે સંબંધોમાં આદર અને પ્રેમની કોઈ મર્યાદા હોતી નથી. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ચાહકોએ તેની જોરદાર પ્રશંસા કરી.

  Kartik Aaryan  ની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

કાર્તિક આર્યને પણ તેના ઇન્સ્ટાગ્રામ પર રાખી ઉજવણીની એક ઝલક શેર કરી. તસવીરોના કેપ્શનમાં તેણે લખ્યું, "બહેનનો પ્રેમ અમૂલ્ય છે અને તેના આશીર્વાદ મારી સૌથી મોટી તાકાત છે." તેની આ પોસ્ટ પર, સેલેબ્સ અને ચાહકોએ તેને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી.

આ પણ વાંચો:     Udaipur Files ના ફિલ્મ મેકર મળી ધમકી, સોશિયલ મીડિયામાં માહિતી આપી

Tags :
bollywood-newsGujarat Firstkartik aaryanKartik Aaryan celebrated RakshabandhanRaksha Bandhan 2025
Next Article