Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Kartik Ananya Viral Video: કાર્તિક-અનન્યા કિસ કરવાના જ હતા ત્યાં કંઈક એવું થયું કે...

કાર્તિક આર્યન અને અનન્યા પાંડે તેમની આગામી ફિલ્મ 'મેં તેરા તુ મેરી' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક ઈવેન્ટનો વિડિયો વાયરલ થયો છે, જેમાં બંને એકબીજાની ખૂબ નજીક જોવા મળી રહ્યા છે. ફેન્સ માની રહ્યા છે કે તેઓ લિપ-લૉક કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ અટકી ગયા હતા. આ કેમિસ્ટ્રીને જોઈ સોશિયલ મીડિયા પર તેમના અફેરની ચર્ચાઓ તેજ થઈ છે.
kartik ananya viral video  કાર્તિક અનન્યા કિસ કરવાના જ હતા ત્યાં કંઈક એવું થયું કે
Advertisement
  • ફિલ્મ પ્રમોશન દરમિયાન કાર્તિક-અનન્યાનો અત્યંત રોમેન્ટિક વીડિયો વાયરલ
  • બંને જાહેરમાં લિપ-લૉક કરવાના અંદાજમાં જોવા મળતા ફેન્સ થયા હેરાન
  • 'મેં તેરા તુ મેરી' ફિલ્મ માટે બંને સ્ટાર્સ મુંબઈમાં કરી રહ્યા છે પ્રમોશન
  • સોશિયલ મીડિયા પર કેમિસ્ટ્રી જોઈને યુઝર્સ પૂછી રહ્યા છે - "લગ્ન ક્યારે?"
  • ક્રિસમસના અવસરે થિયેટરોમાં રિલીઝ થશે આ નવી જોડીની રોમેન્ટિક ફિલ્મ

Kartik Ananya Viral Video : બોલિવૂડના મોસ્ટ હેપનિંગ સ્ટાર્સ કાર્તિક આર્યન અને અનન્યા પાંડે હાલમાં તેમની આગામી ફિલ્મ 'મેં તેરા તુ મેરી, તુ મેરી મેં તેરા' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ક્રિસમસના અવસરે રિલીઝ થવાની છે. પરંતુ હાલમાં એક ઇવેન્ટ દરમિયાન બંને વચ્ચે કંઈક એવું જોવા મળ્યું કે જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંને એકબીજાની અત્યંત નજીક જોવા મળી રહ્યા છે.

Kartik Ananya Viral Video : જાહેરમાં લિપ-લૉક કરતા અટકી ગયા

વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં કાર્તિક આર્યન સફેદ શર્ટમાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે, જ્યારે અનન્યા પાંડે બ્લેક ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે. ઇવેન્ટ દરમિયાન કાર્તિક અનન્યાની એટલો નજીક ચાલ્યો જાય છે કે જાણે તે તેને કિસ (Kiss) કરવાનો હોય. બંને વચ્ચે લિપ-લૉક સીન જેવું વાતાવરણ સર્જાય છે, પરંતુ છેલ્લી ક્ષણે કંઈક એવું થાય છે કે બંને અલગ થઈ જાય છે. આ ક્ષણને જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Advertisement

Advertisement

Kartik Ananya Viral Video : સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો મારો

આ વીડિયો વાયરલ થતાની સાથે જ નેટીઝન્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. કેટલાક યુઝર્સ તેને ફિલ્મ માટેનું પ્રમોશન ગણાવી રહ્યા છે, તો કેટલાક આ જોડીની કેમિસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે મજાકમાં લખ્યું, "વાંધો નહીં, પછી કરી લેજો," જ્યારે અન્ય એક યુઝરે પ્રશ્ન કર્યો કે "શું આ બંને વચ્ચે ખરેખર કંઈ ચાલી રહ્યું છે?"

ક્રિસમસ પર રિલીઝ થશે રોમેન્ટિક ડ્રામા

'મેં તેરા તુ મેરી, તુ મેરી મેં તેરા' એક શુદ્ધ રોમેન્ટિક ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ પ્રેક્ષકોને પસંદ આવી રહ્યું છે અને હવે કાર્તિક-અનન્યાના આ વાયરલ વીડિયોએ ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતામાં વધારો કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ જોડી પડદા પર શું કમાલ કરે છે.

આ પણ વાંચો : Dhurandhar Box Office Record : બોક્સ ઓફિસ પર ધુરંધરની સુનામી, 2025ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ

Tags :
Advertisement

.

×