Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીનગરનો Ishit Bhatt સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે ખૂબ ટ્રોલ, Parenting પર ઉઠી રહ્યા છે સવાલ

10 વર્ષના ઇશિત ભટ્ટનો કૌન બનેગા કરોડપતિ (KBC) એપિસોડ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઇશિતના આત્મવિશ્વાસભર્યા વર્તન અને અમિતાભ બચ્ચન સાથેની સ્પષ્ટ વાતચીતે ઓનલાઇન યુઝર્સને બે ભાગમાં વહેંચી દીધા છે, જ્યાં કેટલાક તેને સમર્થન આપે છે, તો મોટા ભાગના તેના વર્તનને અસંસ્કારી ગણાવી ટ્રોલ કરી રહ્યા છે. આ ઘટના Parenting, બાળકોના આત્મવિશ્વાસ અને શોનું સ્ક્રિપ્ટેડ હોવા અંગે નવી ચર્ચા શરૂ કરી દીધી છે.
ગાંધીનગરનો ishit bhatt સોશિયલ મીડિયામાં થઇ રહ્યો છે ખૂબ ટ્રોલ  parenting પર ઉઠી રહ્યા છે સવાલ
Advertisement
  • ગાંધીનગરનો Ishit Bhatt સોશિયલ મીડિયામાં થયો ટ્રોલ
  • ઇશિત ભટ્ટનો આત્મવિશ્વાસ કે અહંકાર? સોશિયલ મીડિયામાં ચર્ચા
  • ‘મને નિયમો ખબર છે’ – KBCમાં બાળકના નિવેદને વિવાદ સર્જ્યો
  • KBC નો એપિસોડ વાયરલ : ઇશિતના વર્તનથી Parenting પર સવાલ
  • અતિ આત્મવિશ્વાસનું પરિણામ! ઇશિત ખાલી હાથે ઘરે ફર્યો
  • શું KBCનો વિવાદિત એપિસોડ સ્ક્રિપ્ટેડ હતો?

Ishith Bhatt trolled on social media : કૌન બનેગા કરોડપતિ (KBC)નો મંચ હંમેશા જ્ઞાન, પ્રેરણા અને ભાવનાત્મક પળો માટે જાણીતો રહ્યો છે. પરંતુ, તાજેતરમાં ગાંધીનગરથી આવેલા 10 વર્ષના બાળક ઇશિત ભટ્ટના એક એપિસોડે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી છે. આ ચર્ચા તેની જીત કે હારને કારણે નહીં, પણ તેના અતિશય આત્મવિશ્વાસપૂર્ણ દેખાવ અને બોલચાલની સ્પષ્ટ રીતને કારણે થઈ છે. હોસ્ટ અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકાર સાથેની તેની વાતચીતે ઓનલાઇન યુઝર્સને 2 ભાગમાં વહેંચી દીધા છે, જ્યાં એક તરફ કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં યુઝર્સ તેના વર્તનને 'અસંસ્કારી' ગણાવીને તેને ટ્રોલ કરી રહ્યા છે.

ઇશિત ભટ્ટ સોશિયલમાં થયો ટ્રોલ

ઇશિત ભટ્ટે શોની શરૂઆતથી જ પોતાની અસામાન્ય વર્તણૂકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેનું આત્મવિશ્વાસભર્યું વલણ કેટલીકવાર બિનજરૂરી સ્પષ્ટતાના રૂપમાં જોવા મળ્યું, જેણે સોશિયલ મીડિયામાં આગ લગાડી દીધી છે. ઇશિતે સૌપ્રથમ વિવાદ ત્યારે સર્જ્યો જ્યારે તેણે અમિતાભ બચ્ચનને કહ્યું, "મને નિયમો ખબર છે, તેથી મને તમે નિયમો સમજાવતા નહીં." સામાન્ય રીતે સ્પર્ધકો શોના નિયમો સાંભળવા માટે ઉત્સુક હોય છે, ત્યારે ઇશિતનું આ નિવેદન લોકોને ગમ્યું નહીં. આ સિવાય, શો દરમિયાનની અન્ય વાતોએ પણ ટ્રોલિંગને વેગ આપ્યો.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

કોઇપણ ઇનામ જતી ન શક્યો Ishit Bhatt

જેમ કે, પ્રશ્નના વિકલ્પો રજૂ થાય તે પહેલાં જ તેણે વારંવાર ઉતાવળ કરીને જવાબ આપ્યા. અને જ્યારે પાંચમો સવાલ તેને કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું,"સર, તેના પર ચાર તાળા લગાવો, પણ તેના પર તાળુ લગાવો" જવાબની ખાતરી આપવાની આ રીત કેટલાક લોકોને અભિમાની લાગી. 4 સવાલો દરમિયાન તેણે વિકલ્પો વિશે ન પૂછ્યું પણ જ્યારે રામાયણ સંબંધિત પ્રશ્ન તેને પૂછવામાં આવ્યો ત્યારે તેણે વિકલ્પો પૂછ્યા. જોકે, અંતે ઇશિતનો જવાબ ખોટો પડ્યો અને તેને કોઈ પણ ઇનામની રકમ વિના જ શો છોડવો પડ્યો, જેણે 'અતિ આત્મવિશ્વાસ'ના પરિણામ પર ભાર મૂક્યો.

અમિતાભ બચ્ચન અને વિવાદનું મૂળ

હોસ્ટ અમિતાભ બચ્ચન, જે પોતાની વિનમ્રતા અને સહજતા માટે જાણીતા છે, તેમણે ઇશિતના વર્તન પર સંયમિત પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, "કેટલીકવાર બાળકો વધુ પડતા આત્મવિશ્વાસને કારણે ભૂલો કરે છે." આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમિતાભે ઇશિતના વર્તનને બાળસહજ ભૂલ કે અતિશય આત્મવિશ્વાસનું પરિણામ ગણીને માફ કરી દીધું. પરંતુ આ ઘટનાએ સોશિયલ મીડિયા પર બે મૂળભૂત મૂલ્યો વચ્ચેની ચર્ચાને વેગ આપ્યો છે: જ્ઞાન અને શિષ્ટાચાર. શું રાષ્ટ્રીય સ્તરે પ્રતિભાશાળી બાળક પાસે જ્ઞાનની સાથે સાથે વડીલો પ્રત્યે આદર અને નમ્રતા હોવી જરૂરી છે? મોટાભાગના યુઝર્સનો જવાબ 'હા'માં છે.

Parenting પર સવાલ

આ મામલો માત્ર ઇશિત ભટ્ટ (Ishit Bhatt) સુધી સીમિત રહ્યો નથી. વાયરલ થયા બાદ, સોશિયલ મીડિયા પર બાળકના માતા-પિતા પણ ટીકાનો ભોગ બન્યા છે. અજાણ્યા યુઝર્સ દ્વારા માત્ર થોડા ટેલિવિઝન દ્રશ્યોના આધારે તેમના Parenting Style પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. ટીકાકારોનું માનવું છે કે, જો બાળક આટલું અસંસ્કારી અને ઘમંડી છે, તો તેના મૂળમાં માતાપિતાની શિખામણનો અભાવ જવાબદાર છે. યુઝર્સ કહી રહ્યા છે કે બગડેલા બાળકને ઉછેરવું એ Parenting નથી, પરંતુ જાહેર ઉપદ્રવ માટેની તાલીમ છે. મહત્વનું છે કે, સમાજમાં બાળકોના વર્તનને તેમના માતાપિતાના ઉછેર સાથે સીધું જોડવામાં આવે છે.

શું એપિસોડ સ્ક્રિપ્ટેડ હતો?

આ સમગ્ર વિવાદ વચ્ચે, એક બીજો સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું KBCનો આ એપિસોડ સ્ક્રિપ્ટેડ હતો? રેટિંગ્સ વધારવા અથવા નાટકીયતા લાવવા માટે શોના નિર્માતાઓએ જાણીજોઈને ઇશિતને આવા વર્તન માટે પ્રોત્સાહિત કર્યો હશે? આ અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા નથી, અને નિર્માતાઓ ટૂંક સમયમાં આ સત્ય જાહેર કરશે તેવી અટકળો ચાલી રહી છે.

આ પણ વાંચો :   છોકરાના પ્રપોઝ પર છોકરીનો જવાબ તમને હસવા કરશે મજબૂર! Social Media માં ધૂમ મચાવી રહી છે Viral Chat

Tags :
Advertisement

.

×