ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

KBC : અમિતાભને બદલે સલમાન?

‘અમિતાભે વ્યક્તિગત કારણસર આ શોના હોસ્ટ તરીકે જવાબદારી નિભાવવાની અસમર્થતા દર્શાવી
01:32 PM May 23, 2025 IST | Kanu Jani
‘અમિતાભે વ્યક્તિગત કારણસર આ શોના હોસ્ટ તરીકે જવાબદારી નિભાવવાની અસમર્થતા દર્શાવી

KBC માં અમિતાભને બદલે સલમાન?

૨૦૦૦ના વર્ષથી ક્વિઝ-શો કૌન બનેગા કરોડપતિ’ (KBC)  પ્રેક્ષકોમાં પ્રિય કાર્યક્રમછે. આ શો શરૂ થયો ત્યારથી એનું સંચાલન અમિતાભ બચ્ચન(BigB) કરી રહ્યા છે. વચ્ચે ફક્ત એક સીઝનમાં શાહરુખ ખાને આ શોનું સંચાલન કર્યું હતું, પરંતુ એ સમયે શો ફ્લૉપ સાબિત થયો હતો અને અમિતાભને ફરીથી શોમાં લાવવામાં આવ્યા હતા. હવે રિપોર્ટ છે કે આ શોમાં હવે અમિતાભનું સ્થાન સલમાન ખાન લઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે  જુલાઈથી સલમાન આ શો માટે શૂટિંગ શરૂ કરશે.

KBC શો સાથે સંકળાયેલ સૂત્રોએ માહિતી આપી છે કે ‘અમિતાભે (Amitabh Bachchan) વ્યક્તિગત કારણસર આ શોના હોસ્ટ તરીકે જવાબદારી નિભાવવાની અસમર્થતા દર્શાવી છે. વર્ષોથી બિગ બૉસ’ને હોસ્ટ કરતો સલમાન(Salman Khan) નાના પડદાનો કિંગ છે અને અમિતાભ બચ્ચનને રિપ્લેસ કરવા માટે એ જ સારો વિકલ્પ છે એમ શોના નિર્માતા માની રહ્યા છે.  સલમાને ‘દસ કા દમનું સંચાલન પણ કર્યું હતું. તેના શોને ચાહકો ખૂબ પસંદ કરે છે. હાલમાં તેની સાથે વાતચીત ચાલી રહી છે. જો બધું બરાબર ચાલશે તો સલમાન આ શોનું સંચાલન કરશે.’

આ પણ વાંચો : Covid 19: અભિનેત્રી Nikita Dutta કોરોના પોઝિટિવ,પોસ્ટ કરીને આપી જાણકારી 

Tags :
Amitabh BachchanKBCsalman khan
Next Article