ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

KBC : 'કોન બનેગા કરોડપતિ ?' એ 25 વર્ષ પૂર્ણ કર્યા, અમિતાભ બચ્ચને લખી ભાવૂક પોસ્ટ

ભારતીય ટેલીવિઝનની સૌથી પ્રચલિત અને અગ્રણી શ્રેણી 'કોન બનેગા કરોડપતિ ?' (KBC) એ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ એક ભાવૂક પોસ્ટ લખી છે. આ સિવાય શોના રાઈટર તૈલાંગે (R.D. Tailang) પણ કેટલાક રસપ્રદ કિસ્સા શેર કર્યા છે. વાંચો વિગતવાર.
02:29 PM Jul 04, 2025 IST | Hardik Prajapati
ભારતીય ટેલીવિઝનની સૌથી પ્રચલિત અને અગ્રણી શ્રેણી 'કોન બનેગા કરોડપતિ ?' (KBC) એ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ એક ભાવૂક પોસ્ટ લખી છે. આ સિવાય શોના રાઈટર તૈલાંગે (R.D. Tailang) પણ કેટલાક રસપ્રદ કિસ્સા શેર કર્યા છે. વાંચો વિગતવાર.
KBC Gujarat First-

KBC : 25 વર્ષ અગાઉ ભારતીય ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીમાં એક ક્વિઝ શો શરુ થયો હતો જેણે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. આ શો એટલે 'કોન બનેગા કરોડપતિ ?' (Kaun Banega Crorepati?) જ્યારે બોલિવૂડનો ચમકતો દમકતો સિતારો અમિતાભ બચ્ચન આર્થિક તંગીના આરે આવી ગયો હતો ત્યારે તેને 'કોન બનેગા કરોડપતિ ?' નામના ક્વિઝ શોએ સહારો આપ્યો હતો. આ ક્વિઝ શોને લીધે અમિતાભ બચ્ચનની આર્થિક પ્રગતિ તો થઈ પરંતુ સાથે સાથે તેની કારકિર્દીને પણ નવો વળાંક મળ્યો. આજે પણ 25 વર્ષ બાદ અમિતાભ બચ્ચન આ શોની 17મી સીઝન શરુ કરવા માટે તૈયારી કરી રહ્યા છે.

3 જુલાઈ 2000 ના રોજ થઈ શરુઆત

હવે અમિતાભ બચ્ચનની પોસ્ટ વિશે વાત કરીએ. અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું કે, 'આજે 3 જુલાઈ 2025 ના રોજ હું KBC ની આગામી સીઝનની તૈયારી કરી રહ્યો હતો ત્યારે ટીમ દ્વારા મને કહેવામાં આવ્યું કે આ શો પહેલી વાર 3 જુલાઈ 2000 ના રોજ પ્રસારિત કરાયો હતો. KBC નું જીવન અને 25 વર્ષ. અમિતાભે લખેલ આ પોસ્ટનો ખૂબ ઊંડો અર્થ છે. જેમાં તેઓ જિંદગીના 25 વર્ષથી KBC સાથે સંકળાયેલા હોવાનું જણાવી રહ્યા છે. 25 વર્ષ જિંદગીનો ઘણો મોટો ભાગ ગણાય છે. તેથી જ તેમની આ પોસ્ટ પર બીટાઉનના સેલેબ્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર તેમની પુત્રી શ્વેતા ઉપરાંત રણવીર સિંહ, રોનિત રોય, સુધાંશુ પાંડે, અભિનેત્રી દિવ્યા દત્તા, આહના કુમારા, નિમરત કૌર, રિચા ચઢ્ઢા વગેરેએ લાગણીશીલ પ્રતિક્રિયા આપી છે. અનેક સેલેબ્સે અમિતાભ બચ્ચનની સફર અને જબરદસ્ત સફળતાની પ્રશંસા કરી છે.

આ પણ વાંચોઃ Ramayana Movie : રણબીર કપૂરની ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થાય તે પહેલા ફોટોઝ થયા લીક

KBC ના રાઈટરે જણાવ્યા રોમાંચક કિસ્સા

Kaun Banega Crorepati ? ના લેખક આર.ડી. તૈલાંગે આ સફળ શ્રેણીએ 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અનેક રોમાંચક કિસ્સા જણાવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે, આ પહેલી વાર હતું જ્યારે હું આટલા મોટા સ્ટાર માટે લખી રહ્યો હતો અને મારું હૃદય ધબકતું હતું કે શું દર્શકો આ શો સ્વીકારશે ? અમે બધા નર્વસ હતા. અમિતાભ બચ્ચન પણ નર્વસ હતા. અમિતાભ બચ્ચનનું સ્ટારડમ ઘટશે તેવી ટીકાઓ પણ તે સમયે થતી હતી. આ ટીકાઓને અમિતાભ સરે અવગણી હતી. રાઈટર તૈલાંગ આગળ જણાવે છે કે, તે દિવસે અમિતાભ બચ્ચને અમને ઓલ ધી બેસ્ટ (All The Best) કહેવાથી અટકાવી દીધા હતા. બચ્ચન સરે જણાવ્યું કે, તમે ઓલ ધી બેસ્ટ કહો છો તેનાથી મને તણાવ થાય છે. જો કે ત્યાર પછીની ક્ષણે જ તેઓ એક સિંહની જેમ બહાર આવ્યા અને અમારા દરેકનું સ્વપ્ન સાકાર થઈ ગયું. 'કોન બનેગા કરોડપતિ ?' માં અમિતાભ માટે 'લોક કર દિયા જાયે', 'અફસોસ ગલત જવાબ', 'મૈં યુ ગયા ઔર યુ આયા' જેવા સંવાદો લખ્યા છે આર.ડી. તૈલાંગે પરંતુ તેની સફળતાનો શ્રેય લેખક અમિતાભ બચ્ચને આપે છે. લેખક વધુમાં જણાવે છે કે, 'કૌન બનેગા કરોડપતિ'ના પ્રમોશનનો આઈડિયા અમિતાભ બચ્ચને જ સૂચવ્યો હતો. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, આપણે જીવન, કવિતા અને ફિલસોફી સાથે સંબંધિત વિચારો સાથે આ શોનું પ્રમોશન કરવું જોઈએ.

આ પણ વાંચોઃ હર્ષ ઉપાધ્યાયે તૈયાર કરેલી 'મા' ફિલ્મનું ટાઇટલ ટ્રેક “કાલી શક્તિ” લોકોને ખૂબ ગમ્યું

Tags :
200025 years celebrationAmitabh BachchanBollywood celebsemotional messageGujarat FirstGUJARAT FIRST NEWSiconic dialoguesinstagram postKaun Banega CrorepatiKBCKBC 2000 to 2025 journeyKBC launch date July 3KBC show trivia and facts KBC promotionsR.D. Tailangseason 17 update
Next Article