Toxic Teaser: અઢી મિનિટના ટીઝરમાં ગેંગસ્ટર, ગન અને ગુનાહોનો બાદશાહ બન્યો યશ
- Toxic Teaser : સાઉથ સુપર સ્ટાર યશની ફિલ્મનું ટીઝર રિલીઝ થયુ
- યશે અઢી મિનિટના ટીઝરમાં સમજાવ્યું Toxic શબ્દનો અર્થ
- ફિલ્મમાં યશને ગુનાહોનો બાદશાહ બતાવ્યો છે.
Toxic Teaser : સાઉથ સુપર સ્ટાર યશના ચાહકોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. જ્યારથી રોકિંગ સ્ટાર યશે તેની KGF ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોનું મનજીતી લીધુ છે. ત્યારથી દર્શકોને તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ "ટોક્સિક" નું ટીઝર રિલીઝ થયું છે. ત્યારે અભિનેતા યશના જન્મદિવસે તેના "ટોક્સિક" ના ટીઝરમાં તેનો ધમાકેદાર ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે.
યશે "ટોક્સિક" શબ્દની આપી વ્યાખ્યા
સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતા, યશે તેના પાત્રનું નામ - રાયા જાહેર કર્યું. ટીઝર જોયા પછી, તમે ચોક્કસ કહેશો કે રાયા "ટોક્સિક" શબ્દની વ્યાખ્યા છે. અઢી મિનિટના ટીઝરમાં અંતિમ સંસ્કાર, બોમ્બ વિસ્ફોટ, ભયાનક હિંસા બિલ્ડઅપ દર્શાવવામાં આવી છે.
વાત એવી છે કે એક વિદેશી માફિયા બોસ તેના દીકરાને દફનાવવા માટે કબ્રસ્તાનમાં આવ્યો છે. તે તેના ગુનેગારોને ફક્ત એક જ વાત કહે છે: "હું ઇચ્છું છું કે મારા દીકરાનો અંતિમ સંસ્કાર શાંતિપૂર્ણ રીતે થાય. શું તમને લાગે છે કે તે આવશે?" જવાબ છે, "કોઈ આટલો ગાંડો નથી!" (અહીં કોણ આવશે). માફિયા બોસના પ્રશ્નમાં "તે" પછીથી ખુલે છે.
View this post on Instagram
એક વૃદ્ધ, વિચિત્ર ડ્રાઈવર એક વૈભવી કારમાં આવે છે. તેને જોઈને, કોઈ કહી શકતું નથી કે આગળ શું થશે. પરંતુ યશ જેવો પાવરફુલ સુપરસ્ટાર જ આ સીનને ન્યાય આપી શકે છે. "ટોક્સિક" શબ્દ સાંભળતી વખતે તમે એક માણસમાં જે વર્તનની કલ્પના કરો છો તે યશના પાત્રમાં પ્રતિબિંબિત થાય છે, પરંતુ એટલી બધા સ્વેગ સાથે કે તમે લગભગ સ્તબ્ધ થઈ જાઓ છો.
ટીઝર સ્ટોરીનો એક પણ ભાગ જાહેર કરતું નથી.
'ટોક્સિક' ટીઝર ફક્ત યશના ચાહકો માટે જન્મદિવસની ભેટ છે. જોકે, દિગ્દર્શક ગીતુ મોહનદાસે આ ટીઝરમાં વાર્તાનો કોઈ સંકેત આપ્યો નથી. અત્યાર સુધી, 'ટોક્સિક' ફિલ્મમાં પાંચ મુખ્ય અભિનેત્રીઓના ફર્સ્ટ-લૂક પોસ્ટર રિલીઝ થયા છે. જોકે, આ ટીઝરમાંથી વાર્તાના પ્લોટને ઓળખવું મુશ્કેલ છે.
આ પણ વાંચો : Katrina Kaif અને Vicky Kaushal પુત્રની પહેલી ઝલક સામે આવી, જાણો શું નામ પાડ્યું


