Kiara Advani એ બોલ્ડ સીન્સ કટ કરાવ્યા? 'Toxic' ના વિવાદ પર અભિનેત્રીએ આપ્યો જડબાતોડ જવાબ!
- ફિલ્મ 'Toxic' માં બોલ્ડ સીન્સ પર કિયારાએ તોડી ચૂપકીદી!
- ઈન્ટિમેટ સીન્સ કટ કરાવવાની વાતોને ગણાવી અફવા
- યશની ફિલ્મમાં કિયારાના રોલને લઈને ફેલાઈ હતી ખોટી ખબર
- ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા અભિનેત્રીએ વ્યક્ત કરી નારાજગી
- ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બની રહી છે મોસ્ટ અવેટેડ ફિલ્મ
સાઉથ સુપરસ્ટાર યશ (Yash) ની આગામી ફિલ્મ 'Toxic: A Fairytale For Grown-Ups' હાલમાં સતત ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે કિયારા અડવાણીએ (Kiara Advani) ફિલ્મમાં પોતાના કેટલાક ઈન્ટિમેટ સીન્સ સામે વાંધો ઉઠાવ્યો છે અને મેકર્સને તે દ્રશ્યો ટૂંકા કરવા અથવા હટાવવા વિનંતી કરી છે. જોકે, હવે કિયારાએ પોતે આ મામલે મૌન તોડ્યું છે.
કિયારાએ શું કહ્યું?
ફિલ્મ 'Toxic' (Toxic Movie Kiara Advani) માં પોતાના સીન્સ એડિટ કરાવવાની ખબરો પર પ્રતિક્રિયા આપતા કિયારા અડવાણીએ આ બધું જ પાયાવિહોણું ગણાવ્યું છે. અભિનેત્રીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ રિપોર્ટ્સ સામે નારાજગી વ્યક્ત કરતા તેને 'તદ્દન બકવાસ' ગણાવી હતી. કિયારાના આ નિવેદને તે તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે, જેમાં કહેવામાં આવતું હતું કે તે ફિલ્મના બોલ્ડ કન્ટેન્ટને લઈને અસહજ અનુભવી રહી છે.
શું હતી વિવાદની મૂળ વાત?
કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મમાં 'નાદિયા'નું પાત્ર ભજવી રહેલી કિયારાએ શૂટ કરેલા ફૂટેજ જોયા બાદ મેકર્સનો સંપર્ક કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કિયારાએ યશ અને ડિરેક્ટર ગીતુ મોહનદાસ (Geetu Mohandas) સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. રિપોર્ટ્સ મુજબ, અભિનેત્રીએ શરૂઆતમાં આ રોમેન્ટિક સીન્સ શૂટ કરવા માટે સંમતિ આપી હતી, પરંતુ એડિટિંગ ટેબલ પર ફાઈનલ સીન્સ જોયા બાદ તેણે તેને હળવા કરવાની માંગ કરી હતી. જોકે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ માત્ર એક અફવા હતી.
ફિલ્મ પ્રત્યે વધતું રોમાંચ
ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બની રહેલી 'Toxic' એક ગંભીર અને ડાર્ક દુનિયાની વાર્તા છે. જ્યારથી ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, ત્યારથી ફેન્સ યશ અને કિયારાની કેમેસ્ટ્રી જોવા માટે આતુર છે. ફિલ્મની વાર્તા અને પાત્રોને લઈને અત્યંત ગુપ્તતા રાખવામાં આવી રહી છે, જેના કારણે દર્શકોની ઉત્તેજના બમણી થઈ ગઈ છે.
આ પણ વાંચો : Jana Nayagan OTT Deal : Vijay ની ફિલ્મ રિલીઝ ફરી ઘોંચમાં પડી


