Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Salim Khan : સલમાન ખાનના પિતા વેન્ટીલેટર પર, કોઇ હેલ્થ અપડેટ નહીં !

Salim Khan અંગે ડૉ. જલીલ પારકરે હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે, સલીમ ખાનને મગજમાં રક્તસ્ત્રાવ થયો હતો, પરંતુ તેને મેનેજ કરી લેવામાં આવ્યું છે, 18 ફેબ્રુઆરીની સવારે DSA પ્રક્રિયા (ડિજિટલ સબટ્રેક્શન એન્જીયોગ્રાફી) કરવામાં આવી હતી, જે જોતા કોઈ સર્જરીની જરૂર જણાઇ નહોતી. હાઇ બ્લડ પ્રેશરના કારણે વેન્ટિલેટર સપોર્ટને સાવચેતીના પગલા તરીકે લેવામાં આવ્યું છે
salim khan   સલમાન ખાનના પિતા વેન્ટીલેટર પર  કોઇ હેલ્થ અપડેટ નહીં
Advertisement
  • Salim Khan ને બે દિવસ પહેલા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
  • પ્રથમ દિવસે આઇસીયુમાં રખાયા, બીજા દિવસે વેન્ટીલેટર પર મુકાયા
  • પરિવારે હેલ્થ અપડેટને લઇને ગોપનીયતા જાળવવા અપીલ કરી

Salim Khan : બોલીવુડના દિગ્ગજ ફિલ્મ લેખક (Known Script Writer Salim Khan) સલીમ ખાનના (Salman Khan) સ્વાસ્થ્ય અંગે ચાહકો ચિંતિત છે. 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ તેમને મગજમાં નજીવા રક્તસ્ત્રાવ થયા બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે અંગે 18 ફેબ્રુઆરી સાંજે મળેલી અપડેટ અનુસાર, તેમની સ્થિતિ સ્થિર છે, અને ડોકટરો તેમને 19 ફેબ્રુઆરીએ વેન્ટિલેટરમાંથી દૂર કરવાની અપેક્ષા રાખે છે. ડૉ. જલીલ પારકરે પુષ્ટિ આપી હતી કે, કોઈ મોટી સર્જરી કરવામાં આવી નથી, ફક્ત DSA પ્રક્રિયા કરવામાં આવી છે. પરિવારે મીડિયા પાસેથી ગોપનીયતાની વિનંતી કરી છે, અને હોસ્પિટલે જણાવ્યું છે કે, વધુ કોઈ અપડેટ આપવામાં આવશે નહીં. આ માહિતી લીલાવતી હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

Salim Khan ની હેલ્થ અપડેટ શું છે

લીલાવતી હોસ્પિટલના, પલ્મોનોલોજિસ્ટ ડૉ. જલીલ પારકરે હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે, સલીમ ખાનને મગજમાં રક્તસ્ત્રાવ થયો હતો, પરંતુ તેને મેનેજ કરી લેવામાં આવ્યું છે, 18 ફેબ્રુઆરીની સવારે DSA પ્રક્રિયા (ડિજિટલ સબટ્રેક્શન એન્જીયોગ્રાફી) કરવામાં આવી હતી, જે જોતા કોઈ સર્જરીની જરૂર જણાઇ નહોતી. હાઇ બ્લડ પ્રેશરના કારણે વેન્ટિલેટર સપોર્ટને સાવચેતીના પગલા તરીકે લેવામાં આવ્યું છે, જેમાં 19 ફેબ્રુઆરીએ વેન્ટિલેટર દૂર કરવાની અપેક્ષા છે. આ સાથે ડોક્ટરનું કહેવું છે કે, દર્દીની તબિયત સ્થિર અને સારી છે, પરંતુ તેમની ઉંમરને કારણે સ્વસ્થ થવામાં સમય લાગી શકે છે.

Advertisement

આ પણ વાંચો -------- Pravina Deshpande Passes Away: મરાઠી અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું 60 વર્ષની વયે નિધન

Advertisement

Salim Khan ના વિતેલા 48 કલાક

ખાન પરિવારના ફેમિલી ડોક્ટર. સંદીપ ચોપરા દ્વાાર 17 ફેબ્રુઆરીના રોજ સવારે સલીમ ખાનને દાખલ કરવામાં આવ્યા હતા. જેમને આઇસીયુમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે 18 ફેબ્રુઆરીના રોજ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમની ડીએસએ કરવામાં આવી હતી. ત્યાર બાદ હોસ્પિટલ તંત્ર તરફથી કોઇ અપડેટ આપવામાં આવી નથી. આજે 19, ફેબ્રુઆરીના રોજ પરિવારે વધુ અપડેટ આપવાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પરિવાર અને બોલીવુડ પ્રતિક્રિયાઓ

સલમાન ખાને હોસ્પિટલની મુલાકાત લીધી હતી, પરંતુ બહાર નીકળતી વખતે મીડિયા સાથે વાત કરી ન હતી. સંજય દત્ત, જાવેદ અખ્તર અને સુભાષ ઘાઈએ પ્રાર્થના કરી હતી, જેમાં સુભાષ ઘાઈએ કહ્યું હતું કે, "તે મારા ભાઈ જેવો છે."

આગળ શું થઇ શકે છે

પરિવારે સંપૂર્ણ ગોપનીયતાની વિનંતી કરી છે. હોસ્પિટલે પુષ્ટિ આપી છે કે, હવે કોઈ આરોગ્ય બુલેટિન જારી કરવામાં આવશે નહીં. જો આજે વેન્ટિલેટર બંધ કરવામાં આવે તો સારી રિકવરી થવાની અપેક્ષા છે, પરંતુ ઉંમરને કારણે ધીમી રિકવરી શક્ય છે.

આ પણ વાંચો ------- ટ્રેલર પહેલાં જ Yash ની ફિલ્મ 'Toxic' આવી ચર્ચામાં! જાણો શું છે કારણ

Tags :
Advertisement

.

×