કોલકાતા હાઈકોર્ટે 'ધ બંગાળ ફાઇલ્સ'ની રિલીઝ પર રોક લગાવવાની અરજી ફગાવી
- કોલકાતા હાઈકોર્ટે 'ધ બંગાળ ફાઇલ્સ' ની રિલીઝ પર રોક લગાવવાની અરજી કરી ખારિજ
- શાંતનુ મુખર્જીએ આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં ગોપાલ ચંદ્ર મુખર્જીને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા
- શાંતનુએ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે કોલકાતા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ બંગાળ ફાઇલ્સ જે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ, રિલીઝ પહેલાંથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મ ઓગસ્ટ 1946માં કોલકાતામાં થયેલા કોમી રમખાણો જે ગ્રેટ કલકત્તા કિલિંગ તરીકે ઓળખાય છે. તેના પર આધારિત ફિલ્મ છે. 1946માં કોમી રમખાણ રોકનાર બંગાળના લોકપ્રિય યોદ્ધા ગોપાલ ચંદ્ર મુખર્જી હતા, તેમના પૌત્ર શાંતનુ મુખર્જીએ ફિલ્મના નિર્માતા વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ FIR દાખલ કરી અને ફિલ્મની રિલીઝ રોકવા માટે કોલકાતા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.
હાઈકોર્ટે 'ધ બંગાળ' ફાઇલ્સ'ની રિલીઝ પર રોક લગાવવાની અરજી કરી ખારિજ
નોંધનીય છે કે શાંતનુ મુખર્જીએ આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં તેમના દાદા ગોપાલ ચંદ્ર મુખર્જીને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. ગોપાલ ચંદ્ર મુખર્જી 1946ના રમખાણો દરમિયાન શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવનારા પ્રખ્યાત બંગાળી યોદ્ધા હતા. શાંતનુએ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે કોલકાતા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ જસ્ટિસ અમૃતા સિંહાએ આ અરજીને નકારી કાઢી. તેને જાળવી રાખવા યોગ્ય ન ગણી.
'ધ બંગાળ' ફાઇલ્સ'ની રિલીઝ પર રોક લગાવવા પર કોર્ટે કર્યો ઇનકાર
ઉલ્લેખનીય છે કે શાંતનુ મુખર્જીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમના વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે શાંતનુએ CBFCને RTI અરજી દાખલ કરી હતી, જેમાં ફિલ્મમાં ગોપાલ ચંદ્ર મુખર્જીના ચિત્રણનું મૂલ્યાંકન કરવામાં બોર્ડની ભૂમિકા અંગે જાણકારી માંગવામાં આવી હતી. જોકે, આ મુદ્દે કોર્ટે ફિલ્મની રિલીઝને રોકવાનો ઇનકાર કર્યો.
ધ બંગાળ ફાઇલ્સ ઐતિહાસિક ઘટનાઓને દર્શાવતી ફિલ્મ હોવાથી તેની આસપાસ ચર્ચાઓ અને વિવાદો સ્વાભાવિક છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ 1946ના કોલકાતાના કોમી રમખાણોની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જે ભારતના ઇતિહાસનો એક સંવેદનશીલ અધ્યાય છે. શાંતનુ મુખર્જીના આરોપો અને FIRથી ફિલ્મની સચોટતા અને ઐતિહાસિક ચિત્રણ પર સવાલો ઉભા થયા છે, જે દર્શકો અને વિવેચકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
આ પણ વાંચો: Bigg Boss 19 માં લોકપ્રિય થયેલી Kunika Sadanand ની કહાની સાંભળશો, તો રડી પડશો