Kriti Sanon: બહેનના સંગીતમાં કૃતિએ લગાવ્યા ચાર ચાંદ, દુલ્હનને છોડી સૌની નજર બહેન પર જ ટકી
- Kriti Sanon: બહેનના સંગીતમાં છવાઈ કૃતિ
- ડીપ-નેક બ્લાઉઝ અને લહેંગામાં કૃતિ ખૂબ જ સુંદર લાગી
- દુલ્હનને છોડીને તમામની નજર કૃતિ પર અટકી ગઈ
Kriti Sanon: કૃતિ સેનનની બહેન નુપુર સેનન (Nupur Sanon) અને સ્ટેબીન બેન લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. અને હવે ચાહકો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. આ ક્યુટ કપલ (Cute couple) ઉદયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. પરિવાર અને મિત્રો લગ્નમાં હાજરી આપવા માટે પહેલેથી જ પહોંચી ગયા છે. હલ્દી સમારંભમાં પછી હવે સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નુપુર અને તેની બહેન કૃતિ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
Kriti Sanon: સંગીતમાં નુપુરનો ગોર્જિયસ લુક
હલ્દી સમારંભ પછી, નુપુરે સંગીતમાં પણ બધાનું દીલ જીતવામાં કોઈ કસર છોડી નહોતી. તેણીએ રંગબેરંગી લહેંગા સેટ પહેર્યો હતો. મેચિંગ બ્લાઉઝ (Matching blouse) સાથે સોનેરી લહેંગા પહેર્યો હતો. ચમકતા બ્લાઉઝ સાથે સુમેળભર્યું દેખાવા માટે લહેંગા પર મિરર (Mirror) અને સિક્વન્સ વર્ક (Sequence work) કરવામાં આવ્યું હતું. તેણે આઉટફિટ (Outfit) ની સાથે જ્વેલરીનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું. ચોકર નેકપીસ, માંગ ટિક્કા અને ભારે ઇયરિંગ્સ પહેરીને નુપુરનો લુક પૂર્ણ લાગતો હતો.
Kriti Sanon: બહેન કૃતિએ પણ સુંદર દેખાવા માટે કમી નહોતી રાખી
કૃતિ પણ તેની બહેનના સંગીતમાં સુંદર દેખાઈ રહી હતી. તેણે પાતળા પટ્ટાવાળા ટોપ-સ્ટાઇલ બ્લાઉઝ (Top-style blouse) પહેર્યો હતો. જે તેના ખભાને હાઇલાઇટ કરે છે. બ્લાઉઝમાં ડીપ વી-નેકલાઇન પેટર્ન હતી. ટોચ પર મિરર અને સિતારાઓનું વર્ક કરવામાં આવ્યું હતું. બોર્ડર પર વિવિધ આકારોમાં ચમકતા મિરર આકર્ષક લાગી રહ્યા હતા. કૃતિનો લહેંગો પણ ખૂબ જ સુંદર દેખાતો હતો. તેણે ગુલાબી રંગનો પોશાક પસંદ કર્યો હતો. રિચનેસ આપવા માટે તેમાં વાદળી રંગનો ટચ પણ હતો. લહેંગાને જુઓ ત્યાં તમને મિરરનું કામ દેખાશે. બારીક દોરાથી ભરતકામનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કૃતિનો લહેંગા સાંજના સંગીતનું મુખ્ય આકર્ષણ હતું.
કૃતિએ તેના લહેંગાને પૂરક બનાવવા માટે ઘરેણાં પણ પસંદ કર્યા. તેણે પોલ્કી નેકપીસ (Polki neckpiece) પહેર્યો હતો. તેણે ચોકર અને લાંબો ગળાનો હાર પણ પહેર્યો હતો જે તેની વી-નેકલાઇનને વધુ પ્રકાશિત કરે છે. કાન પરના ગોળ બુટ્ટીઓ પણ આકર્ષક લાગતી હતી. આધુનિક લહેંગા લુક માટે પોલ્કી જ્વેલરી આદર્શ મેચિંગ છે.
Kriti Sanon: બહેનના સંગીતમાં કૃતિએ ડાન્સ કર્યો
View this post on Instagram
દુલ્હન દીકરી પર માતાએ વ્હાલ વરસાવ્યું
કૃતિ અને તેની બહેને લહેંગા પહેર્યા હતા, પરંતુ તેની માતાએ શરારા સૂટ પસંદ કર્યો હતો. જેનો લાલ રંગ ખાસ હતો. આ સૂટમાં ગોળ નેકલાઇન અને લાંબી બાંય છે. જે ક્લાસી પણ લાગે છે. બોર્ડર સોનેરી હતી અને તેમાં ફૂલોની ઝીણી ડિઝાઇન (Design) હતી. તેમણે મેચિંગ શરારા અને ખભા પર ભારે દુપટ્ટો લગાવીને લુક પૂર્ણ કર્યો.
View this post on Instagram
આ પણ વાંચો------- Hrithik Birthday: બોલિવૂડના ‘ક્રિશ’નો આજે બર્થડે, જાણો ઋત્વિક વિશે રસપ્રદ વાતો
આ પણ વાંચો------- Entertainment: તારા સુતરિયા અને વીરનું થઈ ગયું બ્રેકઅપ? એપી ધિલ્લોનનો કોન્સર્ટ બન્યું કારણ?


