Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Krrish 4 Update : Hrithik Roshan ની ફિલ્મ આ કારણોસર ઘોંચમાં પડી !

Krish 4 Update માં સામે આવ્યું કે, અનેક રાઉન્ડની ચર્ચાઓ પછી, બંને પક્ષોએ હાલમાં પ્રોજેક્ટને મુલતવી રાખવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. આનો અર્થ એ નથી કે, ક્રિશ 4 સ્થગિત કરવામાં આવી છે, પરંતુ સ્પષ્ટ કરાર ન થાય ત્યાં સુધી તેના પર કામ આગળ વધશે નહીં. હાલમાં, ફિલ્મનું નિર્માણ બંધ કરવામાં આવ્યું છે.
krrish 4 update   hrithik roshan ની ફિલ્મ આ કારણોસર ઘોંચમાં પડી
Advertisement
  • Krrish 4 Update માં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની નહીવત શક્યતા
  • રિતિક અને આદિત્ય વચ્ચેના મતભેદોના કારણે ફિલ્મની શરૂઆત પર અસર
  • રિતિક આ ફિલ્મ માટે અન્યને પણ મળીને આગળ વધવા તત્પર

Krrish 4 Update : Krish 4 ની લોકપ્રિય ફ્રેન્ચાઇઝના ચોથા ભાગ સાથે દિગ્દર્શક તરીકે પદાર્પણ કરી રહેલા ઋતિક રોશન આ ફિલ્મને મેગા-બજેટમાં બનાવવા માંગે છે, જ્યારે યશ રાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરાનો તેને લઇને અલગ મત છે. જેને લઇને હાલ તો ફિલ્મનો પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલો અનુસાર, બજેટને લઈને ઋતિક અને આદિત્ય ચોપરા વચ્ચે મતભેદો છે. બંને વચ્ચે કોઈ કરાર ન થવાને કારણે, ક્રિશ 4 પરનું કામ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવી છે.

Advertisement

મર્યાદિત બજેટ જોખમો ઘટાડી શકે (Krrish 4 Update)

અહેવાલ મુજબ, ઋતિક ક્રિશ 4 ને લગભગ રૂ. 500 કરોડના બજેટ સાથે મોટા પાયે ફિલ્માવવા માંગે છે. અભિનેતા માને છે કે, દર્શકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે, ખાસ કરીને વૈશ્વિક સ્તરે, ફિલ્મમાં ભવ્ય દ્રશ્યો, શક્તિશાળી VFX, અને વ્યાપક એક્શન સિક્વન્સની જરૂર છે. જ્યારે આદિત્ય ચોપરા માને છે કે, બજેટ રૂ. 350 કરોડની આસપાસ નિયંત્રણમાં રાખવું જોઈએ. તેમનું માનવું છે કે, મર્યાદિત બજેટ જોખમો ઘટાડી શકે છે, અને ખર્ચ વસૂલાત સુનિશ્ચિત કરી શકે છે.

Advertisement

આ પણ વાંચો ------Titanic Recreate : Rajesh Khanna અને Aishwarya Rai ની AI જમાવટ

શૂટિંગ શરૂ કરવા અંગે કોઇ તારીખ નક્કી નહીં (Krrish 4 Update)

અનેક રાઉન્ડની ચર્ચાઓ પછી, બંને પક્ષોએ હાલમાં પ્રોજેક્ટને મુલતવી રાખવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. આનો અર્થ એ નથી કે, ક્રિશ 4 સ્થગિત કરવામાં આવી છે, પરંતુ સ્પષ્ટ કરાર ન થાય ત્યાં સુધી તેના પર કામ આગળ વધશે નહીં. હાલમાં, ફિલ્મનું નિર્માણ બંધ કરવામાં આવ્યું છે, અને શૂટિંગ ફરી ક્યારે શરૂ થશે તેની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

અન્ય સ્ટુડિયો સાથે પણ વાતચીતનો પ્રયાસ

દરમિયાન, રિતિક વિવિધ સ્ટુડિયો સાથે વાતચીત કરી રહ્યો છે કે, શું કોઈ તેના ઇચ્છિત બજેટમાં ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. તે સ્ક્રિપ્ટ પર ફરીથી કામ પણ કરી રહ્યો છે, અને આદિત્ય ચોપરાના રિસ્પોન્સ પર પણ નજર રાખી રહ્યો છે.

રિતિક દર્શકોને ચોંકાવી શકે છે

વધુમાં, રિતિક 'ક્રિશ 4' ઉપરાંત નવા પ્રોજેક્ટ્સનું આયોજન કરી રહ્યો છે. અહેવાલો અનુસાર, તેણે ઘણી સ્ક્રિપ્ટો સાંભળી છે, અને એકને અંતિમ સ્વરૂપ આપવાની નજીક છે. તેના આગામી અભિનય પ્રોજેક્ટ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે, જેમાં આંતરિક સૂત્રો દાવો કરે છે કે, તે દર્શકોને આશ્ચર્યચકિત કરવાની ફૂલ તૈયારીમાં છે.

પ્રિયંકા ચોપરા ફિલ્મમાં સામેલ થઇ શકે છે

હાલમાં, "ક્રિશ 4" નું શૂટિંગ 2026 સુધી શરૂ થશે નહીં. આદિત્ય ચોપરા કાં તો બજેટ વધારવા માટે સંમત થઈ શકે છે, અથવા રિતિક નવા નિર્માતા સાથે આગળ વધી શકે છે. તાજેતરમાં, પ્રિયંકા ચોપરાએ સંકેત આપ્યો હતો કે તે "ક્રિશ 4" માં સામેલ થઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઇ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો ------ શું દીપિકા બાદ હવે પ્રકાશ રાજ પણ આઉટ? 'સ્પિરિટ'ના સેટ પરથી આવ્યા ચોંકાવનારા સમાચાર

Tags :
Advertisement

.

×