વન નાઈટ સ્ટેંડમાં પ્રેગ્નેંટ થઈ ગઈ હતી એક્ટ્રેસ, 30 વર્ષની ઉંમરે કરાવ્યો હતો ગર્ભપાત
અભિનેત્રી કુબ્રા સૈતએ તાજેતરના ઇન્ટરવ્યુમાં તેના જીવનના મુશ્કેલ નિર્ણય, ગર્ભપાત વિશે ખુલ્લો ખુલાસો કર્યો છે. કુબ્રાએ કહ્યું કે તે સમયે મૂંઝવણ હોવા છતાં, આજે તે પૂરા વિશ્વાસ સાથે કહી શકે છે કે તે નિર્ણય તેના માટે યોગ્ય હતો. આ નિવેદન બદલ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બની છે.
Advertisement
- અભિનેત્રી કુબ્રા સૈતે ગર્ભપાત વિશે કરીને ખુલીને વાત (Kubbra Sait Abortion Interview)
- વિરણ ભાયાણીની યૂટ્યૂબ ચેનલ પર આપ્યો હતો ઈન્ટવ્યૂ
- વન નાઈટ સ્ટેન્ડ બાદ કુબ્રા સૈતને રહી ગયો હતો ગર્ભ
- તે સમયે મેં જે કર્યું તે મારા માટે સાચું હતું : કુબ્રા સૈત
Kubbra Sait Abortion Interview : સેક્રેડ ગેમ્સ' (Sacred Games) જેવા પ્રોજેક્ટ્સ દ્વારા પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી કુબ્રા સૈત (Kubbra Sait) ફરી એકવાર ચર્ચામાં છે. કુબ્રા છેલ્લે અજય દેવગણની ફિલ્મ 'સન ઑફ સરદાર 2' માં જોવા મળી હતી અને તાજેતરમાં તે એક રિયાલિટી શો 'રાઇઝ એન્ડ ફૉલ' માં પણ નજર આવી હતી. જોકે, આ દિવસોમાં કુબ્રા તેના એક તાજેતરના ઇન્ટરવ્યુ (Latest Interview) ને કારણે લાઇમલાઇટમાં છે, જેમાં તેણે પોતાના જીવનના સૌથી મુશ્કેલ નિર્ણયોમાંના એક, ગર્ભપાત (Abortion Decision) કરાવવા વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

