Bigg Boss 19 માં લોકપ્રિય થયેલી Kunika Sadanand ની કહાની સાંભળશો, તો રડી પડશો
- બિગબોસ 19 ની સ્પર્ધક Kunika Sadanand હાલ ચર્ચામાં
- શૉ દરમિયાન અંગજી જીવનને બનાવવામાં આવ્યુ નિશાન
- પુત્ર અયાન લાલે શૉમાં આવીને માતા અંગે કર્યા ખુલાસા
- સલમાન સહિત ઘરમાં હાજર સૌના આંખમાં આંસુ
Kunika Sadanand : 90ના દાયકાની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક કુનિકા સદાનંદ હાલમાં 'બિગ બોસ 19' માં ભાગ લઈને ચર્ચામાં છે. શો દરમિયાન જ્યારે તેમને અંગત જીવન અને બાળકો વિશે નિશાન બનાવવામાં આવ્યા, ત્યારે તેમના પુત્ર અયાન લાલે શોમાં આવીને પોતાની માતાએ સહન કરેલા દુઃખોની એક દર્દભરી કહાની રજૂ કરી. આ કહાની સાંભળીને શોના હોસ્ટ સલમાન ખાન સહિત ઘરમાં હાજર સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા.
કુનિકાએ પોતાના જીવનમાં બે લગ્ન કર્યા, અને બંને સંબંધો તૂટી ગયા. પહેલીવાર તેમણે માત્ર 17 વર્ષની ઉંમરે પરિવારના વિરોધ છતાં દિલ્હીના અભય કોઠારી સાથે લગ્ન કર્યા અને એક પુત્રને જન્મ આપ્યો. જોકે, આ સંબંધ લાંબો સમય ટક્યો નહીં. લગ્નજીવનના અંત સાથે જ તેમનો પુત્ર પણ તેમનાથી દૂર થઈ ગયો. આ પછી, એક હિલ સ્ટેશન પરથી તેમના પુત્રનું અપહરણ કરી લેવામાં આવ્યું, જેના પછી કુનિકાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.
12 વર્ષ સુધી ચાલી કાનૂની લડાઈ
પોતાના પુત્રને પાછો મેળવવા માટે તેમણે 12 વર્ષ સુધી લાંબી કાનૂની લડાઈ લડી. આ લડાઈ માટે પૈસા કમાવવા માટે તેમણે ફરીથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમની કમાણીનો ઉપયોગ તેઓ મુંબઈથી દિલ્હીની દૈનિક ફ્લાઇટ ટિકિટ પર કરતી, જેથી તેઓ કોર્ટના કેસની સુનાવણીમાં હાજર રહી શકે. પુત્ર અયાન લાલે જણાવ્યું કે આ 12 વર્ષના સંઘર્ષ બાદ કુનિકાને તેમના પુત્રની કસ્ટડી પાછી મળી અને તેઓ 12 વર્ષ પછી તેના પુત્રને મળી શક્યા.
વિનય લાલ સાથે કર્યા લગ્ન
આટલા સંઘર્ષ પછી, 35 વર્ષની ઉંમરે કુનિકાએ બીજા લગ્ન વિનય લાલ સાથે કર્યા અને આ લગ્નથી તેમને પુત્ર અયાન લાલ થયો. આ ઉપરાંત, કુનિકાએ 'બિગ બોસ 19' માં એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ 27 વર્ષ સુધી એક પરિણીત પુરુષ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતા. તે પુરુષ પોતાની પત્નીથી અલગ થઈ ચૂક્યો હતો.
Kunika Sadanand એ સંબંધનો લાવી દીધો અંત
કુનિકાએ કહ્યું કે તેમણે આ સંબંધને આટલા વર્ષો સુધી છુપાવી રાખ્યો હતો. જોકે, જ્યારે તેમને જાણ થઈ કે તે પુરુષ તેમને છેતરી રહ્યો છે અને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધમાં છે, ત્યારે તેમણે આ સંબંધનો અંત લાવી દીધો. કુનિકાની આ કહાની સાંભળીને સ્પષ્ટ થાય છે કે ગ્લેમરસ દુનિયા પાછળ પણ કેટલી વેદના છુપાયેલી હોય છે.
આ પણ વાંચો : MS Dhoni new film: કેપ્ટન કૂલ હવે એક્શન સ્ટાર, આર. માધવન સાથે 'ધ ચેઝ' ફિલ્મમાં દેખાશે