Bollywood breakup story : સુષ્મિતા સેન સાથે કેમ થયુ હતુ બ્રેકઅપ? લલિત મોદીએ ભૂતકાળ પરથી ઉઠાવ્યો પડદો
Shushmita Sen Lalit Modi : વર્ષ 2022માં સોશિયલ મીડિયા પર જ્યારે બિઝનેસમેન લલિત મોદી (Lalit Modi) અને અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) ની રોમેન્ટિક તસવીરો વાયરલ થઈ હતી, ત્યારે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. હવે આ ઘટનાના લાંબા સમય બાદ, લલિત મોદીએ 'હ્યુમન્સ ઓફ બોમ્બે' (Humans of Bombay) ને આપેલા એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી છે.
'તે પોસ્ટ અચાનક થઈ હતી, પ્લાન્ડ નહોતી!'
તેમણે તે પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ (Instagram) પોસ્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, તે કોઈ પૂર્વ-આયોજિત નિર્ણય નહોતો. તે સમયે લલિત મોદી સાર્દિનિયા (Sardinia) જઈ રહ્યા હતા અને સુષ્મિતા સેન લંડન (London) જઈ રહી હતી. તે યાદોને તાજી કરતા કહે છે કે, અમે પ્લેનમાં સામાન્ય ચર્ચા કરી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે હું પોસ્ટ કરવા જઈ રહ્યો છું, ત્યારે તેઓ હસી રહ્યા હતા. તેમણે મને પોસ્ટ કરતા ક્યારેય રોક્યો નહોતો અને મેં પણ તે ક્યારેય ડિલીટ કરવાનો વિચાર કર્યો નથી. અમે બંને તે સમયે આ બાબતે સહમત હતા.
સંબંધોમાં અંતર અને સન્માન
બ્રેકઅપના કારણ વિશે જણાવતા તેમણે કહ્યું કે, અમારો સંબંધ ખૂબ જ ખાસ હતો, પરંતુ બંનેના જીવનમાં અંતર ખૂબ વધી ગયું હતું. સુષ્મિતાનું કરિયર ભારતમાં (India) હતું અને તેમની પોતાની જીવનશૈલી લંડનમાં હતી. આ અંતરને કારણે અમે અલગ થયા, પરંતુ આજે પણ સુષ્મિતા મોદી માટે એક અત્યંત સન્માનજનક અને અદભૂત મહિલા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તે ગાળાની તેમની પાસે ઘણી યાદો છે અને તેમને પોતાના ભૂતકાળના નિર્ણયો પર કોઈ અફસોસ નથી.
ભૂલમાંથી શીખવું એ જ જીવન
લલિત મોદીએ ઉમેર્યું કે, આપણે બધા માણસો છીએ અને ભૂલો તો થવાની જ છે. મેં જે પણ કર્યું, તે સમયે મારા દિલની વાત હતી. જો મેં કોઈ ભૂલ કરી હોય, તો મેં તેમાંથી શીખ્યું પણ છે. તે કહે છે કે તે પોસ્ટ કરવાને કારણે અમે તે સમયે દુનિયામાં ચોથા કે પાંચમા સૌથી વધુ ગૂગલ કરાયેલા સેલિબ્રિટી હતા, જે દર્શાવે છે કે લોકો કેટલા ઉત્સુક હતા.
ફરી એકવાર જોડીની ચર્ચાઓ
અંતમાં, તેમણે સુષ્મિતા સેનને ભવિષ્ય માટે ઘણી બધી શુભેચ્છાઓ પાઠવી છે. આ ખુલાસા બાદ ચાહકોમાં ફરી એકવાર આ જોડીની ચર્ચાઓ તેજ થઈ છે, પરંતુ મોદીના શબ્દોમાં સ્પષ્ટ છે કે હવે બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે અને તેમની વચ્ચે એક સૌહાર્દપૂર્ણ મિત્રતાનું સન્માન જળવાઈ રહ્યું છે.
આ પણ વાંચો : Anupama Rupali Ganguly એ અસુવિધા સામે ઉઠાવ્યો અવાજ, જાણો કેમ મુકી પોસ્ટ !


