Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ 'લાલો' હવે હિન્દીમાં ધૂમ મચાવશે, રિલીઝ ડેટ જાહેર!

ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી બ્લોકબસ્ટર ફિલ્મ 'લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' હવે 9 જાન્યુઆરી, 2026ના રોજ હિન્દીમાં રિલીઝ થશે. અંકિત સખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કરણ જોશીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. શ્રી કૃષ્ણની ભક્તિ પર આધારિત આ ફિલ્મે ગુજરાત અને અમેરિકામાં ઐતિહાસિક સફળતા મેળવી છે. હવે નિર્માતાઓ આ ફિલ્મને હિન્દીમાં ડબ કરીને રાષ્ટ્રીય સ્તરે કૃષ્ણ ભક્તિનો સંદેશ વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચાડશે.
ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ  લાલો  હવે હિન્દીમાં ધૂમ મચાવશે  રિલીઝ ડેટ જાહેર
Advertisement
  • ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'લાલો' હિન્દીમાં ડબ થશે (Lalo Movie Hindi Release)
  • 9 જાન્યુઆરી, 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં હિન્દીમાં થશે રિલીઝ
  • કરણ જોશી સ્ટારર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સર્જ્યો છે ઐતિહાસિક રેકોર્ડ
  • શ્રી કૃષ્ણની ભક્તિ પર આધારિત વાર્તા હવે રાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવશે
  • ડિસેમ્બર 2025 અથવા જાન્યુઆરી 2026માં OTT પર આવવાની પણ શક્યતા

Lalo Movie Hindi Release  : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી બ્લોકબસ્ટર ફિલ્મ 'લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' હવે રાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવવા તૈયાર છે. ફિલ્મના નિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરી છે કે આ ફિલ્મનું હિન્દી ડબ્ડ વર્ઝન 9 જાન્યુઆરી, 2026 ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ પગલું ગુજરાતી સિનેમાને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વનું સાબિત થશે.

કૃષ્ણ ભક્તિની અદ્ભુત ગાથા

ડિરેક્ટર અંકિત સખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ એક 'ડેવોશનલ ડ્રામા' છે. વાર્તામાં આધુનિક યુગના પડકારો વચ્ચે શ્રી કૃષ્ણની ઉપસ્થિતિ અને તેમની અતૂટ ભક્તિનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મમાં કરણ જોશીએ મુખ્ય ભૂમિકા ભજવી છે, જ્યારે રીવા રચ્છ, શ્રુહદ ગોસ્વામી, અંશુ જોશી અને કિન્નલ નાયક જેવા સક્ષમ કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે. આશિષના કંઠે ગવાયેલા સંગીતે ફિલ્મમાં ચાર ચાંદ લગાવ્યા છે.

Advertisement

Advertisement

Lalo Movie Hindi Release : ધીમી શરૂઆત બાદ મેળવી ઐતિહાસિક સફળતા

10 ઓક્ટોબર, 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મની શરૂઆત સાધારણ રહી હતી, પરંતુ પ્રેક્ષકોના પોઝિટિવ રિવ્યુ (વર્ડ-ઓફ-માઉથ) ને કારણે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો હતો. માત્ર ચાર અઠવાડિયામાં જ આ ફિલ્મે ગુજરાતી સિનેમાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ યુએસએ (USA) માં પણ નવેમ્બર-ડિસેમ્બરમાં આ ફિલ્મે શાનદાર પ્રદર્શન કર્યું છે.

Lalo Movie Hindi Release :  રાષ્ટ્રીય સ્તરે પહોંચશે કૃષ્ણનો સંદેશ

નિર્માતાઓનો ઉદ્દેશ્ય કૃષ્ણના જીવનના પાઠ અને ભક્તિના સંદેશને ભાષાના અવરોધ વગર વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. હિન્દીમાં રિલીઝ થવાથી આ ફિલ્મને વિશાળ પ્રેક્ષક વર્ગ મળશે. યુટ્યુબ પર ફિલ્મના ટ્રેલરને મળેલા મિલિયન વ્યુઝ તેની વધતી લોકપ્રિયતાની સાબિતી આપે છે.

OTT પ્લેટફોર્મ પર ક્યારે આવશે?

થિયેટર્સમાં સફળતાના ઝંડા ગાડ્યા બાદ હવે ફેન્સ આ ફિલ્મના ડિજિટલ પ્રીમિયરની રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, 'લાલો' ડિસેમ્બર 2025ના અંતમાં અથવા જાન્યુઆરી 2026ના શરૂઆતમાં કોઈ મોટા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો : 2025 Best movies: સૈયારાથી ધુરંધર સુધીની આ ફિલ્મો રહી બેસ્ટ, જુઓ કલેક્શન

Tags :
Advertisement

.

×