ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Spider-Man 4 ફિલ્મ વિશે લેટેસ્ટ અપડેટ્સ...નવું ટાઈટલ અને રિલીઝ ડેટ જાહેર કરાયા

સ્પાઈડર-મેનના ચાહકો માટે એક સારા સમાચાર છે. સોની પિક્ચર્સે 'સિનેમાકોન' ખાતે ફિલ્મનું શીર્ષક અને રિલીઝ તારીખ જાહેર કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં આવશે. ફિલ્મના દિગ્દર્શક ક્રેટને કહ્યું છે કે આ એક થ્રીલિંગ રાઈડ હશે જે દર્શકોએ પહેલાં અનુભવી નહીં હોય.
08:49 PM Apr 01, 2025 IST | Hardik Prajapati
સ્પાઈડર-મેનના ચાહકો માટે એક સારા સમાચાર છે. સોની પિક્ચર્સે 'સિનેમાકોન' ખાતે ફિલ્મનું શીર્ષક અને રિલીઝ તારીખ જાહેર કરી છે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં આવશે. ફિલ્મના દિગ્દર્શક ક્રેટને કહ્યું છે કે આ એક થ્રીલિંગ રાઈડ હશે જે દર્શકોએ પહેલાં અનુભવી નહીં હોય.
Spider-Man 4 Gujarat First

Spider-Man 4: સોની પિક્ચર્સે 'સિનેમેકોન ફેસ્ટિવલ'માં 'સ્પાઈડર-મેન 4' અંગે લેટેસ્ટ અપડેટ્સની જાહેરાત કરી છે. ડિરેક્ટર ડેસ્ટિન ડેનિયલ ક્રેટને આ પ્રોજેક્ટ વિશે વિવિધ માહિતી શેર કરી છે. ક્રેટન અગાઉ 'શાંગ-ચી' અને 'ધ લિજેન્ડ ઓફ ધ ટેન રિંગ્સ'નું દિગ્દર્શન કરી ચૂક્યા છે.

સ્પાઈડર મેન-4નું નવું ટાઈટલ અને રિલીઝ ડેટ

ડેસ્ટિન ડેનિયલ ક્રેટને ખુલાસો કર્યો છે કે તે પોતે સ્પાઈડર-મેનના પાત્રનો ચાહક રહ્યો છે. તેમણે કહ્યું કે તેમને પીટર પાર્કરના પાત્ર મને ખૂબ ગમે છે. Spider-Man 4ના શીર્ષક 'Spider-Man: Brand New Day ની જાહેરાત સાથે, તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે 31 જુલાઈ 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચોઃ  ચૈત્ર નવરાત્રી નિમિત્તે Tamanna Bhatiaના ઘરે માતાની ચૌકીનું કરાયું આયોજન

આ એક નવી શરૂઆત છે-ટોમ હોલેન્ડ

અભિનેતા ટોમ હોલેન્ડ 'સિનેમાકોન ફેસ્ટિવલ'માં એક વીડિયો સેગમેન્ટ થકી હાજરી આપી હતી. તેણે ચાહકોનો આભાર માન્યો અને કહ્યું કે 'સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે' એક નવી શરૂઆત છે. દિગ્દર્શક ક્રેટને એમ પણ કહ્યું કે આ ફિલ્મ દર્શકો એક થ્રીલિંગ રાઈડ હશે જે દર્શકોએ પહેલાં અનુભવી નહીં હોય.

દુનિયા પીટર પાર્કરને ભૂલી જશે, સ્પાઈડર-મેન પોતાની ઓળખ ગુમાવશે

ઉલ્લેખનીય છે કે 'Spider-Man: Brand New Day' વર્ષ 2008ના કોમિક બુકની સ્ટોરી આધારિત છે. તેમાં બ્રહ્માંડને બદલી નાખનારી એક ઘટના દર્શાવવામાં આવી છે જેના કારણે દરેક વ્યક્તિ ભૂલી જાય છે કે સ્પાઈડર-મેન કોણ છે. ગમે તે હોય, 'સ્પાઈડર-મેન: નો વે હોમ' ના અંતમાં આપણે જોયું છે કે દુનિયા પીટર પાર્કરની ઓળખ ભૂલી ગઈ છે.

આ પણ વાંચોઃ  Allu Arjun પોતાના નામમાં કરશે નાનકડો ફેરફાર....જાણો આ પાછળનું ખાસ કારણ

Tags :
2026Cinemacon FestivalDestin Daniel CrettonGujarat FirstGUJARAT FIRST NEWSIdentity lossJuly 31Marvel Cinematic UniversePeter ParkerRELEASE DATEShang-Chi directorSpider-Man 4Spider-Man: Brand New DayTom HollandUniverse-changing event
Next Article